વહેંચાઇ ચૂક્યા હતાં સલમાન ખાનના લગ્નના કાર્ડ, આ એક્ટ્રેસ સાથે ફરવાના હતાં ફેરા, પરંતુ બગડી ગઈ વાત

Posted by

હિન્દી સિનેમાનાં સૌથી ચર્ચિત અને પ્રસિદ્ધ કલાકારોમાંથી એક અભિનેતા સલમાન ખાન થોડા દિવસો પહેલાં જ ૫૪ની ઉંમર પાર કરી ચુક્યા છે. સલમાન ખાન હંમેશાથી જ ઇન્ડસ્ટ્રીમાં ચર્ચામાં રહે છે. ભલે વાત તેમની અદાકારીની હોય કે પછી તેમની ફિટનેસની કે તેમની ફિલ્મોની હોય તે હંમેશા ચર્ચામાં રહે છે. સલમાન ખાન આ બધા સિવાય વધારે એક વાતને લઈને પણ ઘણીવાર ચર્ચામાં રહે છે અને તેના વિશે ચર્ચા રહેવી પણ વ્યાજબી છે. ૫૫ વર્ષની ઉંમરમાં પણ સલમાન ખાન કુંવારા છે અને ઘણીવાર તેમની સામે એવા સવાલો આવતા રહે છે કે તેમણે હજુ સુધી લગ્ન શા માટે કર્યા નથી, પરંતુ હજુ સુધી સલમાન ખાન પણ તેનો કોઇ સ્પષ્ટ જવાબ આપી શક્યા નથી.

સલમાન ખાન હજુ સુધી કુંવારા છે અને હજુ પણ એવું લાગી રહ્યું નથી કે તે લગ્નના બંધનમાં બંધાવા માંગે છે. જો કે એક સમય એવો હતો જ્યારે સલમાન ખાન દુલ્હા બનવા માટે તૈયાર હતાં. તેમના લગ્નના કાર્ડ પણ વેચાઈ ચૂક્યા હતાં. જોકે તે વિવાહના બંધનમાં બંધાઈ શક્યા નહી. તો ચાલો જાણી લઈએ આખરે એવું તે શું અને ક્યારે થયું અને આખરે તેમની દુલ્હન કોણ બનવાની હતી.

જણાવી દઈએ કે સલમાન ખાનના લગ્ન ૯૦નાં દશકની જાણીતી એક્ટ્રેસ રહી ચૂકેલી સંગીતા બિજલાની સાથે થવાના હતાં. બંને એટલા નજીક આવી ચૂક્યા હતાં કે બંને લગ્નના બંધનમાં બંધાવી જવા માટે તૈયાર હતાં. બધી જ તૈયારીઓ પણ થઈ ચૂકી હતી પરંતુ બંને એક થઈ શક્યા નહી. જો કે તમને જાણીને આશ્ચર્ય થશે કે આજે વર્ષો બાદ પણ આ બંને કલાકારો એકબીજાનાં ખૂબ જ સારા મિત્રો છે.

પોતાના ફિલ્મી કરિયર દરમિયાન સંગીતા બિજલાની ત્રિદેવ, હાતિમતાઈ અને તહકીકાત જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન મોહમ્મદ અઝરુદ્દીન સાથે સંગીતાએ વર્ષ ૧૯૯૬માં લગ્ન કર્યા હતાં પરંતુ તે પહેલા તે સલમાન ખાનની સાથે સાત ફેરા ફરવાની હતી.

બોલિવૂડમાં પ્રવેશ કરતાં પહેલાં જ સલમાન ખાન અને સંગીતા બિજલાની એકબીજાને જાણતા હતાં. જણાવવામાં આવે છે કે સલમાન અને સંગીતાએ વર્ષ ૧૯૮૬માં જ એકબીજાને ડેટ કરવાનું શરૂ કરી દીધું હતું અને તે એ સમય હતો જ્યારે બંનેનો કોઈ ફિલ્મી દુનિયાથી સબંધ નહોતો. જણાવવામાં આવે છે કે સંગીતાના લગ્ન થવા સુધી બન્નેની વચ્ચે પ્રેમ સંબંધ હતો.

એક સમય એવો પણ આવ્યો હતો જ્યારે બંને એકબીજાનાં થવા માટે તૈયાર હતાં. વાત લગ્ન સુધી પહોંચી ગઈ હતી અને બંનેના લગ્નનાં કાર્ડ પણ છપાઈ ચૂક્યાં હતાં. જોકે છેલ્લી ઘડીએ તેમણે લગ્ન કેન્સલ કરી દીધા. સલમાન ઘણીવાર ઇન્ટરવ્યૂમાં તેમની સાથે જોડાયેલ કિસ્સો શેર કરી ચૂક્યા છે અને તે પોતે જણાવી ચૂક્યા છે કે કાર્ડ છપાઈને ઘણી જગ્યાઓ પર વહેંચાય પણ ચૂક્યાં હતાં પરંતુ લગ્ન ના થઈ શક્યા.

જણાવવામાં આવે છે કે સલમાન ખાન અને એક્ટ્રેસ સોમી અલી પણ આ દરમિયાન એકબીજાની નજીક આવવા લાગ્યા હતાં. આ વાતની જાણ જ્યારે એક્ટ્રેસ સંગીતા બિજલાનીને થઈ તો તેમણે સલમાન ખાનની સાથે લગ્ન કરવા માટે મનાઈ કરી દીધી. તેની સાથે જ સલમાન ખાન અને સંગીતા બિજલાનીનાં પ્રેમનો અંત પણ થઈ ગયો, પરંતુ તેમ છતાં પણ હજુ પણ બંને કલાકારો એકબીજાના સારા મિત્રો છે.

સલમાન ખાનના વર્કફન્ટની વાત કરવામાં આવે તો આ વર્ષે તેમની એક પણ ફિલ્મ કોરોના અને લોકડાઉનનાં કારણે રિલીઝ થઈ શકી નથી. સલમાન ખાનની ફિલ્મ “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” આ વર્ષે રિલીઝ થનાર હતી. જોકે હવે આ ફિલ્મ નવા વર્ષમાં રિલીઝ થશે. જણાવી દઈએ કે ફિલ્મ ૨૦૨૧ માં ઈદના અવસર પર આવશે. આ ફિલ્મનું નિર્દેશન પ્રભુ દેવાએ કર્યું છે.

બીજી તરફ સલમાન ખાનની વધુ એક ફિલ્મનું એલાન થઈ ચૂક્યું છે. થોડા દિવસો પહેલાં જ ફિલ્મ “અંતિમ” થી સલમાન ખાનનો લુક સામે આવ્યો છે. સલમાન ખાન આ ફિલ્મમાં એક શીખ વ્યક્તિનાં પાત્રમાં જોવા મળશે. જાણકારી અનુસાર આ ફિલ્મમાં સલમાન ખાનનાં જીજા આયુષ શર્મા પણ નજર આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *