વજન ઓછું કરવા માટે પાણીની સાથે દરરોજ સેવન કરો આ ચમત્કારિક ચીજ, ૧ મહિનામાં ઓછું થઈ જશે વજન

Posted by

એક્સરસાઇઝ કરવાથી સ્થૂળતાને ઘટાડી શકાય છે અને એ જ કારણ છે કે જે લોકો સ્થૂળતાનો શિકાર થાય છે તેમને એક્સરસાઇઝ કરવાની સલાહ આપવામાં આવે છે. એટલું જ નહીં પાતળુ શરીર મેળવવા માટે એક્સરસાઇઝની સાથે સાથે ડાયટિંગ ઉપર પણ ખાસ ધ્યાન આપવું પડે છે. ડાયટિંગમાં ફક્ત લો-ફેટ ચીજોને જ સામેલ કરવાની હોય છે. જોકે એવા ઘણા લોકો છે જેમને એક્સરસાઇઝ કરવી પસંદ હોતી નથી. જો તમે પણ એવા લોકો માંથી એક છો, તો આ લેખ તમારે જરૂર વાંચવો જોઈએ. કારણ કે આજે અમે તમને વજન ઘટાડવા માટે એક સરળ ઘરેલુ નુસખો બતાવવા જઈ રહ્યા છે. આ નુસખાની મદદથી તમે એક મહિનામાં જ પોતાનું વજન ઓછું કરી શકશો.

હિંગ

હિંગને પાચન અને પેટ માટે ખુબ જ સારી માનવામાં આવે છે અને આયુર્વેદમાં હિંગને ખૂબ જ ગુણકારી પણ બતાવવામાં આવેલ છે. દરરોજ ભોજનમાં હીંગનો પ્રયોગ કરવાથી પેટની સમસ્યા થતી નથી અને કબજિયાત તથા ગેસ જેવા રોગોમાંથી પણ રક્ષણ મળે છે. તે સિવાય જે લોકો સવારે હિંગનું પાણી પીવે છે, તે લોકોને ચરબી ઓછી કરવામાં પણ ખૂબ જ મદદ મળે છે અને ઝડપથી વજન ઘટાડી શકાય છે.

આખરે શા માટે હિંગનું પાણી ફાયદાકારક?

મેટાબોલીઝમ ફેટ બર્ન કરવાનું કાર્ય કરે છે અને હિંગનું પાણી મેટાબોલિઝમને ઝડપ થી કામ કરવામાં મદદ કરે છે. જેના કારણે જે લોકો સવારે હિંગનું પાણી પીવે છે તેમની ફેટ ઝડપથી બર્ન થવા લાગે છે અને શરીરમાં વધારાની ચરબી જમા થતી નથી.

એક મહિનામાં થઈ જશે વજન ઓછું

જે લોકો નિયમિત રૂપથી હિંગનું પાણી પીવે છે એ લોકોનું વજન એક મહિનાની અંદર ઓછું થઈ જાય છે. એટલા માટે વજન ઓછું કરવાની ઈચ્છા રાખતા લોકોએ દરરોજ સવારે હિંગનું પાણી પીવું જોઈએ. વજનને ઓછું કરવાની સાથે-સાથે હિંગનું પાણી પીવાથી કોલેસ્ટરોલ સ્તર પણ શરીરમાં જળવાઈ રહે છે અને હાર્ટ એટેક, સ્ટ્રોક અને બ્લડપ્રેશર જેવી બીમારીઓથી રક્ષણ મળે છે.

કેવી રીતે બનાવશો હિંગનું પાણી?

હિંગનું પાણી તૈયાર કરવો ખુબ જ સરળ છે. હિંગનું પાણી બનાવવા માટે તમારે એક-બે ચપટી હિંગ અને પાણીની જરૂરિયાત રહેશે. એક ગ્લાસ પાણીને ગેસ પર ગરમ કરવા માટે રાખી દો અને જ્યારે પાણી થોડું હળવું ગરમ થઈ જાય તો ગેસ બંધ કરી દો. હવે એક ગ્લાસ લઈને તેની અંદર હિંગ અને ગરમ પાણી મિક્સ કરી દો. પાણીને યોગ્ય રીતે મિક્સ કરી લીધા બાદ હવે તમારું પાણી બંને તૈયાર થઈ ગયું છે.

ક્યારે પીવું હિંગનું પાણી

હિંગનું પાણી સવારના સમયે પીવું સૌથી ઉત્તમ માનવામાં આવે છે. તમે ભોજન કરતા ના થોડા સમય પહેલાં તેને પી શકો છો અથવા ખાલી પેટે પણ આ પાણીનું સેવન કરી શકો છો. જોકે તમારે તે વાતનો ધ્યાન રાખવાનું રહેશે કે પાણી પીધા બાદ તમારે ઓછામાં ઓછું ૧ કલાક સુધી કોઈ વસ્તુનું સેવન કરવાનું રહેશે નહીં. વળી જો તમને હિંગનું પાણી પસંદ નથી, તો તમે દહીંની સાથે પણ હિંગનું સેવન કરીને પોતાનું વજન ઓછું કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *