વજન ઓછું કરવામાં આ પાણીનો કોઈ મુકાબલો કરી શકતું નથી, વજન ઘટાડવાની સાથે જ આટલી ગંભીર બિમારીઓને પણ રાખે છે દુર

ફાઇબર અને એન્ટિ-ઓક્સિડેન્ટથી ભરપુર ગરમીની સિઝનમાં આ એક વસ્તુ શરીરને ઠંડુ કરવાની સાથે ઘણી બધી બિમારીઓથી પણ આપણને બચાવે છે. તે બીજું કઈ નહિ પરંતુ વરિયાળીનું પાણી છે. વરિયાળીનાં પાણીને ડાયટમાં સામેલ કરવાથી વજન પણ ઓછુ થાય છે અને એનર્જેટિક બનવા માટે વરિયાળીનું પાણી ખુબ જ કારગર પણ છે. તો ચાલો વરિયાળીનાં પાણીનાં એવા જબરદસ્ત ફાયદાઓ વિશે જાણી લઈએ. સાથે જ એ પણ જાણી લઈએ કે તેની બનાવવાની રીત શું છે.

ભરપુર ફાઈબર

વરિયાળીમાંથી ભરપુર ફાઇબર મળે છે, જે વજન ઘટાડવામાં પણ આપણી મદદ કરે છે. જો તમે પણ પોતાનું વજન ઘટાડવા માંગતા હોવ તો દરરોજ સવારે વળીયારીનું પાણી જરૂર પીવું જોઈએ.

વરિયાળી ડિટોક્સિફાયર છે

વરિયાળીનું પાણી ડિટોક્સીફાયરનાં રૂપમાં કામ કરે છે. વરિયાળીનું પાણી પીવાથી શરીરમાં રહેલાં ઝેરી પદાર્થો બહાર નીકળી જાય છે. જમી લીધા બાદ વરિયાળીનું પાણી પીવાથી ખોરાક સરળતાથી પચી જાય છે.

એન્ટિ-ઓક્સીડન્ટથી ભરપુ

વરિયાળીમાં એન્ટિ-ઓક્સિડન્ટની સાથે ઝિંક, સેલેનિયમ, ફોસ્ફરસ અને મેગ્નેશિયમ મળી આવે છે. આ પોષક તત્વો હોવાનાં કારણે વરિયાળી આપણા શરીરની ઇમ્યુનિટી સિસ્ટમને બુસ્ટ કરવાનું કામ કરે છે.

વરીયાળીનું પાણી પીવાનાં ફાયદા

  • વરીયાળીનું પાણી પીવાથી ઈન્સ્યુલિનનું લેવલ કંટ્રોલમાં રહે છે. સવાર-સવારમાં વરીયાળીનું પાણી પીવાથી બ્લડસુગર નિયંત્રિત રહે છે.
  • ફાઈબરથી ભરપુર હોવાનાં કારણે વરીયાળીનું પાણી વજન ઘટાડવામાં ખુબ જ મદદ કરે છે.
  • વરીયાળીનું પાણી પીવાથી શરીરમાં ગુડ કોલેસ્ટ્રોલ વધે છે અને બેડ કોલેસ્ટ્રોલ પર કંટ્રોલ કરે છે.
  • વરિયાળીનું પાણી પીવાથી ડાઇજેશન પણ સારું થાય છે.
  • વરિયાળીનું પાણી પીવાથી હૃદય સાથે જોડાયેલી બિમારીઓ દુર થઇ જાય છે.
  • વરિયાળી પેટને ઠંડુ રાખે છે એટલા માટે એસીડીટી અને કબજિયાતની સમસ્યામાંથી છુટકારો મળે છે.
  • વરિયાળીનું પાણી નિયમિત પીવાથી આંખોની રોશનીમાં વધારો થાય છે.

વી રીતે બનાવો વરિયાળીનું પાણી

  • લગભગ ૧ મોટી ચમચી વરીયાળી લો.
  • એક ગ્લાસ પાણીમાં તેને આખી રાત બોળી રાખો.
  • સવારે બોળેલી વરિયાળીને હાથથી સારી રીતે મસળી નાખો અને ગાળીને તેનું પાણી પી જાઓ.
  • તમે વરિયાળીનાં પાણીને ઉકાળીને પણ પી શકો છો.