વરિયાળીનું પાણી પીવાથી મળે છે આ ૫ ફાયદાઓ, પેટની સમસ્યાથી લઈને વજન ઘટાડવામાં થાય છે મદદગાર

વરિયાળી એક પ્રકારે મસાલો છે, જેનો ઉપયોગ ખાવામાં કરવામાં આવે છે. માઉથ ફ્રેશનર તરીકે પણ વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. વરિયાળી ચાવવાથી મોઢાની દુર્ગંધ દૂર તો થાય જ છે, સાથે જ તેના ઘણા પ્રકારના ફાયદાઓ પણ મળે છે. હકીકતમાં વરીયાળી ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. તમે જોયું હશે કે કોઈ રેસ્ટોરન્ટમાં ભોજન કર્યા બાદ વરિયાળી અને સાકર આપવામાં આવે છે. ભોજન કર્યા બાદ વરિયાળી ચાવવાથી ભોજન જલ્દી અને સારી રીતે પચે છે.

જોકે તે વાત અલગ છે કે વરિયાળીથી વધારે વરીયાળીના પાણીને ફાયદાકારક માનવામાં આવે છે. વરિયાળીના પાણીથી સ્વાસ્થ્યને ઘણા પ્રકારના લાભ પહોંચે છે. વરિયાળીનું પાણી પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર રાખે છે. આજની આ સ્ટોરીમાં અમે તમને વરીયાળીનાં પાણીનાં ફાયદા જણાવવા જઈ રહ્યા છીએ. સાથે જ તેને બનાવવાની રીત પણ અમે તમને જણાવીશું.

પેટની સમસ્યાઓમાંથી મળશે છુટકારો

વરિયાળીનાં પાણીમાં પોષક તત્વોની માત્રા ભરપૂર હોય છે. આ પાણીના સેવનથી અપચો, એસીડીટી અને પેટમાં ગેસની સમસ્યા દૂર થઈ જાય છે. ઉબકા અને ઉલ્ટી જેવું થવા પર વરિયાળીનું પાણી તમને રાહત આપી શકે છે. જો તમે હાલના દિવસોમાં પેટ સંબંધિત સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હોય તો નિયમિત રૂપથી વરિયાળીના પાણીનું સેવન શરૂ કરી દેવું જોઈએ. થોડા જ દિવસોમાં તમને ફાયદો જોવા મળશે.

વજન ઘટાડવામાં કરે છે મદદ

જો તમે પોતાનું વજન ઘટાડવા માંગતા હોય તો તમારે સવારે ઉઠીને ખાલી પેટ વરિયાળીનું પાણી પીવાની આદત પાડી દેવી જોઈએ. વરિયાળીનું પાણી પીવાથી શરીરનું મેટાબોલિઝમ વધે છે, જે ફેટને ખૂબ જ જલ્દી બર્ન કરવામાં મદદ કરે છે. તેના માટે તમે બે ચમચી વરીયાળીને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો અને સવારે તેના પાણીને ગાળીને તેનું સેવન કરો.

માસિક ધર્મના દુખાવામાં રાહત

દરેક ઉંમરની યુવતીઓ માસિક ધર્મના દુખાવામાંથી પસાર થતી હોય છે. અમુક યુવતીઓને તો આ દરમિયાન અસહ્ય દુખાવો સહન કરવો પડતો હોય છે. તેવામાં વરિયાળીનું પાણી મહિલાઓ માટે વરદાન સાબિત થઈ શકે છે. વરીયાળીનાં પાણીથી માસિક ધર્મમાં પેટમાં થતો દુખાવો અને ખેંચાણમાંથી રાહત મળે છે. માસિક ધર્મના સમયે થતી ઉલ્ટી અને ઉબકા જેવી સમસ્યાઓમાંથી પણ વરિયાળીનું પાણી રાહત આપે છે.

બ્લડસુગર કરે કન્ટ્રોલ

વરિયાળીનું પાણી બ્લડશુગર લેવલને પણ કન્ટ્રોલ કરે છે. બાંગ્લાદેશમાં એક અધ્યયન થયું હતું જેમાં જાણવા મળ્યું હતું કે જો વરિયાળીના પાણીની એક નિશ્ચિત માત્રા લેવામાં આવે તો તેનાથી બ્લડસુગરના સ્તરને ઓછું કરવામાં આવી શકે છે. જે ઘણીવાર મોંઘી દવાઓથી પણ થઇ શકતું નથી.

લોહી કરે સાફ

વરિયાળીનું પાણી મૂત્રવર્ધક માનવામાં આવે છે. તેમાં ફાઇબરની ભરપૂર માત્રામાં મળી આવે છે, જેના લીધે શરીરના ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે. શરીરની ગંદકી સાફ થવાના લીધે લોહી પણ સાફ થઈ જાય છે. તેના માટે તમારે બસ એક ચમચી વરીયાળીને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળવાની છે અને સવારે ઊઠીને આ પાણીને પીવાનું છે. તેનાથી થોડા જ દિવસોમાં તમને ફરક નજર આવવા લાગશે.