વર્ષ ૨૦૨૧ : દેવગુરુના ગોચરથી આ રાશિઓની ખુલી જશે કિસ્મત, તો આ રાશિઓની ખુશીઓ પર લાગશે ગ્રહણ

Posted by

દેવગુરુ બૃહસ્પતિ પોતાની નીચ રાશિ મકરની યાત્રા સમાપ્ત કરીને ૫ એપ્રિલ ૨૦૨૧ ની મધ્યરાત્રી કુંભ રાશિમાં ગોચર કરશે. બૃહસ્પતિ કુંભ રાશિમાં પાંચ મહિનાથી પણ વધારે સમય સુધી રહેશે. દેવગુરુ અહીંયા ૫ એપ્રિલથી ૧૩ સપ્ટેમ્બર સુધી રહેશે અને પુનઃ મકર રાશિમાં પ્રવેશ કરશે અને ૨૦ નવેમ્બર સુધી રહેશે. બૃહસ્પતિના ગોચરનો પ્રભાવ બધી જ રાશિના જાતકો પર પડશે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર બૃહસ્પતિ કાર્ય-વ્યવસાય, હાનિ-લાભ શાસન-સત્તા અને ન્યાયિક પ્રક્રિયાને પણ પ્રભાવિત કરનાર ગ્રહ છે, તેવામાં રાશિ પરિવર્તનથી તે બધા જ ક્ષેત્ર પ્રભાવિત થાય છે.

ગુરુને બ્રહ્મવિદ્યા અને જ્ઞાનના દાતા પણ કહેવામાં આવે છે. શાસ્ત્રોના અનુસાર તેમના અનંત જ્ઞાનને દ્રષ્ટિગત રાખતા ભગવાન શિવ તેમનાથી ખૂબ જ પ્રસન્ન થયા હતા અને તેમને બધા જ દેવી દેવતાઓના ગુરુ નામાંકિત કર્યા હતા. તે લગ્ન, સંતાન સુખ, શિક્ષા- પ્રતિયોગિતામાં સફળતા, ન્યાયિક પ્રક્રિયા, તીર્થસ્થાનો, પવિત્ર નદીઓ, ધાર્મિક સાહિત્યો, અધ્યાપકો, જ્યોતિષો, લેખકો, કલાકારો અને નાણાકીય સંસ્થાઓમાં કાર્યરત વ્યક્તિઓના કારક છે. જણાવી દઈએ કે ગુરુ, ધન અને મીન રાશિના સ્વામી ગ્રહ પણ છે.

કેવો રહે છે કુંડળી પર ગુરુનો પ્રભાવ

જન્મ કુંડળીમાં બીજા, પાંચમા, નવમા અને અગિયારમાં ભાવ માટે ગુરુ શુભફળકારક હોય છે. જે જાતકો પર ગુરુનો શુભ પ્રભાવ હોય છે. તે બળવાન, દયાળુ, અન્ય લોકોની મદદ કરવા વાળા, ધાર્મિક, માનવીય મૂલ્યોની સમજ રાખવાવાળા અને બુદ્ધિશાળી હોય છે. તે કોઈપણ પરિસ્થિતિઓમાં પણ પોતાને સારી રીતે ઢાળી લે છે અને પડકારોનો સામનો કરવાથી ગભરાતા નથી. સાથે જ આવા લોકો ક્રિએટીવ મગજનાં હોય છે. જેમના લીધે તેમને સમાજમાં વિશેષ સન્માન મળે છે. તો ચાલો જાણી લઈએ આખરે કુંભ રાશિમાં ગુરુના ગોચરનું ફળ અન્ય બધી રાશિના જાતકો માટે કેવું રહેશે.

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે બૃહસ્પતિનું કુંભ રાશિમાં ગોચર શુભ ફળદાયી રહેશે. આ રાશિના વિદ્યાર્થીઓને ગોચર કાળમાં ઇચ્છિત સફળતા મળી શકે છે. જે જાતકો પરણિત છે તે પોતાના સંતાનની જવાબદારીઓને ખૂબ જ સારી રીતે નિભાવશે. નવવિવાહિત લોકો માટે સંતાન પ્રાપ્તિના યોગ છે. વડીલો ગોચર કાળમાં તીર્થ યાત્રા પર જઈ શકે છે. ઘરમાં કોઈ માંગલિક કાર્યનો અવસર આવશે, જેના લીધે ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે.

વૃષભ રાશિ

આ રાશિના નોકરીયાત લોકો માટે ગુરુનું આ ગોચર શુભ સાબિત થશે. તમને નોકરીમાં પ્રગતિ અને આવકમાં વધારો થઇ શકે છે. સાથે જ કાર્યક્ષેત્રમાં કોઈ નવો પ્રોજેક્ટ તમને મળી શકે છે, જેમાં તમે પોતાના બોસની આશાઓ પર ખરા ઉતરશો. જે જાતકો વ્યવસાયના ક્ષેત્રમાં સક્રિય છે, તેમના માટે આવકના નવા સ્રોતો ખુલશે. જો કોઈ જમીન સંપત્તિના મામલામાં ફસાયેલા હોય તો આવા મામલાઓનો ખૂબ જ જલ્દી ઉકેલ આવી શકે છે. સામાજિક કાર્યોમાં ખર્ચ કરશો, જેના લીધે સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો ગોચર કાળમાં ધર્મ-કર્મનાં કાર્યોમાં રુચિ લેશે. આવનારા દિવસોમાં તમે વિચારેલી બધી જ રણનીતિઓ કારગર સિદ્ધ સાબિત થશે. પોતાના ભાઈ-બહેનોમાં અસહમતિ અને અવિશ્વાસનું વાતાવરણ બનવા દેવું નહિ. આ રાશિના જે જાતકો વિદેશ જવાની ઇચ્છા રાખે છે. ગોચર કાળમાં તેમની આ બધી જ ઇચ્છાઓ પૂરી થઈ શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલી શકે છે, જેના લીધે તમારી આર્થિક સ્થિતિ મજબૂત થશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકોએ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે વધારે રહેવાની જરૂરિયાત રહેશે નહિતર કોઈ મોટી બીમારી ની ચપેટમાં આવી શકો છો બિઝનેસના ક્ષેત્રમાં સક્રિય લોકો એ થોડી સફળતા પ્રાપ્ત થશે પરંતુ આકસ્મિક ધન લાભના યોગ છે. નોકરિયાત જાતકોને ગોચર કાળમાં સારા સમાચાર મળી શકે છે. તમારી પ્રગતિ અને આવકમાં વધારો થશે. કોઈ તીર્થ યાત્રા પર જઈ શકો છો, સાથે જ સામાજિક કાર્યોમાં ભાગ લેશો.

સિંહ રાશિ

તમારા ઘરમાં માંગલિક કાર્યોનો અવસર આવશે. લગ્ન સંબંધિત વાતચીત આગળ વધશે અને વર્ષના અંત સુધીમાં લગ્ન થવાના પણ યોગ છે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યોની પ્રશંસા થશે અને તમારા પ્રભાવમાં વધારો થશે. ઉચ્ચ અધિકારીઓ સાથે સંબંધમાં કડવાહટ આવવા દેશો નહી, નહીંતર તમારે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સતર્ક રહેવું, નહીતર કોઈ બીમારીની ઝપટમાં આવશો તો ખર્ચાઓમાં વધારો થઇ શકે છે.

કન્યા રાશિ

ગોચર કાળ દરમિયાન તમારે પોતાના ગુપ્ત શત્રુઓથી બચીને રહેવું પડશે નહીંતર તમને કોઈ મોટું નુકસાન થઈ શકે છે. જો કોર્ટ કચેરીના મામલાઓમાં ફસાયેલા હોય તો તેમનો જલ્દી ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા. ગોચર કાળમાં ભાગદોડ વધારે રહેશે, જેના લીધે તમને શારીરિક સાથે-સાથે માનસિક તણાવનો પણ સામનો કરવો પડી શકે છે. લગ્નમાં બજેટથી વધારે ખર્ચાઓ થવાના કારણે તમારે આર્થિક તંગીમાંથી પસાર થવું પડી શકે છે. જો વિદેશમાં અભ્યાસ કે નોકરી કરવા માંગતા હોય કે વિદેશની નાગરિકતા લેવા માંગતા હોય તો તમારા માટે તે શુભ અવસર છે.

તુલા રાશિ

તમને આ સમય દરમિયાન દરેક તરફથી સફળતાના અવસર પ્રાપ્ત થશે. જો તમે સિંગલ છો અને પાર્ટનરની શોધ કરી રહ્યા છો તો તમને તેમાં પણ સફળતા મળશે. આવકના નવા નવા સાધનો પ્રાપ્ત થશે. જો તમે વ્યવસાયમાં છો તો તમને પરિવારના વડીલ લોકો તરફથી સહાયતા મળશે. આ દરમિયાન સંતાન સંબંધીત ચિંતાઓથી પણ તમને મુક્તિ મળી શકે છે. નોકરીમાં પ્રગતિ થવાના પણ યોગ બની રહ્યા છે.

વૃશ્ચિક રાશિ

ગુરુનું કુંભ રાશિમાં ગોચર તમારા માટે શુભ ફળદાયી રહેશે નહી. પરિવારના લોકોની સાથે મતભેદ થઈ શકે છે, જેના લીધે તમારી માનસિક સ્થિતિ પ્રભાવિત થશે. નોકરીમાં તમને નવા અવસર પ્રાપ્ત થશે પરંતુ તમારી બેદરકારીના લીધે તે તમારા હાથમાંથી નીકળી શકે છે. જો તમે પ્રમોશન મેળવવા માંગતા હોય કે એક સ્થાનેથી બીજા સ્થાને જવાની ઇચ્છા રાખતા હોય તો તમારા બધા જ પ્રયાસો સફળ રહેશે. પૈતૃક સંપત્તિથી તમને લાભ મળી શકે છે. પૌષ્ટિક સુખ-સુવિધાઓ અને વાહન ખરીદવામાં પૈસાઓ ખર્ચ થઈ શકે છે.

ધન રાશિ

ગોચર કાળ દરમિયાન તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. જે વિદ્યાર્થીઓ પ્રતિયોગી પરીક્ષાઓની તૈયારી કરી રહ્યા છે, તેમને સફળતા મળવાના યોગ છે. ગોચર કાળ દરમિયાન ધર્મ અને આધ્યાત્મમાં તમે રુચિ લેશો. તમે કોઈ તીર્થ યાત્રા પર પણ જઈ શકો છો. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે, સાથે જ સંતાન સંબંધિત બધી જ ચિંતાઓ દૂર થશે. કંપનીમાં નોકરી મળવાની પણ સંભાવના રહેલી છે.

મકર રાશિ

ગુરુ તમારી રાશિમાંથી જ કુંભ રાશિમાં ગોચર કરશે તેવામાં તમારા માટે આવકના નવા સ્ત્રોત ખુલશે અને આર્થિક સ્થિતિ મજબૂત થશે. કોઈ મોંઘી વસ્તુઓની ખરીદી કરી શકો છો. જમીન સંપત્તિના મામલાઓનો પણ ઉકેલ આવશે. ગોચર કાળ દરમિયાન તમારા દ્વારા લેવામાં આવેલા નિર્ણયોની પ્રશંસા થશે. તમારા ગુપ્ત શત્રુઓ તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે, તેનાથી બચીને રહેવું. પોતાના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવું. જીવનસાથી સાથે અમુક વિષયો પર મતભેદ થઈ શકે છે, તેમને પરસ્પર જ હલ કરવા.

કુંભ રાશિ

બૃહસ્પતિનું ગોચર મકરથી કુંભ રાશિમાં થશે, તેવામાં કુંભ રાશિના જાતકો માટે તે શુભ ફળદાયી રહેશે નહી. જો તમે લગ્ન કરવા ઈચ્છતા હોય તો અમુક અડચણો આવી શકે છે. સાથે જ વ્યવસાયના ક્ષેત્રમાં પણ અમુક અડચણોનો સામનો કરવો પડશે. વિદ્યાર્થીઓને સારી સફળતા મળવાના યોગ બની રહ્યા છે. પરિણીત જાતકો સંતાન સંબંધીત ચિંતાઓથી મુક્ત થશે. તમારા સામાજિક માન-સન્માનમાં વધારો થશે.

મીન રાશિ

તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે, સાથે જ તમારે આવકથી વધારે ખર્ચાઓનો સામનો પણ કરવો પડી શકે છે. બારમા બૃહસ્પતિનું ગોચર પ્રભાવ, અશાંતિ અને મૂંઝવણ ઉત્પન્ન કરશે. સ્વાસ્થ્યના પ્રત્યે સતર્ક રહેવું અને પૈસાની લેવડ-દેવડનાં મામલાઓમાં પણ સાવધાન રહેવાની આવશ્યકતા રહેશે. સાથે જ કોર્ટ-કચેરીના મામલાઓનો જલ્દી ઉકેલ લાવશો તો સારું રહેશે.

ગુરુને પ્રસન્ન કરવાના સરળ ઉપાયો

  • જો બૃહસ્પતિનું ગોચર તમારી રાશિ માટે અશુભ છે તો તમારે બૃહસ્પતિને ખુશ કરવાના અમુક ઉપાયોનાં વિશે જરૂર જાણવું જોઈએ. તો ચાલો જાણી લઈએ આખરે ક્યાં છે તે ઉપાયો.
  • જો ગોચર બૃહસ્પતિ અશુભ છે તો તમારે ગરીબ અને જરૂરીયાતમંદ વિદ્યાર્થીઓની મદદ જરૂર કરવી જોઈએ.
  • મહિલાઓ ગુરુવારના દિવસે બૃહસ્પતિનું વ્રત રાખી શકે છે.
  • બૃહસ્પતિના રાશિ પરિવર્તનના અશુભ પ્રભાવથી બચવા માટે બૃહસ્પતિ ગાયત્રી મંત્રનો જાપ કરવો પણ શુભ છે. બૃહસ્પતિ ગાયત્રી મંત્ર નીચે પ્રમાણે છે.
  • ॐ अंगिरो जाताय विद्महे वाचस्पतये धीमहि तन्नो गुरूः प्रचोदयात्।

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *