વર્ષ ૨૦૨૧ માં આ હસ્તીઓના ઘરે ગુંજશે કિલકારીઓ, બની જશે મમ્મી – પાપા

Posted by

વર્ષ ૨૦૨૧ ની શરૂઆત થઇ ચૂકી છે. તમામ લોકોએ આ નવા વર્ષનું સ્વાગત ખૂબ જ ધામધૂમથી કર્યું છે. લોકો માટે પાછલું વર્ષ ૨૦૨૦ ખૂબ જ મુશ્કેલીઓથી ભરેલું રહ્યું છે. તેવામાં વર્ષ ૨૦૨૧ માં બધું જ ઠીક થઈ જવાની આશામાં લોકોએ નવા વર્ષનું સ્વાગત ભવ્ય રીતે કર્યું છે. વળી અમુક સેલેબ્સના ઘરે આ વર્ષે બાળકોની કિલકારી ગૂંજી શકે છે. આ વર્ષે સિનેમાથી લઈને ટીવી જગતની ઘણી એવી અભિનેત્રીઓ છે, જે પોતાના બાળકને જન્મ આપશે. તો ચાલો જાણી લઈએ આખરે આ લિસ્ટમાં કોણ કોણ સામેલ છે.

કરીના કપૂર અને સૈફ અલી ખાન

કરીના કપૂર પણ ખૂબ જ જલ્દી પોતાના બીજા બાળકને જન્મ આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં કે માર્ચના પહેલા સપ્તાહમાં કરીનાની ડિલિવરી થઈ શકે છે. જણાવી દઈએ કે પાછલા વર્ષના ઓગસ્ટ મહિનામાં કરિના અને સૈફએ પોતાના ફેન્સને આ ગુડ ન્યુઝ આપ્યા હતાં. આ પહેલા કરીનાએ વર્ષ ૨૦૧૬માં દિકરા તેમુરને જન્મ આપ્યો હતો. હવે ખૂબ જ જલ્દી સૈફ અને કરીનાના ઘરે બીજા બાળકની કિલકારી ગુંજશે. તમને જણાવી દઈએ કે કરીના જ્યાં બીજા બાળકની માં બનશે તો વળી સૈફ ચોથા બાળકના પિતા બનવા જઈ રહ્યા છે. કારણકે તેમની પહેલી પત્નિ અમૃતાથી પણ તેમને બે બાળકો સારા અને ઇબ્રાહીમ છે.

અનિતા હસનંદાની અને રોહિત રેડ્ડી

ટીવીની દુનિયાનાં સૌથી મશહૂર અદાકારોમાંથી એક અનિતા હસનંદાની પણ ખૂબ જ જલ્દી માં બનશે. તેને લઈને અનિતા અને તેમના પતિ રોહિત રેડ્ડી ખૂબ જ ઉત્સાહિત નજર આવી રહ્યા છે. અનિતા ઘણીવાર પોતાના બેબી બંપની તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. જણાવી દઈએ કે પાછલા ઓક્ટોબર મહિનામાં તેમની પ્રેગ્નેન્સીની ખબરોએ ફેન્સને ચોંકાવી દીધા હતા.

સાગરિકા ઘાટગે અને ઝહિરખાન

બોલિવૂડ એક્ટ્રેસ સાગરિકા ઘાટગે અને ઝહીર ખાનની ઘરે પણ ખૂબ જ જલ્દી બાળકની કિલકારી ગુંજશે. સાગરિકા ઘાટગે માં બનશે. જોકે ઝહીર સાથે લગ્ન કર્યા બાદ સાગરિકા ફિલ્મો અને લાઈમલાઈટથી ખૂબ જ દૂર રહે છે. વળી પોતાની પર્સનલ લાઇફના વિશે પણ તે કંઈપણ શેર કરવાનું પસંદ કરતી નથી. તેવામાં ઝહીર અને સાગરિકાએ તે વાતની પુષ્ટિ કરી નથી કે તે માતા-પિતા બનવા જઈ રહ્યા છે. જોકે સૂત્રો જણાવે છે કે સાગરિકા હાલના દિવસોમાં પ્રેગનેન્ટ છે અને ખૂબ જ જલ્દી માં બનશે.

નકુલ મહેતા અને જાનકી પારેખ

“પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા” અને “ઈશ્કબાજ” જેવી સીરિયલમાં કામ કર્યા બાદ ઘર-ઘરમાં મહશુર થયેલા નકુલ મહેતા પણ વર્ષ ૨૦૨૧ માં પાપા બની જશે. તેમની પત્નિ જાનકી પારેખ ખૂબ જ જલ્દી પોતાના પહેલા બાળકને જન્મ આપશે. જણાવી દઈએ કે નકુલ અને જાનકીના લગ્ન વર્ષ ૨૦૧૨માં થયા હતાં અને હવે ૮ વર્ષ પછી બંનેના ઘરે બાળકની કિલકારી ગુંજશે. તેને લઈને નકુલ અને જાનકી ખૂબ જ ઉત્સાહિત છે. વળી તેમના ફેન્સ પણ આ કપલને ખૂબ જ અભિનંદન પાઠવી રહ્યા છે.

મોહિત મલિક અને અદિતિ શિરવાઇકર

ટીવીની દુનિયામાં જાણીતા અભિનેતા મોહિત મલિક પણ વર્ષ ૨૦૨૧માં પાપા બની જશે. તેમની પત્નિ અદિતી ખૂબ જ જલ્દી એક બાળકને જન્મ આપશે. જણાવવામાં આવી રહ્યું છે કે અદિતિ મે મહિનામાં બાળકને જન્મ આપશે. જણાવી દઈએ કે મોહીત અને અદિતિનાં લગ્ન વર્ષ ૨૦૧૦માં થયા હતાં અને હવે ૧૦ વર્ષ પછી તેમના ઘરે એક નવા મહેમાનના સ્વાગતની તૈયારીઓ ચાલી રહી છે. તેમને લઈને મોહિત અને અદિતિ બંનેમાં ઉત્સુકતા જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *