શનિદેવની સાડાસાતી અને ઢૈય્યાથી દરેક લોકો ગભરાય છે. હકીકતમાં જ્યારે શનિ ગ્રહ કોઈ વ્યક્તિની જન્મરાશિમાં દ્વાદશ અથવા પ્રથમ કે દ્વિતીય સ્થાનમાં હોય તો તે પરિસ્થિતિને શનિની સાડાસાતી કહેવામાં આવે છે. આ સ્થિતિમાં જાતક ઉપર માનસિક પીડા, શારીરિક કષ્ટ, કલેશ, વધારે ખર્ચાઓ જેવી સમસ્યાઓ હુમલો કરે છે. વળી શનિ જ્યારે ગોચર દરમિયાન રાશિમાંથી ચોથા કે આઠમા ભાવમાં હોય છે તો તેને શનીની ઢૈય્યા કહેવામાં આવે છે.
મહત્વપૂર્ણ છે કે શની ૨૦૨૦ જાન્યુઆરીથી જ મકર રાશિમાં છે. આ વર્ષે તે પોતાની સ્થિતિ બદલી રહ્યા નથી. તેવામાં વર્ષ ૨૦૨૧માં અમુક વિશેષ રાશિઓને શનિની સાડાસાતી અને ઢૈય્યાનો સામનો કરવો પડી શકે છે. જણાવી દઈએ કે સાડાસાતી લગભગ સાડા સાત વર્ષ જ્યારે ઢૈય્યા અઢી વર્ષ ચાલે છે. વળી શનિની મહાદશા ૧૯ વર્ષની હોય છે. પ્રત્યેક વ્યક્તિના જીવનમાં દર ૩૦ વર્ષમાં સાડાસાતી અને ઢૈય્યા જરૂર આવે છે.
જોકે શની પોતાની રાશિ મકરમાં વિદ્યમાન છે. તેવામાં વર્ષ ૨૦૨૧માં ધન, મકર અને કુંભ રાશિના જાતકો પર શનિની સાડાસાતી જળવાઈ રહેશે. ધન રાશિ માટે આ સાડાસાતી પગની તરફ એટલે કે ઉતરતી રહેશે. તેનું કારણ એ છે કે શની આ રાશિથી આગળની રાશિ મકરમાં સંચાર કરી રહ્યા છે. બીજી તરફ મકર રાશિ વાળા લોકોની સાડાસાતી દિલ પર એટલે કે ચડતી અને મધ્ય અવસ્થામાં રહેશે. કુંભ રાશિની વાત કરવામાં આવે તો શનિની સાડાસાતી માથા પર ચડતી એટલે કે પ્રારંભિક અવસ્થામાં હશે. તેના સિવાય મિથુન અને તુલા રાશિ પર પણ શનિની ઢૈય્યા માનવામાં આવી રહી છે. જણાવી દઈએ કે સાડાસાતી અને ઢૈય્યાનું ફળ એક જેવું જ હોય છે.
શનિની સાડાસાતી અને ઢૈય્યાના પ્રભાવને ઓછો કરવા માટે તમે અમુક ઉપાયો અજમાવી શકો છો. જેમ કે દર શનિવારે શનિ મંત્ર ऊं प्रां प्रीं प्रौं स: शनैश्चराय नम: નો જાપ કરવો. તમારે તેમની ઓછામાં ઓછી ત્રણ માળા જરૂર કરવાની રહેશે. તેના સિવાય नम: कृष्णाय नीलाय शितिकण्ठनिभाय च। नम: कालाग्निरुपाय कृतान्ताय च चै नम: શની સ્ત્રોતનો પાઠ પણ કરવો.
તેના સિવાય શનિવારના દિવસે સુંદરકાંડનો પાઠ કરવાથી પણ શનિનો ખરાબ પ્રભાવ દૂર થઈ જાય છે. શનિની દશામાંથી જલ્દી રાહત મેળવવા માટે શનિવારનાં દિવસે સાંજના સમયે સ્ટીલના વાટકામાં સરસોનાં તેલનો દિવો પ્રગટાવવાથી પણ લાભ મળે છે.