વર્ષ ૨૦૨૧માં આ ૩ રાશિઓ પર રહેશે શનિની સાડાસાતી, જાણો તમારી રાશિ પર શું પડશે પ્રભાવ

થોડા જ દિવસો પછી નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે. વર્ષ ૨૦૨૦ ખૂબ જ ખરાબ વર્ષ રહ્યું છે અને તેવામાં લોકોને આશા છે કે વર્ષ ૨૦૨૧ સારું સાબિત થશે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર વર્ષ ૨૦૨૧ ઘણા બધા ગ્રહોની સ્થિતિ બદલવા જઈ રહ્યું છે, જેની સીધી અસર દરેક રાશિ પર પડશે. શનિનું રાશિ પરિવર્તન થનાર છે, જેના લીધે ઘણા લોકોના જીવન પર પ્રભાવ પડી શકે છે. શનિદેવ હવે પછીના અઢી વર્ષ સુધી ધન રાશિને છોડીને મકર રાશિમાં રહેશે. આ રાશિમાં શનિ વર્ષ ૨૦૨૨ સુધી રહેશે.

શનિદેવ વર્ષ ૨૦૨૧માં સ્વરાશિ એટલે કે મકર રાશિમાં ગોચર કરતા રહેશે. વર્ષ ૨૦૨૧માં શનિદેવ રાશિ પરિવર્તનની જગ્યાએ નક્ષત્ર પરિવર્તન કરશે. જેના લીધે વર્ષ ૨૦૨૧ માં ધન, મકર અને કુંભ રાશિ પર શનિની સાડાસાતી રહેશે. તેવામાં આ ૩ રાશિનાં જાતકોએ સંભાળીને રહેવાની જરૂરિયાત રહેશે, જ્યારે વર્ષ ૨૦૨૧ મિથુન અને તુલા રાશિ પર શનિની ઢૈયા રહેશે.

જાણો વર્ષ ૨૦૨૧માં દરેક રાશિઓ પર કેવી રહેશે શનિ ગ્રહની અસર

  • મેષ રાશિનાં જાતકોને શનીનાં નક્ષત્ર પરિવર્તનથી સામાન્ય પરિણામ પ્રાપ્ત થશે.
  • વૃષભ રાશિનાં જાતકોની વર્ષ ૨૦૨૧માં આર્થિક સ્થિતિ મજબૂત થશે અને શુભ સમાચાર પ્રાપ્ત થશે.
  • મિથુન રાશિનાં જાતકોને વર્ષ ૨૦૨૧માં સંઘર્ષ કર્યા બાદ જ સફળતા પ્રાપ્ત થશે. તણાવમાં વધારો થઇ શકે છે. આ રાશિમાં શનિની ઢૈયા રહેવાની છે.
  • કર્ક રાશિનાં જાતકોને વ્યવસાયમાં ફાયદો મળશે અને દરેક લોકો પાસેથી સહયોગ પ્રાપ્ત થશે.

  • સિંહ રાશિનાં જાતકોના સ્વાસ્થ્ય પર થોડો ખરાબ પ્રભાવ પડી શકે છે, તેથી સંભાળીને રહેવું.
  • કન્યા રાશિનાં જાતકોને શનિ ગોચરથી ધન લાભ થશે અને આર્થિક સ્થિતિ સારી રહેશે.
  • તુલા રાશિનાં જાતકોનાં માન-સન્માનમાં વધારો થશે. આવકમાં વધારો થશે. શનિનાં ગોચરનું શુભ ફળ પ્રાપ્ત થશે.
  • વૃશ્ચિક રાશિનાં જાતકોનાં રોકાયેલા તમામ કામ પૂરા થઈ જશે. આવકમાં વધારો થશે.

  • ધન રાશિનાં જાતકોને લાભ મળશે અને ભાગ્યનો સાથ પણ મળશે.
  • મકર રાશિનાં જાતકોને પૈતૃક સંપત્તિથી લાભ મળી શકે છે. પરિવાર તરફથી પણ શુભ સમાચાર સાંભળવા મળશે.
  • કુંભ રાશિનાં જાતકોને ખર્ચાઓમાં વધારો થઇ શકે છે અને દૂરની યાત્રા કરવી પડી શકે છે.
  • મીન રાશિનાં જાતકોને ધન લાભ થશે, સાથે જ શુભ યાત્રા કરવાના યોગ પણ બની રહ્યા છે.