વર્ષ ૨૦૨૧ માં ધમાલ મચાવવા આવી રહી છે આ ફિલ્મો, અક્ષય-અજય-સલમાનની રહેશે બોલબાલા

Posted by

આ વર્ષે કોરોના અને લોકડાઉનનાં લીધે હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પણ કરોડો ફિલ્મોનું નુકસાન થયું છે. ઘણી મોટી ફિલ્મો આ વર્ષે રિલીઝ થઈ શકી નથી. તેવામાં ફેન્સને ૨૦૨૧ પાસેથી ઘણી આશાઓ રહેલી છે. વર્ષ ૨૦૨૧ માં અક્ષય કુમાર, સલમાન ખાન, અજય દેવગન જેવા ઘણા સિતારાઓની પ્રતિષ્ઠિત ફિલ્મો આવવાની છે. ફેન્સ આ સિતારાઓની ફિલ્મોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણી લઈએ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થવા વાળી ૫ બહુચર્ચિત અને મોટી ફિલ્મોનાં વિશે.

સૂર્યવંશી

અક્ષય કુમારની આ ફિલ્મની દર્શકો લાંબા સમયથી રાહ જોઇ રહ્યા છે. આ ફિલ્મનું ટ્રેલર માર્ચ ૨૦૨૦ માં રિલીઝ થઈ ચૂક્યું છે અને તેમને દર્શકો તરફથી ભરપૂર પ્રેમ મળ્યો છે. ખૂબ જ જલ્દી ફિલ્મ પણ રિલીઝ થનાર હતી પરંતુ કોરોના અને લોકડાઉનનાં કારણે તે સંભવ થઇ શક્યું નહી. હવે ૨૦૨૧માં અભિનેતા અક્ષય કુમારની આ ફિલ્મ પોતાનો જલવો બતાવશે. જણાવી દઈએ કે ફિલ્મમાં અક્ષયની સાથે શ્રેષ્ઠ એક્ટ્રેસ કેટરીના કૈફ પણ નજર આવશે, જ્યારે અભિનેતા અજય દેવગન અને રણવીર સિંહનો પણ સૂર્યવંશીમાં નાનો પરંતુ શાનદાર રોલ હશે. આ ફિલ્મનું નિર્દેશન રોહિત શેટ્ટીએ કર્યું છે.

લાલસિંહ ચઢ્ઢા

દમદાર અભિનેતા આમિર ખાન દર વર્ષે એક ફિલ્મ લઈને જરૂર આવે છે, પરંતુ આ વર્ષે કોરોનાનાં લીધે આમિર ખાનની એક પણ ફિલ્મ રિલીઝ થઈ શકી નહી. લાલસિંહ ચઢ્ઢા આ વર્ષે ક્રિસમસના અવસર પર રિલીઝ થનાર હતી પરંતુ કોરોના અને લોકડાઉનનાં કારણે ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ શક્યું નહી. તેવામાં હવે તેને ૨૦૨૧માં ક્રિસમીસનાં અવસર પર રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આમિર ખાનની સાથે ફિલ્મ લાલસિંહ ચઢ્ઢામાં અભિનેત્રી કરિના કપૂર ખાન મહત્વનાં રોલમાં જોવા મળશે. પાછલા દિવસોમાં બંને કલાકારોએ આ ફિલ્મનું શૂટિંગ પૂરું કરી લીધું છે.

રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ

સલમાન ખાનની આ ખૂબ જ બહુપ્રતિષ્ઠિત અને બહુપ્રતિક્ષિત ફિલ્મ જણાવવામાં આવી રહી છે. સલમાન ખાન “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” ફિલ્મમાં દમદાર કિરદારમાં નજર આવશે. તેમના ફેન્સ આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જણાવી દઈએ કે કોરોનાનાં કારણે સલમાનની પણ આ વર્ષે કોઈ ફિલ્મ રિલીઝ થઇ શકી નથી. ફિલ્મ “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ ભાઈ” આ વર્ષે ઈદના અવસર પર રિલીઝ થનાર હતી પરંતુ તે સંભવ થઇ શક્યું નહી. હવે અભિનેતા સલમાન ખાનની આ ફિલ્મ ૨૦૨૧માં ઈદના અવસર પર પ્રદર્શિત થશે. આ ફિલ્મમાં મહત્વનાં રોલમાં અભિનેત્રી દિશા પટણી, અભિનેતા રણદીપ હુડા અને જેકી શ્રોફ પણ નજર આવશે.

મેદાન

કોરોનાનાં કારણે શાનદાર અભિનેતા અજય દેવગણ પણ આ વર્ષે ફિલ્મી પડદા પર જોવા મળ્યા નથી. તેવામાં હવે આવતા વર્ષે ફેન્સ તેમને સિનેમાઘરોમાં જોવા માંગે છે. ફિલ્મ “મેદાન” ના પોસ્ટર્સએ અજયના કરોડો ફેન્સની વચ્ચે ઉત્સુકતા પેદા કરી દીધી છે. અનિમ શર્માના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મ ઇન્ડિયન નેશનલ ફૂટબોલ ટીમના કોચ અને મેનેજર શહીદ અબ્દુલ રહીમની બાયોપિક છે, જે ૨૦૨૧માં રિલીઝ થશે.

૮૩

હિન્દી સિનેમાનાં ઉભરતા અભિનેતા રણવીર સિંહની આ ફિલ્મની પણ દર્શકો ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૯ થી જ ચર્ચામાં રહેલી છે. ફિલ્મ આ વર્ષે એપ્રિલમાં રિલીઝ થવાની હતી. ફિલ્મ માટે જરૂરી બધી જ ચીજો પૂરી પણ થઇ ચૂકી હતી, જોકે તે પહેલા જ દેશમાં લોકડાઉન લગાવી દેવામાં આવ્યું હતું અને આ ફિલ્મ અટકી ગઈ. આશા રાખવામાં આવી રહી છે કે હવે તેને ૨૦૨૧ માં રિલીઝ કરવામાં આવશે. જણાવી દઈએ કે ફિલ્મ “૮૩” ભારતીય ક્રિકેટ ટીમ દ્વારા વર્ષ ૧૯૮૩માં જીતવામાં આવેલ પોતાના પહેલાં ક્રિકેટ વર્લ્ડકપ પર આધારિત છે. રણવીર સિંહ ભારતના દિગ્ગજ કપ્તાન કપિલદેવની ભૂમિકામાં નજર આવશે જ્યારે કપિલ દેવની પત્નિનું પાત્ર રણવીર સિંહની પત્નિ અને શ્રેષ્ઠ એક્ટ્રેસ દિપીકા પાદુકોણ નિભાવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *