વર્ષ ૨૦૨૧માં પણ રડાવી શકે છે સોનુ, ૬૩,૦૦૦ રૂપિયા સુધી પહોંચી શકે છે સોનાનો ભાવ

કોરોના મહામારીનાં બાદથી જ સોનાનાં ભાવમાં એકદમથી ઉછાળો આવ્યો છે અને સોનાનો ભાવ આ વર્ષે ૫૦ હજાર રૂપિયાની પાર પહોંચી ગયો છે. કોરોના મહામારી બાદથી જ સોનાનો ભાવ નીચે આવવાનું નામ લઇ રહ્યો નથી. વળી એક અનુમાનના અનુસાર આવનાર નવા વર્ષમાં સોનાનો ભાવ ૬૦ હજારને પણ પાર કરી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં સોનાનો ભાવ ૬૩ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ શકે છે. જોકે હાલમાં તો સોનાનો ભાવ ૫૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર છે. હાલના સમયમાં સોનું ઉચ્ચતમ સ્તરથી લગભગ ૬ હજાર રૂપિયા સસ્તુ છે.

Commtrendz Risk Management Servives ના CEO જ્ઞાનશેખર ત્યાગારંજનનાં અનુસાર વર્ષની શરૂઆત ૩૯૧૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સોનાના ભાવથી થઈ હતી. કોરોના મહામારીના કારણે થોડો ઝટકો લાગ્યો અને તે ૩૮,૪૦૦ રૂપિયા પર આવી ગયો હતો, પરંતુ અહીંયાથી કિંમત સતત વધતી રહી અને આજે સોનાનો ભાવ ૫૬,૧૯૧ રૂપિયા સુધી પહોંચી ગયો છે.

વળી આવનારા સમયમાં પણ સોનું મજબૂત રહેશે. ત્યાગા રંજનએ જણાવ્યું હતું કે અમે આશા રાખીએ છીએ કે સોનાની કિંમત વર્ષ ૨૦૨૧માં ૬૦ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ સુધી જઈ શકે છે. HDFC સિક્યોરિટીઝના સિનિયર એનાલિસ્ટ (Commodities) તપન પટેલ એ આ વિષયમાં જણાવ્યું કે નવા વર્ષમાં સોનાના ભાવમાં વધારે તેજી જોવા મળી શકે છે. વર્ષ ૨૦૨૧માં સોનાનો ભાવ ૬૩ હજાર રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ થઈ શકે છે.

આ કારણથી વધ્યા છે ભાવ

હકીકતમાં કોરોના વાયરસનાં કારણે સોનાના ભાવમાં ઉછાળો આવી રહ્યો છે અને આવનારા સમયમાં પણ સોનાના ભાવમાં ઘટાડો જોવા મળશે નહી. વર્ષ ૨૦૧૯ માં સોનાનો ભાવ ૨૯ હજારની આસપાસ હતો પરંતુ વર્ષ ૨૦૨૦માં સોનાના ભાવમાં એકદમ ઉછાળો આવ્યો અને તેનો ભાવ ૩૯ હજારની પાર પહોંચી ગયો. વળી માર્ચ ૨૦૨૦ બાદ સોનાનો ભાવ ૫૦ હજારની ઉપર છે અને ઓછું થવાનું નામ લઇ રહ્યો નથી. વળી હવે કહેવામાં આવી રહ્યું છે કે વર્ષ ૨૦૨૧માં સોનાનો ભાવ ૬૩ હજાર પ્રતિ ગ્રામ પહોંચી શકે છે, એટલે કે આવનારા સમયમાં સોનુ વધારે મજબૂત થશે અને સામાન્ય લોકોની પહોંચથી દૂર જતું નજર આવી રહ્યું છે.