વર્ષ ૨૦૨૧ માં રાખો આટલી વાતોનું ધ્યાન, સંપૂર્ણ વર્ષ મળશે શુભ સમાચાર અને થઈ જશો માલામાલ

Posted by

દરેક વ્યક્તિ એવું ઈચ્છે છે કે નવું વર્ષ તેમના જીવનમાં વધારે ખુશીઓ લઈને આવે અને નવા વર્ષમાં તેમની ખૂબ જ પ્રગતિ થાય. જોકે ઘણા લોકો એવા હોય છે, જેમના માટે નવું વર્ષ સારું સાબિત થતું નથી અને તેમને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે. જો તમે પણ ઇચ્છો છો કે તમારા માટે નવું વર્ષ સારું પસાર થાય અને નવા વર્ષમાં તમારે કોઈપણ પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો ના પડે તો તમારે નીચે જણાવવામાં આવેલી આ વાતોનું ધ્યાન રાખવું પડશે. આ ચીજોનું ધ્યાન રાખવાથી નવા વર્ષમાં તમારે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો નહી પડે અને નવું વર્ષ તમારા માટે ઉત્તમ સાબિત થશે.

નકારાત્મક વિચારસરણીથી દૂર રહેવું

જો જૂનું વર્ષ તમારા માટે સારું રહ્યું નથી તો તમારે નવા વર્ષ માટે સારી વિચારસરણી એટલે કે સકારાત્મક રહેવું પડશે. હકીકતમાં ઘણા લોકો એવા હોય છે જે નકારાત્મક વિચારસરણી સાથે જ નવા વર્ષની શરૂઆત કરે છે. તેમને એવું લાગતું હોય છે કે પાછલા વર્ષની જેમ જ નવું વર્ષ પણ સારું રહેશે નહી. આ વિચારસરણી રાખવી ખોટી વાત છે. નવા વર્ષમાં તમારે સકારાત્મક વિચારસરણી સાથે જ પ્રવેશ કરવો જોઈએ અને નકારાત્મક ચીજોને પોતાના પર હાવી થવા દેવી ના જોઈએ. આવું કરવાથી નવું વર્ષ તમારા માટે સુખપૂર્વક પસાર થશે અને જીવન ખુશીઓથી ભરાઈ જશે.

કરજ લેવાથી બચવું

નવા વર્ષના શરૂઆતના દિવસોમાં ભૂલમાં પણ પૈસા કરજમાં લેવા નહી. જે લોકો નવા વર્ષના પહેલા મહિનામાં જ પૈસા કરજમાં લે છે, તે સંપૂર્ણ વર્ષ કરજમાં જ ડૂબેલા રહે છે અને તેમની પાસે ધન સંચિત થઈ શકતું નથી. તેથી તમારે પણ નવા વર્ષમાં કરજ લેવાથી બચવું જોઈએ. આ પ્રકારે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કોઈને કરજ પણ આપવું ના જોઈએ.

ધારદાર ચીજોનો પ્રયોગ કરવો નહી

વર્ષના પ્રથમ બે સપ્તાહમાં તમારે કોઈપણ પ્રકારની ધારદાર ચીજનો ઉપયોગ કરવો નહી. માનવામાં આવે છે કે જે લોકો વર્ષના પ્રથમ બે સપ્તાહમાં ધારદાર ચીજનો ઉપયોગ કરે છે, તેમને સંપૂર્ણ વર્ષ ખરાબ સમાચાર સાંભળવા મળે છે. તેથી નવા વર્ષમાં કાતર અને ધારદાર ચીજોનો ઉપયોગ કરવો નહી. સાથે જ નવા વર્ષમાં આ ચીજોને ખરીદીને ઘરે પણ લાવવી ના જોઈએ.

ઘરમાં તુટવા ના દેશો કાંચ

નવા વર્ષની શરૂઆતમાં તમારે તે ધ્યાન રાખવું કે કોઈપણ પ્રકારના કાચની ચીજો તમારા ઘરમાં તૂટે નહી. નવા વર્ષના શરૂઆતના દિવસોમાં કાચની ચીજ તુટવી અશુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કાચ તુટવો દુર્ભાગ્યનું સંકેત હોય છે અને તેના તૂટવાના કારણે જીવનમાં ઘણી બધી પરેશાનિઓ આવવા લાગે છે, તેથી તમારે કોશિશ કરવી જોઈએ કે નવા વર્ષના શરૂઆતના દિવસોમાં ઘરમાં રાખવામાં આવેલ કોઈપણ કાચનો સામાન તુટવો ના જોઈએ.

પર્સ અને પોતાની તિજોરીને ના રાખો ખાલી

નવા વર્ષની શરૂઆત ખુશીઓની સાથે કરવી અને પોતાના પર્સ કે તિજોરીને ખાલી રાખવા નહી. એવું માનવામાં આવે છે કે નવા વર્ષનાં શરૂઆતનાં દિવસોમાં જે લોકોના પર્સ અને તિજોરી ખાલી રહે છે, તેમનાથી માં લક્ષ્મી રિસાઈ જાય છે. તેથી તમારે એવી ભૂલ કદાપિ ના કરવી જોઈએ અને પોતાના પર્સ અને તિજોરીમાં થોડા પૈસા રાખવા જોઈએ. આવું કરવાથી સંપૂર્ણ વર્ષ પૈસાનો અભાવ રહેશે નહી.

ઘરમાં સાફ-સફાઈ રાખવી

જે ઘરમાં સાફ-સફાઈ રહેતી હોય છે, તે જગ્યા પર માં લક્ષ્મી વાસ કરે છે તેથી નવા વર્ષના અવસર પર તમારે પોતાના ઘરને સાફ રાખવું જોઈએ અને ઘરને ગંદુ ના કરવું. આવું કરવાથી તમને સંપૂર્ણ વર્ષ પૈસાની કમી રહેશે નહિ અને ધનનું આગમન થશે.

મંદિરમાં જઈને કરો પૂજા

વર્ષના પહેલા મહિનામાં તમારે મંદિરમાં જઈને પૂજા કરવી જોઈએ અને ભગવાનની સામે એક દિવો પ્રગટાવવો જોઈએ. તેના સિવાય તમારે પોતાના કુળ દેવતાની પૂજા પણ વર્ષના પ્રથમ મહિનામાં જરૂર કરવી જોઈએ અને તેમને પ્રાર્થના કરવી કે તમારું નવું વર્ષ સારું રહે.

ખર્ચ ના કરો પૈસા

વર્ષના પહેલા મહિનામાં બિનજરૂરી પૈસા ખર્ચ ના કરવા જોઇએ. માન્યતા છે કે જે લોકો વર્ષના પહેલા મહિનામાં બિનજરૂરી પૈસાઓ ખર્ચ કરે છે, તેમની પાસે ધન ટકી રહેતું નથી અને સંપૂર્ણ વર્ષ ખર્ચાઓ આવતા રહે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *