વર્ષ ૨૦૨૧ : નવા વર્ષમાં આ ઉપાયોથી ખુલી જશે તમારું ભાગ્ય, દૂર થશે આર્થિક તંગી

વર્ષ ૨૦૨૦ હવે સમાપ્ત થઈ ચૂક્યું છે અને નવું વર્ષ એટલે કે ૨૦૨૧ ની શરૂઆત થઇ ચૂકી છે. તેવામાં નવા વર્ષને લઈને સંપૂર્ણ દેશમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૧ તમામ લોકો માટે ખાસ રહેશે કારણકે વર્ષ ૨૦૨૦ ખૂબ જ પડકારોથી ભરેલું રહ્યું છે, તેવામાં તમામ લોકોને નવા વર્ષ ૨૦૨૧ પાસેથી ઘણી બધી આશાઓ રહેલી છે. તેવામાં જો તમે પણ ધન-પ્રાપ્તિ, સુખ-સમૃદ્ધિ અને માન-સન્માન ઈચ્છતા હોય તો આજે અમે તમને વાસ્તુશાસ્ત્રના અમુક અચૂક ઉપાયો જણાવવા જઈ રહ્યા છીએ. આ ઉપાયોને અપનાવીને તમે પોતાનું જીવન શ્રેષ્ઠ બનાવી શકો છો. તો ચાલો જાણી લઈએ આખરે ક્યાં છે તે ઉપાયો.

પાણીનો બગાડ ના કરવો

જો તમે પણ બિનજરૂરી રીતે પોતાના ઘરમાં નળ અને ટાંકી માંથી પાણીનો બગાડ કરો છો તો આવું કરવું તમારા માટે શુભ રહેતું નથી. કહેવામાં આવે છે કે જે ઘરમાં બિનજરૂરી પાણીનો બગાડ કરવામાં આવે છે ત્યાં માં લક્ષ્મી તેમની કૃપા વરસાવતા નથી. સાથે જ તે જગ્યા પર બિનજરૂરી ધન પણ ખર્ચ થાય છે. તેથી પોતાના ઘરમાં બિનજરૂરી પાણીનો બગાડ કરવો નહી.

તેના સિવાય ઘરમાં પાણીનો પ્રવાહ હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં રહેવો જોઈએ. જેના લીધે ઘર પરિવારમાં શાંતિ અને ખુશહાલી રહે છે. સાથે જ ક્યારેય પણ આર્થિક તંગીનો પણ સામનો કરવો પડતો નથી. તેવામાં જો તમે નવા વર્ષમાં ઘર બનાવવા વિશે વિચારી રહ્યા હોય તો તે વાતનું વિશેષ ધ્યાન રાખવું. વાસ્તુશાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે કે છત પર હંમેશા દક્ષિણ કે પશ્ચિમ દિશામાં જ પાણીની ટાંકી લગાવીને રાખવી જોઇએ.

ઘરના કુંડામાં દરરોજ પાણી નાખો

જો તમે પોતાના ઘરમાં કુંડા રાખેલા હોય તો તેમાં દરરોજ પાણી નાખતા રહેવું જોઈએ. કુંડાને ક્યારેય પણ સૂકા રાખવા ના જોઈએ, તેનાથી ઘરમાં આર્થિક તંગીની પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે. છોડને દરરોજ પાણી આપવાથી ધનની પ્રાપ્તિ થાય છે અને પરિવારના સદસ્યોની વચ્ચે શાંતિ જળવાઈ રહે છે.

આ ઉપાયોથી ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ

સુખ-શાંતિ અને ખુશહાલ જીવન જીવવા માટે હંમેશા વ્યક્તિએ દક્ષિણ તરફ માથું અને ઉત્તરની તરફ પગ રાખીને સૂવું જોઈએ. કહેવામાં આવે છે કે જો આ રીતે સૂવામાં આવે તો ધન અને સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે.

વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ઘરમાં હંમેશા ઉત્તર-પૂર્વ દિશામાં જ બેસીને ભોજન કરવાની વ્યવસ્થા કરવી જોઈએ. આવું કરવાથી પરિવારના સદસ્યોની વચ્ચે સારા સંબંધો રહે છે, સાથે જ પૂર્વ દિશાની તરફ મોઢું રાખીને ભોજન કરવાથી ઘરમાં સંપન્નતા આવે છે. ભૂલમાં પણ ક્યારેય દક્ષિણ દિશાની તરફ મોઢુ રાખીને ભોજન કરવું ના જોઈએ.

પોતાના ઘર કે ઓફિસમાં તે સુનિશ્ચિત કરી લેવું જોઈએ કે પૂજાનું સ્થાન હંમેશા ઈશાન ખૂણામાં હોય. ઇશાન ખુણામાં પૂજા પાઠ કરવાથી ઘરમાં આર્થિક સમૃદ્ધિ સાથે સાથે ખુશહાલી પણ આવે છે. સાથે જ પોતાના પૂજા સ્થળ પર શંખ જરૂર રાખવો. આવું કરવાથી શાંતિ અને ખુશહાલી જળવાઈ રહે છે. વાસ્તુશાસ્ત્રનું માનીએ તો ક્યારેય પણ દક્ષિણ-પશ્ચિમ દિશામાં મંદિરનું નિર્માણ ના કરવું જોઈએ અને આ દિશામાં ક્યારેય પણ પૂજા કરવી ના જોઈએ. આવું કરવાથી માં લક્ષ્મી નારાજ થઈ જાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.