વર્ષ ૨૦૨૧ : નવા વર્ષમાં રાહુની રાશિઓ પર કેવી પડશે અસર, કોણ થશે માલામાલ, કોને થઈ શકે છે નુકસાન, જાણો

Posted by

તમને જણાવી દઈએ કે રાહુને વૃષભ રાશિના સ્વામી માનવામાં આવે છે. કન્યા રાશિમાં ઉચ્ચ રાશિ અને મીન રાશિમાં નીચ રાશિ માનવામાં આવે છે. જો તે પોતાની રાશિ પરિવર્તન કે ગોચર કરે છે તો તેમનો બધી જ રાશિઓ પર કંઈક ને કંઈક પ્રભાવ જરૂર પડે છે. આખરે નવા વર્ષ ૨૦૨૧માં ૧૨ રાશિઓ પર રાહુનો પ્રભાવ કેવો પડશે, તેના વિશે ચાલો જાણી લઈએ.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો માટે રાહુ અશુભ સાબિત થશે. તમારા જીવનમાં ઘણા સકારાત્મક પરિણામો સામે આવી શકે છે. આવકમાં વધારો થઇ શકે છે. તમે પોતાના શત્રુઓને પરાસ્ત કરવામાં સફળ રહેશો. કોર્ટ-કચેરીના મામલાઓમાં સફળતા મળી શકે છે. જૂના મિત્રો સાથે મુલાકાત થશે. કોઈ જૂના રોકાણનો ભારે નફો મળી શકે છે. વાહન સુખની પ્રાપ્તિ થવાની સંભાવના છે. વિદ્યાર્થી વર્ગના લોકોને પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો માટે રાહુ શુભ પરિણામ આપશે. નવા વર્ષમાં જે લોકો ખૂબ જ લાંબા સમયથી નોકરીની તલાશ કરી રહ્યા હતાં, તેમને સારી નોકરી મળી શકે છે. વ્યવસાયમાં લાભદાયક પરિણામ જોવા મળશે. અચાનક અટવાયેલું ધન તમને પરત મળી શકે છે. ઓફિસમાં મોટા અધિકારીઓની સાથે સારા સંબંધો જાળવી રાખવા. સામાજિક ક્ષેત્રમાં માન-સન્માનની પ્રાપ્તિ થશે. તમારી કોઈ અધુરી યોજના પૂર્ણ થઇ શકે છે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલ મામલાઓનો ઉકેલ આવશે. માતા-પિતાના આશીર્વાદ મળશે.

કન્યા રાશિ

કન્યા રાશિવાળા લોકોને રાહુ સારા પરિણામ આપશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાય રહેશે. સંતાનની જવાબદારી પૂર્ણ કરી શકશો. માનસિક ચિંતા ખતમ થશે. નવ દંપતી માટે રાહુ સારો સાબિત થશે. સંતાન પ્રાપ્તિના યોગ બની રહ્યા છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગશે. તમને સ્પર્ધાત્મક પરીક્ષામાં સારી સફળતા મળી શકે છે. કઠિન પરિસ્થિતિઓમાંથી છુટકારો મળશે. ધર્મ-કર્મના કામોમાં વધારે મન લાગશે.

મીન રાશિ

મીન રાશિવાળા લોકો માટે રાહુ વરદાન સાબિત થશે. તમારા પરાક્રમમાં વધારો થશે. તમે બધા જ કાર્યો આત્મવિશ્વાસની સાથે પૂર્ણ કરી શકશો. તમે પોતાની અંદર નવી ઉર્જા મહેસૂસ કરી શકશો. અચાનક ધન પ્રાપ્તિના યોગ નજર આવી રહ્યા છે. સામાજિક વર્તુળમાં વધારો થશે. પરિવારનાં લોકો તમને પૂર્ણ સહયોગ આપશે. ભાઈ-બહેનોની સાથે ચાલી રહેલા મતભેદો દૂર થઈ શકે છે. તમારી કોઈ અધૂરી ઈચ્છા પૂરી થઈ શકે છે. પ્રેમ સંબંધિત મામલાઓમાં તમે ભાગ્યશાળી સાબિત થશો. વિવાહ યોગ્ય લોકોને વિવાહનો સંબંધ મળી શકે છે.

કેવા રહેશે બાકી રાશિઓના હાલ

જ્યોતિષશાસ્ત્રના અનુસાર બધા જ ગ્રહો સમયના અનુસાર પોતાની સ્થિતિ બદલતા રહે છે, જેના કારણે બધી જ ૧૨ રાશિઓ પર કંઈક ને કંઈક પ્રભાવ પડે છે. જ્યોતિષના જાણકારોનાં અનુસાર ક્યારેય પણ કોઈ ગ્રહ અશુભ હોતો નથી પરંતુ તેનાથી મળનારા ફળને શુભ-અશુભ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના અનુસાર રાહુ વર્તમાન સમયમાં વૃષભ રાશિમાં ગોચર કરી રહ્યા છે અને આવનારા નવા વર્ષમાં એટલે કે ૨૦૨૧ માં પણ રાહુ વૃષભ રાશિમાં જ વિદ્યમાન રહેશે. તો ચાલો જાણી લઈએ બાકી રાશિઓના કેવા રહેશે હાલ.

મેષ રાશિ

મેષ રાશિવાળા લોકોની ઉપર રાહુનો વિપરિત પ્રભાવ પડશે. સ્વાસ્થ્ય સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઈ શકે છે. પરિવારમાં કોઈ વાતને લઈને સમસ્યા ઉત્પન્ન થવાની સંભાવના રહેલી છે. તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું પડશે. કામકાજ પ્રત્યે તમારે કોઈપણ પ્રકારની બેદરકારી દાખવવી નહી. આર્થિક સ્થિતિ સારી રહેશે. જ્યાં જરૂરિયાત હોય ત્યાં જ પૈસાઓ ખર્ચ કરવા. બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે.

વૃષભ રાશિ

વૃષભ રાશિ વાળા લોકોની ઉપર રાહુનો સામાન્ય પ્રભાવ જોવા મળી શકે છે. અમુક લોકો તમને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી શકે છે, તેથી તમારે આવા લોકોની વાતોમાં ફસાવવું નહી. અચાનક કોઇ મહત્વપૂર્ણ કાર્યમાં નિર્ણય લેવો પડી શકે છે. કામકાજમાં ધ્યાન કેન્દ્રિત કરવું ખૂબ જ મુશ્કેલ રહેશે. તમારું મન જ્યાં ત્યાં ભટકી શકે છે. રોજગાર પ્રાપ્તિના પ્રયાસો સફળ થઈ શકે છે. શાસન-સત્તાનો સંપૂર્ણ સહયોગ મળશે. રાજકારણ સાથે જોડાયેલા લોકોને નિરાશાનો સામનો કરવો પડશે.

મિથુન રાશિ

મિથુન રાશિવાળા લોકો માટે રાહુ થોડો મુશ્કેલ સાબિત થશે. કામકાજની બાબતમાં તમારે વધારે ભાગદોડ કરવી પડી શકે છે. ગાડી ચલાવતા સમયે તમારે સાવધાન રહેવું. જો તમે કોઈ લાંબી દૂરની યાત્રા પર જઈ રહ્યા હોય તો તમારે પોતાના સામાનનું ધ્યાન રાખવું, નહીતર ચોરી થવાની સંભાવના રહેલી છે. ઘરેલું જરૂરિયાતોની પાછળ વધારે પૈસા ખર્ચ થશે. જેના કારણે આર્થિક તંગીનો પણ સામનો કરવો પડી શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓથી દુર રહેવાની આવશ્યકતા છે.

તુલા રાશિ

તુલા રાશિવાળા લોકો માટે રાહુ ઉતાર-ચઢાવ વાળી પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી શકે છે. કામકાજની બાબતમાં તમને સામાન્ય પરિણામો પ્રાપ્ત થશે. સ્વાસ્થ્ય પર વિપરિત પ્રભાવ પડશે. પેટ સંબંધિત પરેશાનીઓ ઉત્પન્ન થઇ શકે છે. બિનજરૂરી ઝઘડાઓ અને વિવાદોથી દૂર રહેવાની આવશ્યકતા રહેશે. નોકરીના ક્ષેત્રમાં મોટા અધિકારીઓ સાથે સંબંધ બગાડવા નહી. કાર્યો સમયસર પૂર્ણ કરવા. વિદ્યાર્થીઓને કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા માટે વધારે મહેનત કરવી પડી શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃશ્ચિક રાશિવાળા લોકો માટે રાહુ સામાન્ય રહેશે. વિવાહ સંબંધિત મામલાઓમાં અડચણો ઉત્પન્ન થવાની સંભાવના છે, પરંતુ બાદમાં સફળતા પ્રાપ્ત થશે. સામાજિક વર્તુળમાં વધારો થશે. પ્રભાવશાળી લોકો પાસેથી મદદ મળી શકે છે. તમારે પોતાના કામકાજ સમયસર પૂર્ણ કરવા. માતા-પિતાની સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. પતિ-પત્નિની વચ્ચે કોઇ વાતને લઇને મતભેદ થઈ શકે છે. પત્નિનાં સ્વાસ્થ્યને લઈને તમે ખૂબ જ ચિંતિત રહેશો. સાસરીયા પક્ષનાં સંબંધો બગડવા દેશો નહી.

ધન રાશિ

ધન રાશિ વાળા લોકોના સ્વાસ્થ્ય પર રાહુ પ્રભાવ પાડશે. તમારે પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેવું. શત્રુઓ તમને નુકસાન પહોંચાડવાની કોશિશ કરી શકે છે. કોર્ટ-કચેરીના મામલાઓમાં નિર્ણયો તમારા પક્ષમાં આવવાના સંકેત મળી રહ્યા છે. તમારી પોતાની વિચારસરણી સકારાત્મક રાખવી. અટવાયેલા કાર્યોને બની શકે તેટલા જલ્દી પુરા કરવાની કોશિશ કરવી. સફળતા મેળવવા માટે તમારે થોડી વધારે મહેનત કરવી પડી શકે છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં ધ્યાન આપવું પડશે.

મકર રાશિ

મકર રાશિ વાળા લોકો સંતાન પ્રત્યે થોડા ચિંતિત રહેશે. રાહુના પ્રભાવના કારણે વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે તમારે ખરાબ સંગતથી દૂર રહેવું, નહીતર નુકસાન પહોંચી શકે છે. ખરાબ સંગતના કારણે તમારા કરિયર પર પ્રભાવ પડશે. ગાડી ચલાવતા સમયે બેદરકારી દાખવવી નહી. સુખ સગવડતાઓનાં સાધનોની પાછળ વધારે ધન ખર્ચ થઈ શકે છે. વ્યવસાયમાં લાભના અવસર પ્રાપ્ત થઇ શકે છે. પ્રાઇવેટ નોકરી કરનાર લોકોની પ્રગતિ થશે.

કુંભ રાશિ

કુંભ રાશિ વાળા લોકોની ઉપર રાહુનો પ્રભાવ સામાન્ય રહેશે. તમને ઘણા ક્ષેત્રમાંથી ફાયદો મળશે અને ઘણાં ક્ષેત્રમાં નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. રોજગારની દ્રષ્ટિથી નવું વર્ષ સારું સાબિત થશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ જળવાય રહેશે. સગા સંબંધીઓની સાથે કોઇ વાતને લઇને તકરાર થઇ શકે છે. તમારે પોતાના ગુસ્સા પર કાબૂ રાખવો પડશે. જમીન-સંપત્તિ સાથે જોડાયેલ મામલાઓમાં ઉતાવળ કરવાથી બચવું. વાહન સુખની પ્રાપ્તિ થઇ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *