વર્ષના આ દિવસોમાં પતિ-પત્નિ એ સંબંધ બનાવવો હોય છે ખૂબ જ અશુભ, બને છે પાપના ભાગીદાર

એક સુખી દામ્પત્યજીવન માટે પ્રેમની સાથે સાથે શારીરિક સુખનું હોવું પણ જરૂરી હોય છે. જ્યારે પતિ-પત્નિ એકબીજા સાથે સંબંધ બનાવે છે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. પરંતુ શું તમે જાણો છો કે શાસ્ત્રોના અનુસાર પતિ-પત્નીએ અમુક ખાસ તિથિઓના દિવસે સંબંધ બનાવવાથી બચવું જોઈએ. જો તમે ખોટી તિથિ પર સંબંધ બનાવો છો તો ઘરમાં અશાંતિ અને દુઃખમાં વધારો થાય છે. સંબંધોમાં ખટાશ પણ આવી જાય છે.

પૂર્ણિમાના દિવસે

પૂર્ણિમાનો દિવસ માતા લક્ષ્મીનો પણ દિવસ હોય છે. આ રાતે ઘરની સુખ-શાંતિ અને સમૃદ્ધિ માટે મહાલક્ષ્મીની પૂજા પણ થાય છે. તેવામાં પૂર્ણિમાની રાતે સંબંધ બનાવવાથી બચવું જોઈએ. જો તેવું ના કરવામાં આવે તો માં લક્ષ્મીજી નારાજ થઈ જાય છે.

અમાસના દિવસે

શાસ્ત્રોના અનુસાર અમાસના દિવસે શારીરિક સંબંધ બનાવવાથી બચવું જોઈએ. આ દિવસે નકારાત્મક શક્તિઓ એક્ટિવ રહેતી હોય છે. આ દિવસે સંબંધ બનાવવાથી લગ્નજીવન પર નકારાત્મક પ્રભાવ પડે છે. જો તમે સંબંધ બનાવો છો તો પતિ-પત્ની વચ્ચે લડાઈ-ઝઘડા શરૂ થઈ જાય છે.

પૂર્વજોની મૃત્યુ તિથિ પર

પૂર્વજોની મૃત્યુતિથિની રાતે પણ પતિ-પત્નીએ પરસ્પર સંબંધ બનાવવાથી બચવું જોઈએ. જો આવું કરવામાં ના આવે તો પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમારા ઉપર પિતૃદોષ લાગી શકે છે. તેનાથી વંશ વૃદ્ધિમાં પણ પરેશાની થાય છે.

એકાદશીના દિવસે

એકાદશીનો દિવસ ભગવાન વિષ્ણુને સમર્પિત હોય છે. કૃષ્ણજીએ પણ કહ્યું છે કે એકાદશી પર વ્રત અને પૂજા કરવા પર બધા જ પાપ ધોવાઈ જાય છે. આ દિવસે સંબંધ બનાવવાથી ઉપવાસ પણ તૂટી જાય છે. એકાદશીના દિવસે ફિઝિકલ થવું અશુભ માનવામાં આવે છે. આ દિવસે રોમાન્સ કરવાથી ભગવાનના ક્રોધનો સામનો કરવો પડી શકે છે.

શિવરાત્રીનાં દિવસે

શિવરાત્રીનાં દિવસે આપણે બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. આ દિવસ શાસ્ત્રોના અનુસાર શુભ અને પવિત્ર હોય છે. જો આ દિવસે કપલ સંબંધ બનાવે છે તો તેમને ભયંકર પરિણામો ભોગવવા પડે છે. તેનાથી અશુભ ગ્રહ તમારા પર હાવી થઈ જાય છે.

નવરાત્રીનાં દિવસે

નવરાત્રીનાં ૯ દિવસો સુધી પણ શારીરિક સંબંધ બનાવવાથી દૂર રહેવું જોઈએ. સનાતન ધર્મના અનુસાર નવરાત્રિના ૯ દિવસ ખૂબ જ પવિત્ર હોય છે. આ દિવસે ઘણા લોકો ઉપવાસ પણ રાખતા હોય છે. તેથી આ ૯ દિવસોમાં જો સંબંધ બનાવવામાં આવે તો પુરા પરિવારને તેમના ખરાબ પરિણામો ભોગવવા પડે છે. તેથી આ દિવસે સંબંધ બનાવવો નિષેધ હોય છે.