વાર્ષિક રાશિફળ ૨૦૨૧ : જાણો તમારા માટે કેવુ રહેશે નવુ વર્ષ ૨૦૨૧

Posted by

નવું વર્ષ હંમેશા પોતાની સાથે નવી આશાઓ લઈને આવે છે. નવું વર્ષ ૨૦૨૧ નો પ્રારંભ થઈ ચૂક્યો છે અને આ નવા વર્ષથી બધા લોકોને ઘણી બધી આશાઓ હશે. ઘણા લોકોના મનમાં તો એવા પણ સવાલો હશે કે વર્ષ ૨૦૨૧ આપણા માટે કેવું રહેશે ? આ નવા વર્ષમાં આપણા જીવનમાં શું પરિવર્તન આવશે. તો આજે આ વાર્ષિક રાશિફળમાં અમે તમને સંપૂર્ણ વર્ષનું રાશિફળ જણાવવા જઈ રહ્યા છીએ. આ વાર્ષિક રાશિફળમાં તમને તમારા જીવનમાં થનારી એક વર્ષની ઘટનાઓનાં વિશે ચર્ચા કરીશું. તો જાણવા માટે વાંચો વાર્ષિક રાશિફળ ૨૦૨૧.

મેષ રાશિ

નવા વર્ષમાં નોકરીયાત લોકોને તેમના સિનિયર્સ સાથ આપશે. નવા વર્ષમાં પરિવારના લોકો સાથે સંબંધ સારા રહેશે. ભાઈ-બહેન અને પરિજનોની તરફથી ખુશીઓ મળશે. ઘરના તમામ લોકો સાથે તમારો તાલમેલ યોગ્ય રીતે જળવાઈ રહેશે. પૈસા કમાવાના ચક્કરમાં કોઇપણ ખોટો રસ્તો અપનાવવો નહી. જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તમને નફો થઈ શકે છે. આ નવા વર્ષમાં તમારા માટે પ્રગતિના નવા માર્ગ ખૂલશે. નવેમ્બરનો મહિનો તમારા માટે કોઈ સારા સમાચાર લઇને આવશે. વ્યવહારમાં સૌમ્યતા રાખવી.

વૃષભ રાશિ

નવા વર્ષમાં પ્રેમીઓની વચ્ચે અંતર વધી શકે છે. મનમાં ઘણા પ્રકારની શંકાઓ રહેશે. કોઈ શારીરિક પરેશાની તો થશે નહી, પરંતુ આળસ જળવાઈ રહેશે. તમે હંમેશા કામને ટાળવાના વિશે વિચારતા રહેશો. સમય રહેતા પોતાની ભૂલને સુધારવાના પ્રયાસ કરશો. નવા વર્ષમાં તમારે પૈસાની બાબતમાં ખૂબ જ સમજી-વિચારીને ચાલવાની જરૂરિયાત રહેશે. અમુક લોકો તમારા વિરુદ્ધ ષડ્યંત્ર રચી શકે છે, તેથી કોઈના પર પણ આંખ બંધ કરીને વિશ્વાસ કરવો નહી. જૂન મહિનામાં વિદ્યાના ક્ષેત્રમાં પડકારોનો સામનો કરવો પડશે.

મિથુન રાશિ

વર્ષ ૨૦૨૧ માં લાંબા સમયથી અટવાયેલા કામ પૂર્ણ થઇ જશે. જીવનસાથી તમારા દરેક કાર્યમાં સંપૂર્ણ વર્ષ સાથ આપશે. પરિવારની સાથે સુમેળભર્યા સંબંધો રાખીને ચાલવું પડશે. તમારા અંગત જીવનમાં સતત ઊતાર-ચઢાવ આવતા રહેશે. પૈસાની દ્રષ્ટિએ પણ નવું વર્ષ ઉત્તમ રહેશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો ત્યાં માન-સન્માન અને પ્રગતિ થશે અને જો તમે વ્યવસાય કરી રહ્યા છો તો તેમાં તમને નફો મળશે. બાળકોનો વ્યવહાર તમને તણાવ આપી શકે છે. વ્યવસાયમાં લાભ મળશે અને શત્રુઓનો પરાજય થશે.

કર્ક રાશિ

કર્ક રાશિવાળા લોકો નવા વર્ષમાં મહેનત અને ધૈર્યની સાથે કામ કરશે. તમને સલાહ આપવામાં આવે છે કે તમારે પોતાના ગુસ્સા પર નિયંત્રણ રાખવું અને સમજી-વિચારીને જ બોલવું. નવા વર્ષમાં તમને શિક્ષાના ક્ષેત્રમાં પોતાની પ્રતિભા સાબિત કરવાના અવસર મળશે. વિદ્યાર્થીઓએ નવા વર્ષમાં સખત મહેનત કરવી પડશે. સ્પર્ધાત્મક પરીક્ષાઓના પરિણામ માટે તમારે થોડી વધારે રાહ જોવી પડી શકે છે. પ્રેમ-પ્રસંગનાં હિસાબથી નવું વર્ષ સારું રહેશે અને તમે રોમાન્સનો પણ આનંદ લઇ શકશો.

સિંહ રાશિ

સિંહ રાશિવાળા લોકો નવા વર્ષમાં બધા જ પડકારોનો સામનો કરતા પોતાનો રસ્તો બનાવવાની કોશિશ કરશે અને તેમાં તેમને સફળતા પણ મળશે. તમે જેટલી મહેનત કરશો એટલું જ તમને ફળ મળશે. હ્રદયરોગના દર્દીઓએ સાવચેત રહેવું પડશે. નવા વર્ષના અંતિમ પડાવમાં ફરીથી સારા સમાચાર મળવા લાગશે. પોતાના સહકર્મીઓની સાથે કોઈપણ પ્રકારની તકરાર કરવી નહી, નહિતર તમે મુશ્કેલીમાં મુકાઇ શકો છો. આ વર્ષે તમારે પોતાના જીવનસાથીની સાથે સારી રીતે વર્તવાની જરૂરિયાત રહેશે અને સારું રહેશે કે તેમના પર બિનજરૂરી રીતે શંકા ના કરવી, નહીંતર તમારા સંબંધો ખરાબ થઈ શકે છે.

કન્યા રાશિ

આ વર્ષે ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને લેવામાં આવેલ કોઈપણ નિર્ણય તમારા માટે ખૂબ જ હાનિકારક સાબિત થઈ શકે છે. આ વર્ષે તમારે દરેક ડગલા ખૂબ જ સમજી-વિચારીને ભરવા પડશે. તમારા સંતાન તમને ખુશ રહેવા માટે કારણ આપશે. કાર્યક્ષેત્રમાં તમારી ઈચ્છા અનુસાર ચીજો આગળ વધશે. આ વર્ષે પારિવારિક મામલાઓમાં વધારે પરેશાનીનો સામનો કરવો પડશે નહી. પરિવારમાં તમામ સદસ્યોનો સહયોગ મળશે. સંતાન પક્ષ તરફથી ખુશીઓ પ્રાપ્ત થશે.

તુલા રાશિ

નવા વર્ષમાં તમે પોતાના લાંબા સમયથી અટવાયેલા કાર્યોને ખૂબ જ સરળતાથી પૂર્ણ કરી શકશો. મિત્રો અને આસપાસના લોકો પર જરૂરિયાતથી વધારે ભરોસો કરવો તમારા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તમે પોતાના જીવનસાથીના કારણે લાભ કમાઇ શકો છો. શેરબજાર કે પ્રોપર્ટીમાં પૈસા લગાવવા માટે આ વર્ષ સારું રહેશે, પરંતુ બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખવું પડશે. વડીલો તરફથી સન્માન, સહયોગ અને ધન પ્રાપ્તિના પ્રબળ યોગ બની રહ્યા છે. મે મહિના બાદ તમારો સમય થોડો યોગ્ય રહેશે, તેથી જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવા માંગતા હોય તો આ મહિના બાદ જ કરવું.

વૃશ્ચિક રાશિ

આ વર્ષે ભાગ્ય તમારો સાથ આપવા માટે તત્પર છે. સંપૂર્ણ વર્ષ તમે પોતાને ઉર્જાવાન મહેસૂસ કરશો. ફેબ્રુઆરી મહિનામાં સંતાનને લઈને ચિંતાઓ રહેશે. માર્ચ મહિનામાં પરિસ્થિતિ ઠીક થઈ જશે. જો તમે પોતાના બિનજરૂરી ખર્ચાઓ પર નિયંત્રણ રાખશો તો આ વર્ષ તમારા માટે ઉત્તમ રહેશે. દરેક કાર્યને દિલ લગાવીને પૂર્ણ કરવું. આ વર્ષ પ્રેમ સંબંધોમાં મધુરતા લાવશે. આ વર્ષે તમારા પ્રેમ સંબંધો મજબૂત થઈ શકે છે, જોકે વર્ષની શરૂઆતમાં સંબંધોને લઈને સમસ્યા આવી શકે છે. આ વર્ષે તમારી પાસે ધનની કોઈ કમી રહેશે નહી.

ધન રાશિ

વ્યવસાયમાં લાભ અને કાર્યક્ષેત્રમાં સન્માન મળવાના યોગ છે. આ વર્ષે જેટલું જલ્દી બની શકે તેટલી ઝડપથી જમીન સાથે જોડાયેલા પોતાના કાર્યોને પૂર્ણ કરી લો છો તો તે તમારા માટે સારું રહેશે. પોતાના પ્રિય વ્યક્તિ સાથેના સંબંધને જાળવી રાખવા માટે એકબીજાને સમજવાની કોશિશ કરવી અને સમજદારીપૂર્વક કામ લેવું. એક એવો પણ સમય આવશે જ્યારે તમારા બંનેની વચ્ચે વાતચીત પણ બંધ થઈ શકે છે. જૂની બીમારી ફરીથી થઈ શકે છે, તેથી આ વર્ષના શરૂઆતના ત્રણ મહિનાઓમાં સ્વાસ્થ્યને લઈને વિશેષ સાવચેતી રાખવી.

મકર રાશિ

આ વર્ષે તમારા દાંપત્યજીવનમાં મધુરતા આવશે. જૂન મહિનાથી લઈને જુલાઈ મહિનાના અંત સુધી તમને દરેક ચીજ સારી લાગશે અને તમને પોતાના અંગત લોકો તરફથી પણ કોઇ ફરિયાદ રહેશે નહી. આ વર્ષના અમુક દિવસોમાં તમારી મુશ્કેલીઓમાં વધારો થઇ શકે છે. વેપારી ભાગીદારીઓની સાથે તર્ક-વિતર્ક થઈ શકે છે અને તે તમને દગો પણ આપી શકે છે. સંતાનની પ્રગતિથી તમને ખુશી મળશે. ઘરનું વાતાવરણ આનંદદાયક રહેશે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તેમાં તમારા માન-સન્માનમાં વધારો થશે અને તમને પ્રમોશન પણ મળી શકે છે.

કુંભ રાશિ

આ વર્ષે તમારે સ્વાસ્થ્યના પ્રત્યે સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. આ વર્ષ તમારા માટે થોડી મીઠી તો થોડી કડવી યાદોની વચ્ચેથી પસાર થશે. તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરી શકો છો. શેરબજારમાં સારો ફાયદો મળી શકે છે. હંમેશા પોતાના દસ્તાવેજોને સંભાળીને રાખવા, થોડી પણ બેદરકારીથી તમારે ભારે નુકસાનીનો સામનો કરવો પડી શકે છે. જો તમે પોતાના જીવનસાથીને સાચો પ્રેમ કરતા હશો અને તેમની ભાવનાઓનું સન્માન કરતા હશો તો આ વર્ષે તમારું દામ્પત્યજીવન મધુર રહેશે.

મીન રાશિ

આ વર્ષે તમારી વ્યાવસાયિક ગતિવિધિઓ ગતિ પકડશે. વિદ્યાર્થીઓ પોતાના ક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે. તમારી ઇચ્છાશક્તિ અને સાહસી ગુણ આ વર્ષે તમને ખૂબ જ કામ આવશે. એપ્રિલ મહિનામાં શત્રુના ભયની સાથે આર્થિક લાભની સંભાવના છે. તમે જે પણ નક્કી કરશો તેમને પોતાની ઈચ્છાશક્તિના દમ પર પૂર્ણ કરી લેશો. તમારા લવ પાર્ટનરની સાથે તમારા સંબંધો મજબૂત બનશે. આ વર્ષે તમારે પોતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે બહારની ખાણીપીણી થી દૂર રહેવું અને ઘરના શુદ્ધ ભોજનનો જ આનંદ લેવો.

નોટ : તમારી કુંડળી અને રાશિનાં ગ્રહોનાં આધાર પર તમારા જીવનમાં ઘટિત થઇ રહેલી ઘટનાઓમાં વાર્ષિક રાશિફળ-૨૦૨૧થી અમુક વિભિન્નતા હોઈ શકે છે. પૂરી જાણકારી માટે કોઈ પંડિત કે જ્યોતિષને મળી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *