બોલિવૂડ સુપરસ્ટાર અક્ષય કુમાર હાલના દિવસોમાં પોતાની નવી ફિલ્મ લક્ષ્મીને લઈને ખૂબ જ ચર્ચામાં બનેલા છે. ઓટીટી પ્લેટફોર્મ પર ૯ નવેમ્બરનાં રોજ રીલિઝ થયેલી બોલીવુડના ખેલાડીની ફિલ્મ દેશ-વિદેશમાં ખૂબ જ સારું પ્રદર્શન કરી રહી છે. પોતાની શાનદાર શૈલીના કારણે વિશેષ ઓળખ રાખવાવાળા અક્ષય કુમારે આ ફિલ્મમાં એક કિન્નરનો રોલ ભજવ્યો છે. તે તેમાં સાડી પહેરેલા નજર આવી રહ્યા છે. જણાવી દઈએ કે હાલમાં જ અક્ષય કુમાર પોતાની ફિલ્મ લક્ષ્મીનું પ્રમોશન કરવા માટે કપિલ શર્માના શો પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે શો નાં કલાકારોની સાથે ખૂબ મસ્તી-મજાક કરી હતી.
આ શો દરમિયાન અક્ષય કુમારના ઘણા વિડીયો વાયરલ થઇ રહ્યા છે. વળી આ શો નો તેમનો એક જુનો વિડીયો પણ ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે, જેમાં અક્ષય કુમાર એવું જણાવી રહ્યા છે કે આખરે શા માટે તે બોલિવૂડ પાર્ટીઓમાં જવાનું પસંદ કરતા નથી.
વાયરલ વિડીયોમાં અક્ષય કુમાર કપિલ શર્માના શો પર નજર આવી રહ્યા છે અને તેમને કપિલ શર્મા એક સવાલ પૂછે છે. વીડિયોમાં તમે જોઈ અને સાંભળી શકો છો કે, “તમારા માટે એક અફવાહ છે કે તમે પાર્ટીમાં એટલા માટે જતા નથી. કારણકે બાદમાં તમારે પણ તેમને પાર્ટી આપવી પડશે. આ અફવાહ છે કે હકીકત ?” આ સાંભળીને અક્ષય કુમાર હસતા હસતા તરત જ જવાબ આપે છે કે તે સત્ય છે. આ સાંભળતા જ સેટ પર હાજર રહેલા તમામ લોકો હસવા લાગે છે. આ દરમિયાન કપિલના શો પર એક્ટ્રેસ કૃતિ કુલ્હારી, તાપસી પન્નુ અને સોનાક્ષી સિન્હા પણ જોવા મળી રહી છે. તે પણ અક્ષયનો આ જવાબ સાંભળીને પોતાનું હસવાનું રોકી શકતી નથી.
View this post on Instagram
તમારી જાણકારી માટે જણાવી દઈએ કે બોલિવૂડમાં આજના સમયમાં અક્ષય કુમાર એવા અભિનેતા છે જે વર્ષમાં ૩ થી ૪ ફિલ્મો ખૂબ જ સરળતાથી કરી લે છે. અક્ષય કુમાર આ પહેલા ફિલ્મ “ગુડ ન્યુઝ” માં નજર આવી ચૂક્યા છે. તેમની આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ૨૦૦ કરોડ રૂપિયાથી વધારે કમાણી કરવામાં સફળ રહી હતી. આ ફિલ્મમાં તેમની સાથે દિલજીત દોસાંજ, કિયારા આડવાણી અને કરીના કપૂર ખાન જેવા કલાકારોએ પણ કામ કર્યું હતું.
કરણ જોહરનાં શો પર પણ કર્યો હતો ખુલાસો
અક્ષય કુમારે આ પહેલા પણ ઘણીવાર લેટ નાઈટ પાર્ટીઓમાં ના જવા પાછળનું કારણ પણ જણાવી ચૂક્યા છે. એકવાર અક્ષય કુમાર ફિલ્મ નિર્દેશક કરન જોહરના શો “કોફી વિથ કરણ” પર પહોંચ્યા હતા. આ શો પર આ વિશે ખુલાસો કરતા અક્ષય કુમારે જણાવ્યું હતું કે હું પોતાની ઉંઘને ખુબ જ પ્રેમ કરું છું અને મને સવાર જોવી ખૂબ જ પસંદ છે. જે લોકો મને પાર્ટીઓમાં બોલાવે છે તે જાણે છે કે હું જલ્દી ચાલ્યો જઈશ કારણકે મારે જલ્દી સુવાનું હોય છે અને હું જણાવી દઈશ કે મને નાઈટ શિફ્ટ બિલકુલ પણ પસંદ નથી.
દિવાળી પર કર્યું નવી ફિલ્મોનું એલાન
અક્ષય કુમારે દિવાળીના દિવસે પોતાના ફેન્સને દિવાળીની શુભકામનાઓ આપતા એક મોટી ભેટ આપી હતી. અક્ષય કુમારે આ દિવસે પોતાની નવી ફિલ્મ “રામસેતુ” નું એક પોસ્ટર શેર કર્યું છે. આ પોસ્ટને શેર કરતા અક્ષય કુમારે કેપ્શન આપ્યું છે કે આ દિવાળી ભારત રાષ્ટ્રના આદર્શ અને મહાનાયક ભગવાન શ્રીરામની પુણ્ય સ્મૃતિઓને યુગો-યુગો સુધી ભારતની ચેતનામાં સુરક્ષિત રાખવા માટે એક એવું સેતુ બનાવીએ જે આવનારી પેઢીઓને ભગવાન શ્રીરામ સાથે જોડીને રાખે. આ પ્રયાસમાં જ અમારો પણ એક નાનો સંકલ્પ છે – રામસેતુ. તમને બધાને જ દિવાળીની શુભકામનાઓ.
હાલમાં જ જ્યારે અક્ષય કુમારની ફિલ્મ લક્ષ્મી રિલીઝ થયેલી છે તો વળી તેમની આવનારી ફિલ્મોમાં રામસેતુની સાથે જ બચ્ચન પાંડેય, બેલl બોટમ, સૂર્યવંશી અને પૃથ્વીરાજ ચૌહાણ પણ સામેલ છે. તેમાંથી તેમની ફિલ્મ “સૂર્યવંશી” નું ટ્રેલર માર્ચમાં રિલીઝ કરવામાં આવી ચુક્યું છે, જ્યારે ફિલ્મ પણ ખૂબ જ જલ્દી રિલીઝ થનાર હતી પરંતુ કોરોના મહામારીના લીધે દેશમાં લાગેલા લોકડાઉનનાં કારણે તે સંભવ થઈ શક્યું નહી. આશા છે કે અક્ષયની આ ફિલ્મ ૨૦૨૧ ની શરૂઆતમાં રિલીઝ કરવામાં આવશે.