વર્ષો બાદ છલકાયું પ્રિયંકા ચોપડાનું દર્દ, એતરાઝ ફિલ્મમાં બોલ્ડ સીન શૂટિંગ કરતા સમયે શરીરમાં…

અભિનેત્રી પ્રિયંકા ચોપડાએ એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પૂરા કરી લીધા છે અને તેમની ફિલ્મ “એતરાઝ” ને હાલમાં જ ૧૬ વર્ષ પુરા થઈ ચુક્યા છે. એતરાઝ ફિલ્મમાં પ્રિયંકાએ એક બોલ્ડ યુવતીનું પાત્ર ભજવ્યું હતું અને આ ફિલ્મમાં તે નેગેટિવ રોલમાં નજર આવી હતી. પ્રિયંકાએ એતરાઝ ફિલ્મના ૧૬ વર્ષ પુરા થવા પર ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી છે અને જણાવ્યું છે કે તે ફિલ્મ કરવી તેમના માટે સરળ નહોતી.

સોશિયલ મીડિયા પર એતરાઝ ફિલ્મ સાથે જોડાયેલી યાદો તાજી કરતા પ્રિયંકાએ લખ્યું છે કે વર્ષ ૨૦૦૪ માં મેં અબ્બાસ મસ્તાનની આ થ્રીલર ફિલ્મ એતરાઝમાં સોનિયા રોયનું પાત્ર ભજવ્યું હતું. તે મારા દ્વારા નિભાવવામાં આવેલ પાત્રમાંથી સૌથી વધારે બોલ્ડ હતું. જે એક મોટું રિસ્ક પણ કહી શકાય. કારણકે હું તે સમયે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં નવી હતી. હું એ જણાવવા માંગીશ કે હું ખૂબ જ ડરેલી હતી પરંતુ મારી અંદરનો આર્ટિસ્ટ રડી રહ્યો હતો કે હું કંઈક દિલચસ્પ કરું અને સોનિયા એ જ પાત્ર હતું. ચાલાક, શિકારી અને પોતાના વિશે જ વિચારવા વાળી પરંતુ આશ્ચર્યજનક રૂપથી ઈમોશનલ.

પ્રિયંકાએ આ ફિલ્મ સાથે જોડાયેલો એક વીડિયો પણ શેર કર્યો છે અને આ વીડિયોના કેપ્શનમાં લખ્યું છે કે હું હંમેશા અબ્બાસ મસ્તાનની આભારી રહીશ. મારા જેવી ન્યુકમર પર આ પ્રકારના રોલને લઈને ભરોસો કરવા માટે જ નહી પરંતુ મારી અંદરના ટેલેન્ટને સમજવા અને મને આવું પાત્ર ભજવવા માટે પ્રેરિત કરવા માટે, જેના પર આજે મને ગર્વ છે. આજે ૧૬ વર્ષ પછી જ્યારે હું પાછળ ફરીને જોઉ છું તો એતરાઝ ફિલ્મ મારા માટે એક ગેમ ચેન્જર હતી. જેમણે મને દરેક પાત્રને સારી રીતે નિભાવતા શીખવ્યું.

મહત્વપૂર્ણ છે કે એતરાઝ ફિલ્મ ખૂબ જ હિટ રહી હતી અને આ ફિલ્મમાં પ્રિયંકાના પાત્રને ખૂબ જ પસંદ કરવામાં આવ્યું હતું. વળી વર્ષ ૨૦૨૦માં પ્રિયંકાએ ઇન્ડસ્ટ્રીમાં ૨૦ વર્ષ પણ પૂરા કરી લીધા છે. આ ફિલ્મમાં તેમણે ખૂબ જ બોલ્ડ સીન આપ્યા હતા. જેને શૂટ કરતા સમયે તેમને પોતાના પર કંટ્રોલ કરવું સરળ નહોતું. હાલના સમયમાં પ્રિયંકા ચોપડા પોતાના પતિની સાથે લોસ એન્જેલસમાં છે અને ઘણા બધા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.