વાસ્તુ ટિપ્સ ફોર કિચન : તમારી પત્નિને બિમાર તો નથી બનાવી રહ્યું ને કિચન, આ વાતો પર આપો ધ્યાન

Posted by

રસોઈઘર એટલે કે કિચનને આપણે બધા જ ઘરનો સૌથી જરૂરી ભાગ માનીએ છીએ. રસોઈઘરમાં માતા અન્નપૂર્ણાનો વાસ માનવામાં આવે છે. આ એ જ સ્થળ છે જ્યાં આપણા પરિવારના લોકોનું સ્વાસ્થય અને બરકત જોડાયેલી રહે છે. વાસ્તુના હિસાબથી રસોઈઘર સાચી દિશામાં હોવું અને દોષ મુક્ત હોવું સૌથી જરૂરી માનવામાં આવે છે. ઘણીવાર રસોઈઘરમાં વાસ્તુ દોષ હોવાના કારણે જે મહિલાઓ રસોઈમાં ભોજન બનાવે છે, તેમને સ્વાસ્થ્ય સંબંધીત સમસ્યાઓ રહેવા લાગે છે અથવા તો તેમના દાંપત્યજીવન પર વિપરિત પ્રભાવ પડે છે. આજે અમે તમને એવી ઘણી વાતો જણાવીશું, જે રસોઈઘર સાથે જોડાયેલ છે અને આ વાતો પર તમારે ધ્યાન આપવું ખૂબ જ જરૂરી છે.

કિચનમાં ગેસ સ્ટવની સાચી દિશા

ગેસ સ્ટવનું સાચી દિશામાં હોવું કિચનમાં સૌથી જરૂરી માનવામાં આવે છે. વાસ્તુના હિસાબે કિચન માટે સૌથી આદર્શ દિશા દક્ષિણ-પૂર્વ માનવામાં આવે છે. તો આ હિસાબે ગેસ સ્ટવને પૂર્વ દિશાના સ્લેબ પર રાખવુ સૌથી ઉચિત માનવામાં આવે છે. જો તમારા ઘરમાં કિચન દક્ષિણ-પશ્ચિમ દિશામાં હોય તો એવું જોવા મળે છે કે પરિવારના પુરૂષ સદસ્યની મુશ્કેલીઓ વધવા લાગે છે. આ દિશામાં કીચન હોવું તમારા વંશને આગળ વધારવામાં અડચણરૂપ માનવામાં આવે છે.

ખોટી દિશામાં ભોજન બનાવવું

જો તમારા ઘરના કિચનમાં ખોટી દિશામાં ભોજન બનતું હોય તો તે ખૂબ જ નુકસાનકારક છે. આવું થવાથી તમારા પરિવારના પુરુષોને ઘણા પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યા રહેવા લાગે છે. તેવામાં ઘરના પુરુષ ઘણીવાર તાવ, ડાયાબિટીસ અને હાઇપર ટેન્શનથી પરેશાન રહે છે.

મહિલાઓને રહે છે આ સમસ્યાઓ

જો તમારા ઘરની મહિલાઓ ખોટી દિશામાં મોઢું રાખીને ભોજન બનાવે છે તો તે શારીરિક અને માનસિક રૂપથી બિમાર રહેવા લાગે છે. તેવામાં મહિલાઓને ઘૂંટણમાં દુખાવો રહેવા લાગે છે. તેમના કમરમાં દુખાવો અને માનસિક તણાવ રહેવા લાગે છે. એટલે સુધી કે તેમને અપચાની સમસ્યા પણ રહેવા લાગે છે.

આગ અને પાણી એકસાથે થઈ જાય તો

કહેવત છે કે આગ અને પાણીનો સાથ હોતો નથી. આ વાત તમારા કિચનની બાબતમાં પણ એકદમ ફિટ બેસે છે. જો તમારા કિચનમાં ગેસ સ્ટવ અને નળ એક જ દિશામાં હોય તો તેને સૌથી મોટો દોષ માનવામાં આવે છે. જે ઘરમાં આવું હોય છે, ત્યાં પરિવારના લોકોમાં કંકાશ થતો રહે છે. એકબીજાની વાત કોઈ સાંભળતું નથી. સારું રહેશે કે ગેસ સ્ટવ ત્યાં ભૂલથી પણ ના રાખીએ જ્યાં નળ લાગેલ હોય.

આ વાતનું ધ્યાન રાખો

આજકાલ જોવામાં આવે છે કે લોકો પોતાના ઘરમાં મોડ્યુલર કિચન બનાવે છે. તેમાં કોઈ ખરાબી પણ નથી. પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે મહિલા જ્યાં ઊભી રહીને ભોજન બનાવે છે તે સ્થાન અને મુખ્ય દ્વારની વચ્ચે એક પડદો કે પછી કોઈ દિવાલ હોવી જરૂરી છે. આવું ના હોય તો તમારા ઘરમાં નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધી જાય છે અને મહિલાઓને ઘૂંટણમાં દુખાવો પણ રહેવા લાગે છે.

વૈકલ્પિક વ્યવસ્થા

આમ તો કિચન માટે સૌથી સારી દિશા દક્ષિણ-પૂર્વ માનવામાં આવે છે. જો તમારા ઘરમાં આવું કરવું સંભવ ના હોય તો તમે વૈકલ્પિક વ્યવસ્થાના રૂપમાં કિચનને ઉત્તર-પશ્ચિમમાં પણ બનાવી શકો છો.