વાસ્તુ ટિપ્સ : માં લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે ઘરે લઈ આવો આ ૪ ચીજો, ધનની આવક ક્યારેય નહી રોકાય

Posted by

હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવી કહેવામાં આવે છે. એવી માન્યતા છે કે જો તમે લક્ષ્મીજીને પ્રસન્ન કરવામાં સફળ રહ્યા તો તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિની કોઈ કમી આવતી નથી. પૈસાની બાબતમાં ભાગ્ય તમને હંમેશા સાથ આપશે. તમારા ઘરમાં ગરીબી ક્યારેય પ્રવેશ નહી કરે. લક્ષ્મીજીના આશીર્વાદ યશ, વૈભવ અને કીર્તિથી લિપ્ત હોય છે. એકવાર લક્ષ્મીજીએ તમારા ઘરે પધારીને પોતાની કૃપા વરસાવી દીધી તો તમારી પ્રગતિ નિશ્ચિત છે.

વાસ્તુશાસ્ત્રમાં પણ ધનની દેવી માં લક્ષ્મીને પ્રસન્ન કરવાના અમુક ઉપાયો જણાવવામાં આવ્યા છે. ઉદાહરણ તરીકે જો તમે પોતાના ઘરે અમુક ખાસ પ્રકારની ચીજો લઇ આવ્યા તો માં લક્ષ્મી ખુશ થઇ જાય છે અને તમારા ઉપર તેમની અસીમ કૃપા વરસાવે છે. તો ચાલો રાહ જોયા વગર જાણી લઈએ કે માં લક્ષ્મીને ખુશ કરવા માટે તમારે ઘરમાં શું શું લાવવું જોઈએ.

લક્ષ્મી નારાયણ

 

ઘરની અંદર લક્ષ્મી નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર લગાવવી શુભ હોય છે. તેનાથી માં લક્ષ્મી જલ્દી પ્રસન્ન થઈ જાય છે. એવું માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ લક્ષ્મી નારાયણની સવારે અને સાંજે પૂજા-પાઠ કરવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીનું આગમન થાય છે. ત્યાં માં લક્ષ્મીનું સ્થાયી નિવાસ બની જાય છે. તે ઘરમાં પૈસા તો હોય જ છે સાથે જ શાંતિ અને ભાગ્ય પણ આવે છે.

શ્રી યંત્ર

ઘરની ઉત્તર-પૂર્વ કે પૂર્વ દિશામાં શ્રીયંત્ર જરૂર રાખવું જોઈએ. એવી માન્યતા છે કે આ શ્રી યંત્રમાં માં લક્ષ્મી નિવાસ કરે છે. જો તમે તેને ઘરમાં રાખો છો તો પૈસાની આવક ક્યારેય બંધ થતી નથી. જોકે તેને એકવાર ઘરમાં સ્થાપિત કર્યા બાદ તેમના દરરોજ પૂજા પાઠ પણ અવશ્ય કરવા જોઈએ. તેની સાથે જ ઘરના બધા જ લોકોએ તેમની સામે હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ. જો તમે ઈચ્છો તો શ્રીયંત્રને પોતાના પર્સમાં પણ રાખી શકો છો.

ગણેશજી

માં લક્ષ્મી ગણેશજીને પોતાના પુત્ર માને છે. તેથી જો તમે ઘરમાં ગણેશજીની પ્રતિમા કે તસ્વીર લઈને આવો છો તો માં લક્ષ્મી તમારાથી પ્રસન્ન રહે છે. માં લક્ષ્મીજીની પૂજા કરતા પહેલા ગણેશજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

શ્રીફળ

શ્રીફળ એટલે કે નારિયેળ લક્ષ્મીજીને અત્યંત પ્રિય હોય છે. શુક્રવારના દિવસે તમારે માં લક્ષ્મીજીનાં ચરણોમાં શ્રીફળ ચઢાવવું જોઈએ. આવું કરવાથી ગરીબી દૂર રહે છે. તમારું ભાગ્ય ચમકવા લાગે છે. કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવા જઈ રહ્યા હોય તો તે પહેલા પણ લક્ષ્મીજીને શ્રીફળનો ભોગ અવશ્ય લગાવવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *