વાસ્તુશાસ્ત્ર : અચાનકથી વધવા લાગે ઘરના ખર્ચાઓ તો થઇ જાઓ સાવધાન, તરત જ આ વાતો પર આપો ધ્યાન

Posted by

મનુષ્ય પોતાના જીવનમાં ખૂબ જ પરેશાનીઓમાંથી પસાર થતો હોય છે. ભલે તે પછી નોકરીની સમસ્યા હોય કે વ્યવસાયની, કે પછી આર્થિક પરેશાની. જો તમે આ બધી જ સમસ્યાઓમાંથી છુટકારો મેળવવા માંગતા હોય તો તેના માટે વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલા અમુક નિયમોનું પાલન કરવું પડશે. હકીકતમાં જો ઘરની અંદર નકારાત્મક ઉર્જાનો પ્રવાહ રહે છે તો આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. ઘરના ખર્ચાઓ અચાનકથી વધવા લાગે છે.

ઘરમાં દરેક દિવસે કોઇને કોઇ વાતને લઇને સમસ્યા ઉત્પન્ન થતી રહેતી હોય છે. જો તમે તમારી સમસ્યાઓથી નિરંતર ઘેરાયેલા હોય તો તેમનું પરિણામ ખૂબ જ ખરાબ મળી શકે છે. તેથી સમય પહેલા તમારે તેમનું સમાધાન કરવું જોઈએ. આજે અમે તમને વાસ્તુશાસ્ત્રમાં જણાવવામાં આવેલ અમુક મહત્વપૂર્ણ વાતોની વિશે જાણકારી આપીશું. જો જેના પર તમે ધ્યાન આપશો તો તમે તમારી સમસ્યાઓમાંથી મુક્તિ મેળવી શકો છો. વાસ્તુશાસ્ત્રના અનુસાર આટલી વાતોનું ધ્યાન રાખવું જોઈએ.

રાતે સુતા પહેલા ગંદા વાસણો સાફ કરો

વાસ્તુશાસ્ત્રના અનુસાર ગંદા વાસણો ઘરમાં નકારાત્મક ઊર્જાને વધારે છે. ઘણા લોકોની આદત હોય છે કે રાતના સમયે ભોજન કર્યા બાદ વાસણ સાફ કર્યા વગર સૂઈ જતા હોય છે પરંતુ તમારી આ આદત તમારી સમસ્યાનું મુખ્ય કારણ હોય છે. જો તમે રાતના સમયે ગંદા વાસણો છોડીને સુઈ જાઓ છો તો તેના લીધે નકારાત્મક ઊર્જા સક્રિય થઈ જાય છે, જેના લીધે લગ્નજીવનમાં સમસ્યાઓ ઉત્પન્ન થવા લાગે છે. ઘરના કોઈને કોઈ સદસ્યની તબિયત અચાનક જ ખરાબ થઈ જાય છે. ઘણીવાર તો દવાઓ અને સારવાર કરાવવા છતાં પણ સ્વાસ્થ્યમાં સુધારો આવતો નથી, એટલું જ નહી પરંતુ તેના લીધે ધન હાનિનો પણ સામનો કરવો પડતો હોય છે. તેથી તમારે રાતના સમયે ગંદા વાસણો સાફ જરૂર કરવા જોઈએ.

ધન હાનિની નિશાની છે પાણીનું ટપકવું

ઘણીવાર જોવા મળ્યું છે કે ઘરની અંદર લગાવવામાં આવેલ નળ કે પછી કોઈ પાઇપમાંથી પાણી ટપકતું રહે છે, જેના પર વ્યક્તિ ધ્યાન આપતો નથી પરંતુ જો તમે તેને અવગણો છો તો તેનાથી તમારા જીવનમાં ધન સાથે જોડાયેલ ઘણી સમસ્યાઓમાંથી પસાર થવું પડે છે. જી હા, કારણ કે તેના લીધે ખર્ચાઓમાં વધારો થવા લાગે છે. વાસ્તુશાસ્ત્રના અનુસાર પાણીનું ટપકવું શુભ માનવામાં આવતું નથી. જો તમારા ઘરમાં પણ કોઈ જગ્યાએથી પાણી ટપકી રહ્યું હોય તો તમારે તેને તરત જ ઠીક કરાવવું જોઈએ.

શુ રૈક દરવાજાની પાસે ના રાખો

વાસ્તુશાસ્ત્રના અનુસાર જો ઘરના મુખ્ય દરવાજાની પાસે શુ-રૈક રાખવામાં આવેલ છે તો તેના લીધે ધનની બરબાદી થવા લાગે છે. હાથમાં આવેલા પૈસા પણ ટકી શકતા નથી. બિનજરૂરી કામોમાં પૈસા ખર્ચ થઈ જાય છે તેથી તમારે શૂ-રૈક એવી જગ્યા પર રાખવું જોઇએ જ્યાં આવનાર વ્યક્તિની દ્રષ્ટિ ના પડે.

ઘરમાં તૂટેલા વાસણો ના રાખવાં

જો તમારા ઘરમાં કોઈ એવો સામાન રાખવામાં આવ્યો છે જે કોઈ પણ કામનો નથી અથવા તો પછી તૂટેલ-ફૂટેલ હોય તો તેને તમારે પોતાના ઘરમાંથી તરત જ બહાર કાઢી નાખવો જોઈએ, કારણ કે ઘરની અંદર રાખવામાં આવેલ તૂટેલા વાસણોનાં કારણે ખર્ચાઓ વધવા લાગે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *