વેપારમાં થવા લાગશે પ્રગતિ, થશે ધનની વર્ષા, બસ કરી દો આ ઉપાયો

જો તમને તમારા વ્યાપારમાં નુકસાન થતું હોય અને કોઈ પણ કાર્ય સફળ ના થતું હોય તો સફળતા માટે તમારે વ્યાપાર સ્થળમાં વાસ્તુદોષ હોઈ શકે છે. વાસ્તુદોષ થવાના કારણે ધનની હાનિ થાય છે અને લાખો મહેનત કરવા છતાં પણ સફળતા મળતી નથી. વાસ્તુ દોષ હોય તો નીચે જણાવેલા ઉપાયો કરવા. આ સરળ ઉપાયોની મદદથી વાસ્તુદોષ દૂર થઈ જશે અને ધનલાભ થશે.

વ્યાપાર સ્થળ ઉપર રાખવી આ વસ્તુઓ

તમારા કાર્યસ્થળના ટેબલ ઉપર સ્ફટિક, શ્રીયંત્ર, ક્રિસ્ટલ બોલ, શ્રીયંત્ર રાખવું. ટેબલ પર આ વસ્તુઓ રાખવી શુભ માનવામાં આવે છે. આ વસ્તુઓ પાસે હોય તો વ્યાપારમાં લાભ થાય છે.

દરવાજો એકદમ સાફ રાખવો

વ્યાપાર સ્થળના મુખ્ય દરવાજાને એકદમ સાફ રાખવો. કારણકે મુખ્ય દ્વારથી જ માતા લક્ષ્મી પ્રવેશ કરે છે. સાથે જ બારી, અલમારી અને ખુરશી તૂટેલી ના હોય તેનું પણ ધ્યાન રાખવું જોઈએ. ફેક્ટરી અને ઇત્યાદિ જગ્યા ઉપર તૂટેલો સામાન હોય તો વાસ્તુદોષ લાગી જાય છે તેથી તમારે આ સુનિશ્ચિત કરવું કે તમારા કાર્યસ્થળમાં તૂટેલો સામાન ના હોય અને મુખ્ય દરવાજો એકદમ સાફ હોય.

રાખવો પાંચજન્ય શંખ

કાર્યમાં સફળતા ન મળતી હોય તો કાર્યસ્થળ પર પંચજન્ય શંખ રાખી દેવો. પંચજન્ય શંખને રાખવાથી ધન લાભ થાય છે. આ વાતનું ધ્યાન રાખવું કે પંચજન્ય શંખને પુજા કર્યા પછી જ સ્થાપિત કરવો.

હલકો રંગ રાખવો

વાસ્તુશાસ્ત્રમાં રંગને ઉત્તમ માનવામાં આવે છે અને આ રંગોને ભાગ્ય સાથે જોડવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે વ્યાપાર સ્થળની જગ્યા પર આછો રંગ હોવો જોઈએ. તેથી વ્યાપાર સ્થળની દિવારો ઉપર જો ઘાટો રંગ હોય તો તમે તેની દિવાલ પર સફેદ, ક્રીમ જેવો રંગ કરી શકો છો.

અંદરની બાજુ ખોલવો દરવાજો

કાર્યક્ષેત્ર પર લગાવેલ દરવાજો હંમેશા અંદરની બાજુ જ ખુલવો જોઈએ. સાથે જ દરવાજાનો રંગ કાળો ના હોવો જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કાળા રંગને અશુભ માનવામાં આવે છે.

સાચી દિશામાં રાખવી તિજોરી

કાર્યસ્થળમાં ધન રાખવામાં આવતી જગ્યાને સમજી વિચારીને રાખવી. કારણ કે ખોટી જગ્યા પર રાખેલી તિજોરી કે કેશ કાઉન્ટર હોય તો ધન લાભ થતો નથી. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે તિજોરી અને કેશ કાઉન્ટર માટે ઉત્તર દિશા ઉત્તમ હોય છે અને આ દિશાની બાજુ તિજોરી નું મુખ હોવું જોઈએ. વાસ્તવમાં ઉત્તર દિશા ધનના દેવતા કુબેર ભગવાનની દિશા માનવામાં આવે છે. તેથી પૂજા સ્થાનની દિશા ઉપર પણ ખાસ ધ્યાન આપવું. બેસવાની જગ્યા પર મંદિર કે પૂજા ઘર બનાવવું ના જોઈએ. પૂજા ઘરને ઈશાન ખૂણામાં જ બનાવવું.

ઘોડાની નાળ લગાવો

સફળતા અને નજરદોષ દૂર કરવા માટે કાર્યસ્થળ પર ઘોડાની નાળ લગાવવી જોઈએ. ઘોડાની નાળને પ્રવેશદ્વાર ઉપર લગાવાથી વ્યાપારમાં વૃદ્ધિ થાય છે. ઉપર બતાવેલા વાસ્તુશાસ્ત્ર ઉપાય જરૂરથી કરવા. આ ઉપાય કરવાથી ધન લાભ થશે અને વ્યાપારમાં થતી સમસ્યા જડથી દૂર થઈ જશે.