વિક્કી સાથે અફેરની ખબરોની વચ્ચે કેટરિનાએ ભર્યું મોટુ પગલું, લોકોએ કહ્યું “સલમાનનો ડર”

Posted by

બોલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી સુંદર અને મશહૂર અભિનેત્રી કેટરીના કૈફ ભલે હાલના દિવસોમાં ફિલ્મોથી દૂર હોય પરંતુ તે સતત ચર્ચામાં રહેલી છે. હકીકતમાં તેમનું ચર્ચામાં રહેવાનું કારણ વિક્કી કૌશલની સાથે તેમની રિલેશનશિપ છે. પાછલા ઘણા લાંબા સમયથી કેટરીના કૈફની સાથે વિક્કી કૌશલનું નામ જોડવામાં આવી રહ્યું છે. તેની વચ્ચે જ કેટરીના કૈફે વિક્કી માટે એક એવું પગલું ભર્યું છે કે ત્યારબાદ બોલીવુડ ગલીઓમાં તેમની રિલેશનશિપને લઈને ચર્ચાઓ વધી ગઈ છે. તો ચાલો જાણી લઈએ આખરે કેટરીનાએ એવું તો શું કર્યું છે.

કેટરિનાએ પોતાના બોયફ્રેન્ડ માટે કર્યું આ કામ

બોલિવૂડના બીજા કલાકારોની જેમ જ કેટરીના અને વિક્કી પણ નવા વર્ષનાં સેલિબ્રેશન માટે બહાર ફરવા ગયા હતાં. બંનેએ પોતાના વેકેશનની તસ્વીરો સોશિયલ મીડિયા પર ફેન્સની સાથે શેર કરી છે પરંતુ કોઈપણ તસ્વીરમાં બન્ને સાથે જોવા મળ્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by Vicky Kaushal (@vickykaushal09)

જો કે કેટરીના દ્વારા પોસ્ટ કરવામાં આવેલ એક તસ્વીરમાં ફેન્સે બેકગ્રાઉન્ડમાં લાગેલા ગ્લાસમાં વિક્કી કૌશલને સ્પોટ કરી લીધા. ત્યારબાદ જ્યારે આ મામલો ઉછળવા લાગ્યો તો કેટરિનાએ ઇન્સ્ટાગ્રામ પરથી આ તસ્વીરને હટાવી દીધી. તેવામાં હવે વિક્કી અને કેટરીનાના રિલેશનશીપની દરેક તરફ ચર્ચાઓ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Katrina Kaif (@katrinakaif)

સોશિયલ મીડિયા પર સતત એવી ચર્ચાઓ થઈ રહી છે કે વિક્કી અને કેટરિના રિલેશનશિપમાં છે અને બંને નવા વર્ષના સેલિબ્રેશન માટે રજાઓ ગાળવા એકસાથે ગયા હતાં. આ દરમિયાન બંનેએ ખૂબ જ મસ્તી કરી અને ક્વોલિટી ટાઇમ સાથે પસાર કર્યો.

જણાવી દઈએ કે કેટરિના અને વિક્કીની સાથે કેટરિનાની બહેન ઇજાબેલા પણ હતી. ઈજાબેલાની સાથે કેટરીનાએ અમુક તસ્વીરો શેર કરી છે.

 

View this post on Instagram

 

A post shared by vicky and katrina (@vicckaat)

જણાવી દઈએ કે પાછલા લાંબા સમયથી વિક્કી અને કેટરીનાની રિલેશનશિપને લઈને ચર્ચાઓ થઈ રહી છે. જોકે હજુ સુધી બંને પોતાના રિલેશનશીપની ખબરોને ઓફિસિયલ જાહેર કરી નથી અને જે રીતે કેટરીનાએ ઇન્સ્ટાગ્રામ પરથી તસ્વીરો ડિલિટ કરી છે, તેના પરથી તો એવું લાગી રહ્યું છે કે હજુ તે આ ખબરને જાહેર કરવાના મૂડમાં નથી.

જણાવવામાં આવી રહ્યું છે કે આ પહેલા પણ ઘણીવાર કેટરીના અને વિક્કીને એકસાથે સ્પોટ કરવામાં આવ્યા છે અને તેમની તસ્વીરો ખૂબ જ વાયરલ પણ થઈ છે. પરંતુ બંને પોતાની રિલેશનશિપને લઈને મીડિયાની સામે કંઈપણ કહેવાથી બચે છે. તેવામાં હવે ફેન્સ તે વાતની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે આખરે ક્યારે તે બંને પોતાની રિલેશનશીપને ઓફિશીયલી જાહેર કરશે.

આવું પહેલીવાર નથી બન્યું જ્યારે કેટરીનાનું નામ કોઈ અભિનેતાની સાથે જોડાયું હોય. આ પહેલા સલમાન ખાન, રણબીર કપૂર જેવા અભિનેતાઓની સાથે તે રિલેશનશિપમાં રહી ચૂકી છે. વળી વિક્કી કૌશલ હાર્લીન ચોપડા સાથે રિલેશનશિપમાં રહી ચૂક્યા છે, પરંતુ ફિલ્મ “ઉરી” બાદ બન્નેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *