વિદાયનાં સમયે દુલ્હન માતા-પિતાના ઘરે માથા ઉપરથી ચોખા શા માટે ફેંકે છે, કારણ છે હૃદયસ્પર્શી

Posted by

ભારતમાં જ્યારે પણ લગ્ન થાય છે તો રીતી-રિવાજોને વધારે પ્રાથમિકતા આપવામાં આવે છે. આ લગ્નમાં જેટલા પણ રિવાજ હોય છે, લગભગ બધાં જ પોતાનું કોઈ કારણ કે અર્થ હોય છે. પછી ભલે તે હળદરની વિધિ હોય કે અગ્નિની ચારેય તરફ ફરીને વચનો આપવાની વિધિ હોય. વિદાય સમારોહ પણ દરેક હિંદુ ધર્મનાં લગ્નનો એક મહત્વનો ભાગ હોય છે. તમે પણ જોયું હશે કે જ્યારે પણ કોઇ યુવતિની વિદાય થાય છે તો તે જતાં પહેલા પોતાના ઘરમાં માથા પરથી ચોખા ફેંકે છે. તેવામાં શું તમે ક્યારેય એવું વિચાર્યું છે કે તે આવું શા માટે કરે છે ? તો ચાલો અમે તમને જણાવી દઈએ તેના વિશે વિસ્તારથી.

વિદાય શબ્દનો મતલબ હોય છે ગુડ બાય. તેવામાં પરિવારને અલવિદા કહેતા પહેલા દુલ્હન પોતાના હાથોથી ઘર તરફ ચોખા ફેકે છે. આ ચોખામાં ઘણીવાર ફૂલ કે સિક્કાઓ ભેળવવામાં આવે છે. કન્યાએ તેમને પોતાના માથા પરથી ફેંકવાનું હોય છે. ત્યારબાદ તેમના પરિવારના લોકો તેમને પોતાના આંચલ કે પલ્લુમાં ઝીલી લે છે. ચોખા ફેક્યા બાદ કન્યા પાછળ ફરીને જોતી નથી અને સીધી પોતાની કારમાં જઈને બેસી જતી હોય છે.

હવે સવાલ એ ઉભો થાય છે કે કન્યા પાસે આવું શા માટે કરાવવામાં આવે છે. હકીકતમાં હિન્દુ ધર્મમાં દિકરીઓને માં લક્ષ્મીનું રૂપ માનવામાં આવે છે. એવું કહેવામાં આવે છે કે દિકરીને લીધે જ ઘરમાં ધન અને બરકત જળવાઈ રહે છે, તેવામાં જ્યારે યુવતી લગ્ન કરીને પોતાના માતાપિતાનું ઘર છોડે છે તો આ ચોખા એક પ્રતીકનું કામ કરે છે. તેનો મતલબ છે કે યુવતીએ પોતાનું ઘર છોડ્યા બાદ પણ તેમના પિયરમાં ધન, બરકત અને પ્રગતિમાં કોઈ કમી નહી આવે.

તેના સિવાય ચોખા ફેંકવાનો એક અર્થ એ પણ થાય છે કે યુવતી પોતાના માતા-પિતાને નાનપણથી લઈને અત્યાર સુધીના પાલન-પોષણ માટે ધન્યવાદ કરે છે. એક માન્યતા એ પણ છે કે યુવતી પોતાના નવા જીવનની તરફ પગલાં માંડવા જઈ રહી છે તેથી તે આ ચોખાને ફેંકીને પોતાના ઉપરથી ખરાબ અને નકારાત્મક શક્તિઓને દૂર કરે છે. આ રીતે તેમના નવા જીવનમાં કોઈપણ પ્રકારની સમસ્યા આવતી નથી.

હવે તમારામાંથી અમુક લોકો એવું પણ વિચારી રહ્યા હશે કે આ કામ માટે ફક્ત ચોખાનો જ ઉપયોગ કેમ કરવામાં આવે છે ? તો ચાલો તમારી આ જિજ્ઞાસાને પણ દૂર કરી દઈએ. હકીકતમાં ચોખા પૂર્વથી લઈને પશ્ચિમ સુધી બધા જ ભારતીયોના ખોરાકનો એક ભાગ હોય છે. તેનો ઉપયોગ લગભગ બધી જ સંસ્કૃતિઓમાં કરવામાં આવે છે. તેના સિવાય પૂજા-પાઠમાં પણ ચોખાનો ઉપયોગ થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે વિદેશોમાં પણ અમુક નવા મેરીડ કપલ લગ્ન પછી ચોખાથી સ્નાન પણ કરે છે. તેનાથી તેમના સારા ભાગ્ય અને સારા જીવનની કામના થાય છે. તેના સિવાય ચોખા એક એવું અનાજ છે, જે લાંબા સમય સુધી ખરાબ થયા વગર રહી શકે છે. પ્રાચીન સમયમાં તેમનો ઉપયોગ ખરાબ શક્તિઓને ભગાવવા માટે પણ કરવામાં આવતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *