વિડિયો : અક્ષય કુમારને પસંદ ના આવી સારા અલી ખાનની એક્ટિંગ, કહ્યું, આટલી ખરાબ…

સૈફ અલી ખાનની દિકરી સારા અલી ખાન અને બોલીવુડના એક્શન ખેલાડી અક્ષય કુમાર હાલના દિવસોમાં પોતાની આગામી ફિલ્મ “અતરંગી રે” ને લઈને ચર્ચામાં રહેલા છે. આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરી ૨૦૨૧ ના રોજ રિલીઝ થશે. આ ફિલ્મનો ફર્સ્ટ લુક સામે આવી ચૂક્યો છે, જેમાં અક્ષય કુમાર ખૂબ જ અતરંગી અવતારમાં જોવા મળી રહ્યા છે. આ ફિલ્મમાં રજનીકાંતના જમાઈ ધનુષ અને નસરુદ્દીન શાહ પણ છે.

હાલમાં જ સારાએ “અતરંગી રે” ના સેટ પરથી એક વિડીયો પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કર્યો છે. આ વીડિયોમાં સારા એક રિપોર્ટરની એક્ટિંગ કરતાં નજર આવી રહી છે. જોકે આ એક્ટિંગ અક્ષય કુમારને બિલકુલ પણ પસંદ આવતી નથી. ત્યાં સુધી કે તે સારા ના આ અંદાજને “ઘટિયા” પણ કહી દે છે. ત્યારબાદ તે પોતાનું માથું પણ નમાવી દે છે.

આ વીડિયોમાં સારા રિપોર્ટર બનીને દર્શકોને અક્ષય કુમાર સાથે પરિચય કરાવે છે. આ દરમિયાન તે તાજમહેલ અને અક્ષય કુમારને લઇને એક કવિતા બનાવવાનો પ્રયાસ કરે છે. જેમાં તે ખૂબ જ ખરાબ રીતે નિષ્ફળ રહે છે. બસ આ વાતને લઈને અક્ષય કુમાર પોતાનું માથું નમાવી દે છે. સારા ની કવિતા કંઈક આ પ્રકારે હોય છે. (તાજ મહેલ તરફ ઈશારો કરતા) તમારે લોકોને જોવાનું છે ત્યાં, જ્યારે અક્ષય કુમાર છે અહીંયા.

આ સાંભળ્યા બાદ અક્ષય પોતાનું માથું નમાવી દે છે અને બોલે છે કે, આમણે હમણાં જ કવિતા બનાવવાની કોશિશ કરી પરંતુ આનાથી બક્વાસ કવિતા મેં હજુ સુધી જોઈ નથી. પરંતુ તેમણે કોશિશ કરી જે ખૂબ જ સારી વાત છે કારણ કે કોશિશ કરનાર લોકોની ક્યારેય હાર થતી નથી, પ્રયત્ન કરતા રહો.

ત્યારબાદ સારા તાજમહેલ સાથે જોડાયેલી વાતો દર્શકોને જણાવવા લાગે છે. સારા અને અક્ષયનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. ફેન્સ તેમના પર ખુબ જ મજેદાર પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. એક યૂઝરે તેમના પર લખ્યું છે કે, સારા ની સાથે કામ કરવાનું દર્દ આપણે અક્ષય કુમારની આંખોમાં સ્પષ્ટ જોઈ રહ્યા છીએ. વળી કોઈએ લખ્યું છે કે સારા ની આ હરકતો અક્ષય એ કેવી રીતે સહન કરી હશે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

જણાવી દઈએ કે હાલના સમયમાં અક્ષય કુમાર અને સારા અલી ખાન આગરા ના ફેમસ તાજમહેલમાં પોતાની આગામી ફિલ્મ “અતરંગી રે” નું શૂટિંગ કરી રહ્યા છે. અહીંયા તેમની સુરક્ષા માટે ઘણી કડક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ફેન્સ સારા અને અક્ષય કુમારની જોડીને ફિલ્મમાં જોવા માટે આતુર બન્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Sara Ali Khan (@saraalikhan95)

થોડા સમય પહેલાં જ સારા એ અક્ષયના શાહજહાંના ગેટઅપ વાળો લુક પણ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો હતો. આ ફોટામાં અક્ષય પાલખીમાં બેસીને હાથમાં ગુલાબ લઈને જોવા મળ્યા હતાં. આ ફોટાની સાથે સારાએ કેપ્શનમાં લખ્યું હતું કે આમનાથી વધારે અતરંગી કંઈ ના હોઈ શકે. આ શાહજહા નહી મિસ્ટર કુમાર છે.