વિડિયો : માસ્ક વગર ફરી રહ્યા હતા લોકો, પોલીસવાળાએ એકને મારી થપ્પડ તો બાકીના લોકોએ ફટાફટ પહેરી લીધું માસ્ક

દેશમાં કોરોનાનો કહેર હજુ સુધી ખતમ થયો નથી. જોકે વર્ષ ૨૦૨૦ ને અલવિદા કહેવાની સાથે સાથે લોકોએ પોતાના માસ્કને પણ ગુડબાય કહી દીધું છે. તમે તમારી આસપાસ જ નજર ફેરવીને જોઇ શકો છો. ઘણા બધા લોકો તમને માસ્ક પહેર્યા વગર ફરતા જોવા મળશે. આ બધા જ લોકોના ખિસ્સામાં માસ્ક તો જરૂર હોય છે પરંતુ તેને પહેરીને કોઈ ફરતું નથી. તમામ લોકોએ કોરોનાને હળવાશમાં લીધો છે. તેવામાં એક વ્યક્તિએ નકલી પોલીસ વાળો બનીને બધાને યોગ્ય પાઠ ભણાવ્યો છે.

હકીકતમાં હાલનાં દિવસોમાં સોશિયલ મીડિયા પર એક મજેદાર પ્રેન્ક વિડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં એક વ્યક્તિ નકલી પોલીસ વાળો બની જાય છે અને બાદમાં પબ્લિકમાં માસ્ક વગર ઉભેલા એક વ્યક્તિને બે તમાચા લગાવીને પૂછે છે કે તારું માસ ક્યાં છે ? તે વ્યક્તિને માર ખાતા જોઈને આસપાસ ઊભેલા લોકો ડરના લીધે પોતે જ માસ્ક પહેરવા લાગે છે. હકીકતમાં આ વ્યક્તિ પોલીસવાળો બનીને જે યુવકને મારે છે તે પણ તેમની ટીમનો જ હોય છે. બસ લોકોને માસ્ક પહેરાવવા માટે તે આ પ્રેન્ક કરે છે.

આ વીડિયોને ટ્વિટર પર @ColTekpal નામના એક યૂઝરે શેર કર્યો છે. આ વીડિયોને શેર કરતા તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, ભારતમાં આપણે તેને “એન્ફોર્સમેન્ટ ઓફ ડિસિપ્લિન” મતલબ કે (સખ્તાઈથી નિયમોનું પાલન કરાવવાનું) કહીએ છીએ. આ વીડિયો ટ્વિટર પર લોકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. તેમનું કહેવું છે કે દેશમાં અનુશાસનનું પાલન કરાવવાની આ સૌથી સારી રીત છે. આ વીડિયોને અત્યાર સુધીમાં ૫૦ હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.

આ વીડિયો વાયરલ થયા બાદ દરેક લોકોના ખુબ જ મજેદાર રિએક્શન આવી રહ્યા છે. મોટાભાગના લોકો તે વાતથી સહમત નજર આવ્યા કે સખ્ત થયા વગર ભારતમાં લોકો પાસે અનુશાસનનું પાલન કરવું ખૂબ જ મુશ્કેલ કામ છે.

યાદ છે ને ક્લાસમાં એક બાળકને ઠપકો આપવામાં આવતો હતો તો બાકીનાં બધા જ બાળકો કઈ રીતે શરીફ બનીને વાંચવા લાગતા હતા.

ઘરની વહુઓ પણ આ રીતથી વાકેફ હશે. જ્યારે પણ સાસુએ વહુને ટોણા મારવાના હોય છે તો તે દિકરીને બોલે છે.

લાતો ના ભૂત વાતોથી નથી માનતા

જણાવી દઈએ કે પાછલા રવિવારે જ ડ્રગ કન્ટ્રોલર જનર ઓફ ઇન્ડિયા DCGI એ બે વેક્સિન (કોવિશિલ્ડ અને કોવેક્સિન)ને કોરોનાનાં ઈલાજ માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપવામાં આવી છે.