સારા અલી ખાન હાલના દિવસોમાં મીડિયામાં છવાયેલી છે. સુશાંત સિંહ રાજપૂત કેસમાં NCB દ્વારા ડ્રગ્સ એંગલને લઈને ચાલી રહેલી તપાસમાં તેમનું પણ નામ સામે આવ્યું છે. આ બધાની વચ્ચે સારા ખાનનો એક જુનો વિડીયો પણ ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન જણાવે છે કે કઇ રીતે એકવાર તે રસ્તા પર ડાન્સ કરવા લાગી હતી અને લોકોએ તેમને ભિખારી સમજીને હાથમાં પૈસા પકડાવી દીધા હતા. રસપ્રદ વાત એ છે કે સારા અલી ખાને તે પૈસા ખુશી ખુશી રાખી પણ લીધા હતા.
સારા અલી ખાન એક ઇન્ટરવ્યૂ દરમિયાન જણાવે છે કે એકવાર હું, ભાઈ ઈબ્રાહીમ, મમ્મી અમૃતા અને પાપા સૈફ ખરીદી કરવા નીકળ્યા હતા. ત્યાં અમૃતા અને સૈફ અમુક વસ્તુ ખરીદવા માટે શોપમાં ચાલ્યા ગયા હતા. સારા અલી ખાન બહાર રસ્તા પર પોતાના ભાઈ અને હાઉસ હેલ્પરની સાથે ઊભી હતી. ત્યાં સારા અલી ખાને અચાનક જ ડાન્સ કરવાનું શરૂ કરી દીધું હતું.
સારા અલી ખાનને ડાન્સ કરતાં જોઈને લોકોને એવું લાગ્યું કે તે ભિખારી છે તો તેમણે સારા અલી ખાનના હાથમાં પૈસા પકડાવી દીધા હતા. પૈસા મળતા જ સારા ખૂબ જ ખુશ થઈ ગઈ. તેમણે કહ્યું કે જુઓ હું કેટલી ક્યુટ લાગી રહી છું કે લોકોએ મને પૈસા આપ્યા. તેના પર તેમની મમ્મીએ કહ્યું કે તું ક્યુટ નહીં ભિખારી લાગી રહી છે તેથી લોકોએ તને પૈસા આપ્યા છે.
જુઓ વિડિયો
સારા અલી ખાનનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમણે પણ આ વીડિયો જોયો તે પોતાનું હસવું રોકી શકયાં નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં ૨ લાખ ૮૩ હજારથી વધારે લોકો જોઈ ચૂક્યા છે.
જો તેમના કામની વાત કરીએ તો સારા અલી ખાન છેલ્લે લવ આજકાલ-૨ માં કાર્તિક આર્યન સાથે નજર આવી હતી. તે ખૂબ જ જલ્દી કુલી નંબર-૧ માં અભિનેતા વરુણ ધવન સાથે જોવા મળશે. તેના સિવાય તે અક્ષય કુમારની સાથે અતરંગી રે ફિલ્મ પણ કરી રહી છે. સારા એ કેદારનાથ ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. તેમાં તેમની સાથે સુશાંત સિંહ રાજપૂત પણ હતાં. ત્યારબાદ તે સિમ્બા ફિલ્મમાં રણવીર સિંહ સાથે પણ જોવા મળી હતી.