વિડિયો : સલમાન ખાને ઉજવ્યો બોડીગાર્ડનો જન્મદિવસ, પરંતુ ખાધી નહી કેક

Posted by

સુપર સ્ટાર સલમાન ખાન ઇન્ડસ્ટ્રીમાં હંમેશાથી જ ચર્ચામાં રહે છે. પોતાની ફિલ્મો અને પોતાની એક્ટિંગની સાથે જ સલમાન ખાન પોતાની ઉદાર ભાવના માટે પણ બોલિવૂડમાં ખૂબ જ મશહૂર છે. ફરી એકવાર સલમાન ખાને પોતાની ઉદારતાનું પ્રમાણ આપ્યું છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં સલમાન ખાન પોતાના બોડીગાર્ડનો જન્મદિવસ ઊજવતા નજર આવી રહ્યા છે.

અભિનેતા સલમાન ખાને પોતાના બોડીગાર્ડ જગ્ગી નો જન્મદિવસ ઉજવ્યો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. આ વાયરલ વીડિયોમાં સલમાન ખાન કંઈક એવું કરે છે કે જેના લીધે આસપાસ રહેલા બધા જ લોકો હસવા લાગે છે અને બાદમાં તે બધા તાળીઓ પાડવા લાગે છે.

તમે આ વાયરલ થયેલા વિડિયોમાં જોઈ શકો છો કે સલમાન ખાનનો બોડીગાર્ડ જગ્ગી પોતાના જન્મદિવસની કેક કાપી રહ્યા છે. આ દરમિયાન ઘણા બધા લોકો આસપાસ રહેલા છે. વળી અભિનેતા સલમાન ખાન પણ જગ્ગી ની બરાબર પાસે જ ઉભા નજર આવી રહ્યા છે. જગ્ગી કેક કાપતાં જ સૌથી પહેલા સલમાન ખાનને કેક ખવડાવે છે, જોકે આ દરમિયાન સલમાન કંઈક એવું કરે છે કે જેના લીધે બધા જ હસવા લાગે છે.

હકીકતમાં જગ્ગી કેક કાપ્યા બાદ સલમાનને કેક ખવડાવે છે. સલમાન ખાન પણ પોતાનું મોઢું આગળ વધારે છે પરંતુ તે કેકની પાસે પોતાનું મોઢું લઈ જઈને પોતાનું મોઢું ફરીથી પરત લઇ લે છે. તે કેક ખાતા નથી અને કહે છે કે કેક ખૂબ જ સારી છે. તેમની આ વાત સાંભળીને ત્યાં હાજર રહેલા બધા જ લોકો હસવા લાગે છે અને તાળીઓ પાડવા લાગે છે.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

જાણકારીનાં અનુસાર સલમાન ખાનનો આ વિડીયો તેમની આગામી ફિલ્મ “અંતિમ” ના સેટનો છે. હાલમાં જ આ ફિલ્મનું એલાન કરવામાં આવ્યું હતું અને થોડા દિવસો પહેલાં જ સલમાન ખાને આ ફિલ્મનું શૂટિંગ શરૂ કર્યું છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં સલમાન ખાનના જીજા આયુષ શર્મા મહત્વની ભૂમિકામાં નજર આવશે. તેને લઈને આયુષ દ્વારા હાલમાં જ તેમણે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં સલમાન ખાનનો લુક બતાવવામાં આવ્યો હતો. સલમાન તેમાં પાઘડી પહેરીને સરદારના રૂપમાં જોવા મળ્યા હતા.

ફિલ્મ રાધે : યોર મોસ્ટ વોન્ટેડ પણ ચર્ચામાં

બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાન સતત પોતાની એક બીજી ફિલ્મ “રાધે : યોર મોસ્ટ વોન્ટેડ” ને લઈને પણ ચર્ચામાં છે. લોકડાઉન પહેલાથી જ આ ફિલ્મની ચર્ચા શરૂ થયેલી છે. સલમાન ખાન પોતાના આ આગામી ફિલ્મનું શૂટિંગ પૂરું કરી ચૂક્યા છે. આ ફિલ્મમાં સલમાન ખાનની સાથે મહત્વના રોલમાં દિશા પટણી નજર આવશે. ફિલ્મ ૨૦૨૧માં ઈદના અવસર પર સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *