વિડિયો : ટીવી શો માં જજે નોરા ફતેહીને ખોટી રીતે કર્યો સ્પર્શ, ફેન્સ બોલ્યા : આ જ છે બોલિવૂડનો અસલી ચહેરો

Posted by

નોરા ફતેહીને હાલના દિવસોમાં બોલિવૂડની બેસ્ટ ડાન્સર માંથી એક માનવામાં આવે છે. લોકો તેમને એક્ટ્રેસથી વધારે સારી ડાન્સરના રૂપમાં પસંદ કરે છે. કદાચ આ જ કારણ છે કે તે હાલના દિવસોમાં “ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર” નામનો ટીવી રિયાલિટી શો જજ કરી રહી છે. આ શો સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં શો ના બીજા જજ ટેરેન્સ લુઈસે નોરાના હિપ્સ સ્પર્શ કરતા જોવા મળ્યા હતા.

ટેરેન્સ ટેરેન્સ લુઈસે નોરાને ખોટી રીતે કર્યુ સ્પર્શ ?

હકીકતમાં આ વિડીયો ૧૨ સપ્ટેમ્બરના રોજ ઓન એર થયેલા ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર એપિસોડનો બતાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન શો પર શત્રુઘ્ન સિન્હા અને તેમની પત્ની પૂનમ ગેસ્ટ બનીને આવ્યા હતા.

કોરિયોગ્રાફર ટેરેન્સ લુઇસ શો મા પ્રણામ કરી રહ્યા હતા પરંતુ બંને હાથોને ઉપર કરતા સમયે તેમનો એક હાથ નોરાના હિપ્સ પર લાગી ગયો હતો. આ ચીજ કેમેરાએ પકડી લીધી હતી. હવે અમુક લોકો તેને ભૂલથી સ્પર્શ થયાનું જણાવી રહ્યા છે તો વળી અમુક ફેન્સનું કહેવું છે કે તેમણે જાણી જોઈને આવું કર્યું છે.

આ વીડિયો વાયરલ થયા બાદ ફેન્સએ ટેરેન્સની ઓનલાઈન ક્લાસ લઈ લીધી છે. તેમણે કોરિયોગ્રાફરને ઘણું ખરું-ખોટું સંભળાવ્યું હતું. લગભગ બે લાખ લોકોએ આ વીડિયોને જોયો અને પોતાનું અલગ અલગ રિએક્શન આપ્યું હતું. ચાલો પહેલા તમે આ વિડિયો જોઈ લો.

જુઓ વિડિયો

શું કહ્યું લોકોએ ?

વિડીયો વાયરલ થયા બાદ ફેન્સ ટેરેન્સની ઉપર ગુસ્સો કાઢી રહ્યા છે. ઘણા લોકોનું તો એવું પણ કહેવું છે કે બોલિવૂડનો આ અસલી ચહેરો છે. વળી અમુક લોકોએ એવું પણ કહ્યું કે જ્યારે ટેરેન્સે ખોટી રીતે જો સ્પર્શ કર્યો તો નોરાએ કંઈ રીએક્ટ કેમ ના કર્યું ? એક યૂઝરે કહ્યું કે જો આ સ્પર્શ ખોટી રીતે થયો છે તો ટેરેન્સે નોરાને સોરી કેમ ના કહ્યું ?

એક વ્યક્તિએ એવું પણ કહ્યું કે નોરા લગભગ એટલા માટે ચૂપ રહી કારણ કે તે એક કેનેડાની નાગરિક છે અને તેમણે જો કંઈ કહ્યું તો તેમને લગભગ કામ મળવાનું બંધ થઈ જશે. જોકે અમુક લોકો ટેરેન્સના પક્ષમાં પણ બોલતા જોવા મળ્યા હતા. તેમનું કહેવું છે કે તે પ્રણામ કરવા માટે જ હાથ ઉઠાવી રહ્યા હતા પરંતુ જગ્યા ઓછી હોવાના લીધે તેમનો હાથ ભૂલથી નોરાના હિપ્સને ટચ થઈ ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *