વિરાટ-અનુષ્કાએ શેર કરી પોતાની દિકરીની પહેલી તસ્વીર, રાખ્યું ખૂબ જ ખાસ નામ

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્મા સોમવારે એટલે કે ૧૧ જાન્યુઆરીનાં રોજ એક બેબી ગર્લનાં માતા-પિતા બની ગયા છે. આ વાતની જાણ પોતે વિરાટ કોહલીએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર કરી છે. તેમણે જણાવ્યું કે તેમના ઘરે એક નાની પરી બેબી ગર્લનો જન્મ થયો છે. મહત્વપૂર્ણ છે કે વિરાટે પોતાના ટ્વીટર એકાઉન્ટ પરથી કહયું કે, અનુષ્કાએ ૧૧ જાન્યુઆરીનાં રોજ બપોરે એક દિકરીને જન્મ આપ્યો છે અને ડિલિવરી બાદ અનુષ્કા અને દિકરી બંનેની તબિયત એકદમ સારી છે. વિરાટ કોહલીના બાદ ફેન્સ તે જાણવા માટે ઉત્સુક જોવા મળ્યા હતા કે આખરે વીરૂષ્કાની બેબીનું નામ શું હશે. કોહલીએ એલાન કર્યા બાદ ઘણા ફેન્સ વિરુષ્કા બેબી ગર્લનું નામ પણ સજેસ્ટ કરી રહ્યા છે પરંતુ તમને જણાવી દઈએ કે વિરાટ અને અનુષ્કાએ પોતાની દિકરીનું નામ નક્કી કરી લીધું છે.

વીરૂષ્કાએ પોતાની દિકરીનું નામ રાખ્યું અન્વી

એક પ્રતિષ્ઠિત વેબસાઈટનું માનીએ તો વિરાટ કોહલી અને અનુષ્કા શર્માએ પોતાની દિકરીનું નામ અન્વી રાખ્યું છે. આ નામ એટલા માટે પણ ખાસ છે કારણ કે તે વિરાટ અને અનુષ્કાનાં નામના પહેલા અક્ષરથી મળીને બનેલું છે. તેવામાં હવે તમારા મગજમાં એવો સવાલ આવી રહ્યો હશે કે આખરે અન્વીનો મતલબ શું હોય છે?. તો આજે અમે તમને તે સવાલનો જવાબ પણ આપીશું.

જાણો શું છે અન્વી નો મતલબ

જણાવી દઈએ કે અન્વી માતા લક્ષ્મીનું જ એક બીજું નામ છે. હિંદુ ધર્મ શાસ્ત્રોનું માનીએ તો અન્વી દેવી લક્ષ્મીનું જ એક નામ છે. એટલું જ નહીં દેશના ઘણા ભાગોમાં પણ માં લક્ષ્મીને આ નામથી જ જાણવામાં આવે છે. તેના સિવાય ઘણા લોકો જંગલની દેવીને પણ અન્વી કહે છે. જોકે એવું માનવામાં આવી રહ્યું છે કે વિરાટ અને અનુષ્કા બંને નેચર લવર છે. આ જ કારણથી બંનેએ મળીને પોતાની દિકરીનું નામ અન્વી રાખ્યું છે.

જણાવી દઈએ કે વિરાટ કોહલીના એલાન બાદ તેમના પર શુભકામનાઓનો વરસાદ થયો હતો. સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાના ફેન્સ તરફથી ઘણી બધી શુભકામનાઓ મળી રહી છે. સાથે જ ક્રિકેટના દિગ્ગજોથી લઈને બોલિવૂડના તમામ સેલિબ્રિટી પણ વીરૂષ્કાને બેબી ગર્લ માટે અભિનંદન પાઠવી રહ્યા છે.

જોકે વિરાટે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી લોકોને એક ખાસ અપીલ કરી છે કે હજુ થોડા દિવસ તેમની પ્રાઈવેસી પર કોઈ ખરાબ ટિપ્પણી ના કરે કારણ કે તે અને તેમનો પૂરો પરિવાર આ ખુશીનો અવસર સારી રીતે એન્જોય કરી શકે. જોકે તેમના ફેન્સ વીરૂષ્કાની બેબીની એક ઝલક મેળવવા માટે રાહ જોઈ રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Vikas Kohli (@vk0681)

વિરાટ કોહલીનાં ભાઈ વિકાસ કોહલીએ સોશિયલ મીડિયા પર વિરાટ અને અનુષ્કાની દિકરીની પહેલી તસ્વીર શેર કરી છે, જેમને તેમના ફેન્સ ખૂબ જ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે આ તસ્વીરમાં વિરાટ અને અનુષ્કાની દિકરીનાં પગ જોવા મળી રહ્યા છે. તેવામાં ફેન્સ તેમની દિકરીની પહેલી ઝલક જોવા માટે તરસી રહ્યા છે. જોકે વિકાસ કોહલી દ્વારા કરવામાં આવેલી પોસ્ટને ફેન્સ ખૂબ જ લાઇક અને શેર કરી રહ્યા છે.