વિરાટ કોહલી બની ગયાં પિતા, અનુષ્કા શર્માએ મુંબઈમાં આપ્યો દિકરીને જન્મ, શુભકામનાઓનો થયો વરસાદ

ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી પિતા બની ગયા છે. તેમની પત્ની અનુષ્કા શર્માએ દિકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્માએ એક હેલ્ધી બેબીને જન્મ આપ્યો છે. અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીની દિકરીનો જન્મ મુંબઈનાં બ્રીચ કૈંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો છે. ખુદ કપ્તાન વિરાટ કોહલીએ ટ્વિટ કરીને તેમની જાણકારી ફેન્સને આપી છે. વિરાટ કોહલી એક ટ્વિટ કર્યું કે, અમને તમને જણાવતા ખુશી થઇ રહી છે કે હું અને અનુષ્કા આજે બપોરે એક દિકરીના માતા-પિતા બની ગયા છીએ. અમે તમારા પ્રેમ, શુભકામના અને દુવાઓનાં આભારી છીએ. અનુષ્કા અને દિકરી બંને સ્વસ્થ છે અને અમે પોતાના જીવનના આ નવા અધ્યાયની શરૂઆતથી ખૂબ જ ખુશ છીએ. આ અમારું સૌભાગ્ય છે કે અમને અમારા જીવનમાં આ ચેપ્ટરને અનુભવ કરવાનો અવસર મળ્યો છે. અમને આશા છે કે તમે અમારા અંગત જીવનનું સન્માન કરશો. અમે જાણીએ છીએ કે તમે તે જરૂર સમજશો કે હાલના સમયમાં અમારે થોડી પ્રાઈવેસીની જરૂરિયાત છે. તેમના આ ટ્વીટ્ બાદથી ફેન્સ અને સેલિબ્રિટીઝ તેમને અભિનંદન પાઠવી રહ્યા છે. આ અનુભવ વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા માટે ખૂબ જ ખાસ છે.

શરૂ થઈ ચૂક્યો છે અભિનંદનનો વરસાદ


આ સમાચાર આવ્યા બાદથી જ બોલીવુડ અને ક્રિકેટ લવરની વચ્ચે ખુશીની લહેર છે. ફેન્સ આ સમાચાર મળ્યા બાદ ખૂબ જ ઉત્સાહિત જોવા મળી રહ્યાં છે. ફેન્સ સતત ટ્વિટ કરીને આ કપલને અભિનંદન પાઠવી રહ્યાં છે. હાલમાં જ વિરાટ અને અનુષ્કા રૂટિન ચેકઅપ માટે માટે જતાં જોવા મળ્યાં હતાં. દિકરીનાં જન્મ બાદ બંને પર અભિનંદનનો વરસાદ થઇ રહ્યો છે.

જણાવી દઈએ કે વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પર પહેલી ટેસ્ટ રમી લીધા બાદ પરત ભારત આવી ચુક્યા હતાં. વિરાટ કોહલીએ અનુષ્કાનું ધ્યાન રાખવા માટે પૈટરનીટી લિવ લીધી હતી. વિરાટ કોહલીએ ૨૭ ઓગસ્ટનાં રોજ અનુષ્કાની સાથે ટ્વિટ કરીને જણાવ્યું હતું કે તે જાન્યુઆરીમાં માતા-પિતા બનશે અને આખરે હવે તે દિવસ આવી ગયો. અનુષ્કા શર્માએ સોમવાર બપોરે એક દિકરીને જન્મ આપ્યો છે. જણાવી દઈએ કે વિરાટ કોહલી અને અનુષ્કા શર્માના લગ્ન વર્ષ ૨૦૧૭માં ઇટલીમાં થયા હતાં.