વ્યવસાયમાં ગ્રાહકો વધારવાના અચૂક ટોટકા, પ્રગતિની સાથે સાથે થશે ધનની વર્ષા

Posted by

હાલના સમયમાં દરેક લોકો પોતાનો વ્યવસાય વધુ ને વધુ વધારીને સારી એવી કમાણી કરવા ઈચ્છતા હોય છે. પૈસા કમાવવા માટે માણસ ઘણા પ્રકારના વ્યવસાયની શરૂઆત કરે છે. પરંતુ ઘણીવાર નસીબ એટલું ખરાબ હોય છે કે બધી જ જમા પૂંજી લગાવ્યા બાદ પણ આપણને અંતે તો નિષ્ફળતા જ હાથ લાગતી હોય છે. પરંતુ આજે અમે તમને ગ્રાહક વધારવાના ટોટકા બતાવવા જઈ રહ્યા છીએ. જેને અપનાવીને તમે ઓછા રોકાણમાં વધારે કમાણી કરવાનો લાભ મેળવી શકો છો. કોઈપણ દુકાનદાર કે બિઝનેસમેન માટે તેમના ગ્રાહક ભગવાનનું રૂપ હોય છે. તેવામાં જો આપણે આપણા ગ્રાહકોની નીતિને સમજીને વ્યવસાય કરીશું તો આપણી પ્રગતિ થવી નક્કી છે.

જો તમારા પરિવારના કોઈ સદસ્યને સતત પ્રયાસો પછી પણ વ્યવસાયમાં સફળતા ના મળી રહી હોય અથવા તમારે તમારા વ્યવસાયમાં પરેશાનીઓનો સામનો કરવો પડી રહ્યો હોય તો આજે અમે તમારા માટે ગ્રાહક વધારવાના અચૂક ટોટકા લઈને આવ્યા છીએ. જેનો ઉપયોગ ખૂબ જ સરળ છે. તેનાથી ફક્ત તમારા ગ્રાહકોમાં જ વધારો નહીં થાય પરંતુ તમારા ઘરમાં પણ ધનનું આગમન થશે. તો ચાલો જાણીએ આ ટોટકા વિશે.

લીલા મરચાં અને લીંબુ

જો તમે વ્યવસાયમાં હજુ નવું જ ડગલું માંડ્યુ હોય અને આ વ્યવસાયમાં તમે સારા એવા પૈસાનું પણ રોકાણ કરેલું હોય પરંતુ તેમ છતાં પણ તમારે ગ્રાહકો ઓછા પડી રહ્યા હોય અને તમારી દુકાન વ્યવસ્થિત ચાલી રહી ના હોય તો આ સરળ ઉપાય તમારી દુકાનને ચલાવી આપશે. તેના માટે તમારે લીંબુ અને લીલા મરચાનો ઉપયોગ કરવાનો છે. તેના માટે તમારે સાત તાજા લીલા મરચાં અને એક લીંબુ લો. હવે તે બંને ચીજોને એક દોરામાં પરોવીને તેની નાની એવી માળા બનાવી લો. તેને તમારી દુકાનમાં એવી જગ્યા પર લટકાવી દો જ્યાં ગ્રાહકોનું ધ્યાન સરળતાથી તેમના પર પડે. ગ્રાહક વધારવાનો આ સરળ ઉપાય છે અને તેનો ઉપયોગ તમારે દર શનિવારે કરવાનો રહેશે. આવું કરવાથી થોડા જ દિવસોમાં દુકાનમાં તમને સારું એવું પરિણામ નજર આવવા લાગશે.

પીપળાના પાન

લીંબુ સિવાય ગ્રાહક વધારવા માટે એક બીજો નાનો એવો ઉપાય પણ છે. જેનાથી તમારો વ્યવસાય સારો એવો ચાલવા લાગશે. તેના માટે તમારે પીપળના પાનનો ઉપયોગ કરવાનો રહેશે. ખરેખર પીપળાને ખૂબ જ શુભ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે બધા જ દેવી-દેવતાઓનો વાસ પીપળાના ઝાડ પર હોય છે. તેવામાં તમે પીપળાના ઝાડ પરથી એક પાન તોડી લો અને તમારી કામ કરવાની જગ્યાના આસન નીચે રાખી દો. આ પ્રક્રિયાને તમે રોજ સાત વાર કરો. જ્યારે તમારા આસન નીચે સાત પાંદડા એકઠા થઈ જાય તો તેને કોઈ નદી કે તળાવમાં વહાવી દો. આ પ્રક્રિયાને તમે વારંવાર પણ કરી શકો છો. આ ટોટકો તમારા વ્યવસાયને ખૂબ જ જલ્દી સાતમા આસમાને પહોંચાડી દેશે.

ફટકડીનો ઉપયોગ

જો તમારો વ્યવસાય પહેલા સારો ચાલતો હતો અને હવે થોડા દિવસોથી તમારા વ્યવસાયમાં મંદી આવી ગઈ છે તો તેનું કારણ તમારી ઈર્ષા કરવાવાળા બીજા લોકોની ખરાબ નજર પણ હોઈ શકે છે. આ નજરથી બચવા માટે તમારે એક ફટકડી લેવાની છે. હવે તેને પોતાની દુકાન પરથી ઉતારી લો અને તેને લઈને ચાર રસ્તા પર ચાલ્યા જાઓ. હવે તેને ઉત્તર દિશાની તરફ ફેંકી દો. આવું કર્યા બાદ તમે સીધા જ પોતાના ઘરે ચાલ્યા જાવ. તેનાથી તમારો વ્યવસાય ફરીથી પહેલા જેવો જ ચાલવા લાગશે.

પાણી અને લીંબુ

ઘણીવાર તમારી દુકાનમાં ઘણા ગ્રાહકો આવતા હોય છે પરંતુ તે કોઈપણ સામાનની ખરીદી કરતા નથી અને કંઈપણ ખરીદ્યા વગર પાછા જતાં રહે છે. તેવામાં તમારે રવિવારના દિવસે આ ઉપાયને અજમાવો જોઈએ. તેનાથી તમારા ગ્રાહકો ક્યારેય પણ તમારી દુકાનમાંથી કંઈપણ ખરીદ્યા વગર ખાલી હાથે નહીં જાય. તેના માટે તમે અડધો ગ્લાસ પાણી લો અને તેમાં ૧ લીંબુ ભેળવી દો. હવે ગ્લાસને આખો ભરી દો અને આ ગ્લાસને તમારા કામ કરવાના સ્થળ પર રાખી દો. સાથે જ દર રવિવારે પાણી અને લીંબુ બદલતા રહો. આવું કરવાથી તમારો વ્યવસાય પહેલા કરતા પણ ખૂબ જ સારી રીતે ચાલવા લાગશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *