જોક્સ – ૧
તારા હાથમાં મારો હાથ હોય, મારા હાથમાં તારા બાજુ વાળાનો હાથ હોય અને મારા બાજુવાળાના હાથમાં તારો હાથ હોય…
પછી… પછી શું… બધા મળીને રમીશું “ટામેટું રે ટામેટું…” ધી ગોળ ખાતું તું… નદીએ નાવા જાતું તું…
જોક્સ – ૨
ટીચર : ખાતા પહેલા હાથ ધોવા જોઈએ.
છોકરી : પરંતુ હું નથી ધોતી.
ટીચર : કેમ?.
છોકરી : હું ખાધા પછી હાથ ધોઉં છું.
ટીચર : એવું કેમ?.
છોકરી : જેથી કરીને મોબાઈલ ઉપર ડાઘા ના પડે.
ટીચર બેભાન.
જોક્સ – ૩
લગ્નનાં પાંચ વર્ષ પછી વેલેન્ટાઇન પર પતિ એ પત્નિ ને સફેદ ગુલાબ આપ્યું.
પત્નિ : સફેદ ગુલાબ કેમ?. વેલેન્ટાઇનમાં તો લાલ ગુલાબ અપાય છે.
પતિ : ડાર્લિંગ, હવે જીવનમાં પ્રેમ કરતા શાંતિની વધુ જરૂરીયાત છે.
જોક્સ – ૪
છોકરો : તમારી પાસે આટલી મોટી કાર છે?.
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : અરે આટલો મોંઘો મોબાઈલ પણ છે?.
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : આટલો મોંઘો સોનાનો હાર પણ છે?.
છોકરી : હા અમે પૈસાદાર છીએ ને.
છોકરો : તો ચાલો… અમારી સાથે ગાડીમાં બેસો.
છોકરી : કેમ?.
છોકરો : અમે ચોર છીએ ને.
જોક્સ – ૫
મોલું એરોપ્લેનમાં ચડયો. એરહોસ્ટેસે તેને સ્માઇલ આપી.
મોલુ એ એરહોસ્ટેસને પુછ્યું મોલું : થત્તી વન્દી.
એરહોસ્ટેસ : What??.
મોલું : થત્તી વન્દી.
એરહોસ્ટેસને કંઇ સમજાયું નહી. તેણે પાયલોટને બોલાવ્યો.
મોલું : થત્તી વન્દી.
પાયલોટ : શું સર??.
મોલી : થત્તી વન્દી. આટલું કહી પોતાની ટિકિટ બતાવી…
પાયલોટે માંડ-માંડ હસવું રોકીને કહ્યું : સર, તમારી 31, D સીટ સેન્ટરમાં છે. અહીંથી જાવ.
જોક્સ – ૬
ડોક્ટર : સારા આરોગ્ય માટે દરરોજ કસરત કરતા રહો.
સંતા : જી… હું દરરોજ ક્રિકેટ અને ફુટબોલ રમું છું.
ડોક્ટર : કેટલો સમય રમે છે?.
સંતા : જ્યાં સુધી મોબાઈલની બેટરી ખલાસ નથી થઇ જતી.
જોક્સ – ૭
તે મને વળી વળી જોઇ રહ્યો હતો…
હું પણ તેને વળી-વળીને જોઇ રહી હતી… તે મને અને હું તેને, હું તેને અને તે મને…
બસ અમે એકબીજાને જ જોઇ રહ્યા હતાં.
કારણ કે પરીક્ષા ચાલતી હતી અને ના મને કંઇ આવડતું હતું ના તેને…
જોક્સ – ૮
રામુ : તને ખબર છે, ૨૪ વર્ષ સુધી મારે કોઈ સંતાન ના થયું.
શ્યામુ : તો પછી તે શું કર્યું ?.
પછી હું ૨૪ વર્ષનો થયો અને ઘરવાળા એ મારા લગ્ન કરાવ્યા ત્યારપછી મને દિકરો થયો.
શ્યામુ ૩ દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યો.
જોક્સ – ૯
શિક્ષક : કાલે કેમ નહોતો આવ્યો??.
બકો : મેડમ, પડી ગયો હતો તો લાગી ગયું હતું.
શિક્ષક : એમ ક્યાં પડી ગયો હતો?.
બકો : મેડમ, તકિયા પર પડ્યો તો આંખ લાગી ગઇ હતી.
જોક્સ – ૧૦
સાળી : જીજુ “પ્રેમ” લગ્ન પહેલા કરવો જોઈએ કે લગ્ન પછી?.
જીજુ : ક્યારેય પણ કરો પરંતુ પત્નિ ને ખબર ના પડવી જોઈએ.