સાપ્તાહિક લવ રાશિફળ ૧૫ થી ૨૧ મે ૨૦૨૩ : જાણો કોનાં પ્રેમ જીવનમાં રોમાન્સ રહેશે અને કોનાં પ્રેમ જીવનની ચિંતામાં વધારો થશે

Posted by

મેષ લવ રાશિફળ
પ્રેમ સંબંધોમાં સુખદ અનુભવો થશે અને પરસ્પર પ્રેમ મજબુત થશે. આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે ક્યાંક જવાનું પણ વિચારી શકો છો. અઠવાડિયાનાં અંતે તમને કોઈ સારી જગ્યાએ સ્થળાંતર થવાનું પણ મન થશે. આ આખું અઠવાડિયું તમારા પ્રેમ સંબંધમાં ખુશીઓ આવશે અને એક યાત્રા ખુબ જ રોમાંચક બની શકે છે.

વૃષભ લવ રાશિફળ
અઠવાડિયાની શરૂઆતમાં તમારી બિન્દાસ વાતોનાં કારણે તમારી લવ લાઇફમાં સમસ્યાઓ આવી શકે છે. જો તમે કોઈપણ નિર્ણય ધીરજથી લેશો તો તમારા જીવનમાં સ્થિરતા આવશે અને પરસ્પર પ્રેમ પણ મજબુત થશે. જોકે અઠવાડિયાનાં અંતે તમારા જીવનમાં ઘણા બદલાવ આવશે, જેનાં કારણે તમારી લવ લાઈફમાં પણ બદલાવ આવશે.

મિથુન લવ રાશિફળ
પ્રેમ સંબંધમાં તમારા અથવા તમારા જીવનસાથીનું સ્વાસ્થ્ય બગડી શકે છે અને આ અઠવાડિયે કોઈ કારણસર લવ લાઇફમાં થોડું પરસ્પર અંતર આવશે. આ અઠવાડિયાનાં અંતે સમય તમારા માટે અનુકુળ રહેશે અને પરસ્પર પ્રેમ પણ વધશે.

કર્ક લવ રાશિફળ
આ અઠવાડિયે તમારી લવ લાઈફમાં બહારથી તો બધુ સારું જ રહેશે અને શુભ સંયોગ પણ રહેશે પરંતુ તેમ છતાં પણ કોઈ વાતને લઈને તમારું મન ઉદાસ રહી શકે છે અને જીવનમાં ચિંતા વધશે. અઠવાડિયાનાં અંતે નવી શરૂઆત તમારા પ્રેમ સંબંધોને મજબુત બનાવશે અને પરસ્પર પ્રેમ વધશે.

સિંહ લવ રાશિફળ
આ અઠવાડિયે તમારી આર્થિક પરિસ્થિતિ સમજવા છતાં પણ તમારા પ્રિયતમ તમારી પાસેથી ઘણી બધી બિનજરૂરી માંગણીઓ કરી શકે છે. આવી સ્થિતિમાં આ માંગણીઓને પહોંચી વળવા માટે કોઈની પાસેથી પૈસા ઉછીના લેવાનાં બદલે તમારે તેમને “ના” પાડતા શીખવું પડશે નહિતર તમે હંમેશાં તમારી જાતને આવી રીતે પરેશાન જોશો.

કન્યા લવ રાશિફળ
કામમાં વ્યસ્તતાનાં કારણે આ અઠવાડિયે રોમાન્સને તમારા પ્રેમ સંબંધોમાં સાઈડલાઈન થવું પડશે, જેનાં કારણે તમારો પ્રેમી તમારી સાથે ઝઘડો કરી શકે છે. આવી સ્થિતિમાં તેમની સાથે લડવાને બદલે તેમની જરૂરિયાતોને સમજવી અને તેમને સમય આપવો. આ અઠવાડિયે તમારા જીવનસાથીની બિનજરૂરી માંગણીઓ તમારા લગ્નજીવનની સુખ અને શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. આવી સ્થિતિમાં તેમની “હા” માં “હા” કરવાનાં બદલે તેમની સાથે બેસીને તે બાબત પર વાત કરવી સારું રહેશે.

તુલા લવ રાશિફળ
આ અઠવાડિયે કોઈ જુના મિત્ર, જીવનસાથી અથવા પ્રેમીને કોઈ બીજા સાથે જોઈને તમને થોડું દુ:ખ થઈ શકે છે, તેનાં કારણે પરિવાર સાથે સમય પસાર કરવાનાં બદલે તમે એકલા રહેવાનું પસંદ કરશો. આ અઠવાડિયે તમારે સૌથી વધુ સમજવાની જરૂર રહેશે કે તમારે કોઈની સાથે મિત્રતા ત્યારે જ કરવી જોઈએ જ્યારે તમે તેના વિશે સંપુર્ણ જાણી લો અને તમે તેને સારી રીતે સમજી લો નહિતર તે વ્યક્તિ તમારી ઇચ્છા વિરુદ્ધ જઇને તમારા જીવનમાં ઘણા મોટા બદલાવ કરશે, જે ભવિષ્યમાં તમારા માટે સમસ્યા ઉત્પન્ન કરી શકે છે.

વૃશ્ચિક લવ રાશિફળ
જે લોકો પ્રેમ કરે છે, તેમનાં માટે આ સપ્તાહ સારું રહેશે કારણ કે ગુરુ પાંચમા ભાવમાં સ્થિત છે. આ સમયે તમારી લવ લાઈફમાં ખુશીઓ પાછી ફરતી જોવા મળશે અને લવ લાઈફનાં શરૂઆતનાં દિવસોની જેમ જ તમે પોતાનાં પ્રેમી પ્રત્યે તમારું આકર્ષણ અનુભવશો. પરણિત લોકો આ અઠવાડિયે ઘરમાં આવતા જ તમારા કામનાં સ્થળની બધી જ સમસ્યાઓ ભુલી જશે કારણ કે આ સમયે તમારા બાળક અથવા જીવનસાથીનો હસતો ચહેરો તમને તણાવમાંથી મુક્ત કરવામાં ખુબ અસરકારક રહેશે.

ધન લવ રાશિફળ
આ અઠવાડિયે જો તમે અપરિણીત છો અને કોઈ ખાસ વ્યક્તિ શોધી રહ્યા છો તો અચાનક તમને કોઈને મળવાની તક મળશે. એક રોમેન્ટિક મીટિંગથી તમારા દિલ ના ધબકારા વધી શકે છે અને એટલું જ નહી તમે તે વ્યક્તિને ફરીથી મળવા માટે ખુબ જ ઉત્સુક જોવા મળશો. આ અઠવાડિયે તમે તમારા લગ્નજીવન સાથે જોડાયેલા કોઈ મહત્વપુર્ણ નિર્ણયમાં જીવનસાથીની માતા નો પુરો સહયોગ મેળવી શકો છો.

મકર લવ રાશિફળ
પ્રેમ એક એવી લાગણી છે, જે દરેક લોકોને મંત્રમુગ્ધ કરી શકે છે. તમે પણ આ સમયે પ્રેમનાં સાગરમાં ડુબકી લગાવતા જોવા મળશો. આ સમય દરમિયાન તમારો જીવનસાથી શારીરિક રીતે તમારી ખુબ નજીક નહીં હોય પરંતુ માનસિક અને આધ્યાત્મિક રીતે તે તમારી ખુબ જ નજીક રહેશે. આ સમય દરમિયાન તમારા સાથી સાથે વાત કરતી વખતે તમારા ચહેરા પર એક સુખદ સ્મિત જોવા મળી શકે છે.

કુંભ લવ રાશિફળ
જો તમે પરણિત છો અને હજુ પણ વિપરીત લિંગનાં વ્યક્તિ પ્રત્યે આકર્ષિત થાઓ છો તો આવું કરવું તમારા માટે ખુબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે જો તમે તમારા પાર્ટનર સિવાય અન્ય કોઇ વ્યક્તિ સાથે પ્રેમ સંબંધ રાખો છો તો તમારી પ્રતિષ્ઠાને તો લાંછન લાગશે જ પરંતુ તેની અસર તમારા અંગત જીવન પર પણ પડી શકે છે.

મીન લવ રાશિફળ
જો તમારી અને તમારા પ્રેમી વચ્ચે લાંબા સમયથી કોઈ વાદવિવાદ ચાલી રહ્યો હતો તો તેનો ઉકેલ આ અઠવાડિયે જ લાવવો પડશે કારણ કે તેને હંમેશની જેમ આવતીકાલ માટે મુલત્વી રાખવું આ સમય તમારા પ્રેમ સંબંધ માટે હાનિકારક સાબિત થઈ શકે છે તેથી તમારા અહંકારને દુર કરવો અને ફક્ત તમારા વિશે અને તમારા પ્રેમી વિશે વિચારવું, હવે તમારા માટે સારું રહેશે.