જાણો મેષ રાશિ વાળા લોકોની વિશેષતાઓ શુ હોય છે અને તેમની પર્સનાલિટી કેવી હોય છે, તેમનામાં આટલી ખુબીઓ હોય છે

Posted by

જન્મનાં સમયે ચંદ્રમા જે રાશિમાં હોય છે, તે વ્યક્તિની રાશિ કહેવાય છે. જો તમારી કુંડળીમાં ચંદ્રમાં મેષ રાશિમાં સ્થિત છે તો તમારી રાશિ મેષ હશે. મેષ રાશિનાં સ્વામી મંગળ હોય છે. મંગળ ગ્રહ જીવનમાં પરાક્રમ અને ઉત્સાહનાં કારક હોય છે. મેષ રાશિમાં જન્મેલા લોકો સુંદર, આકર્ષક અને કલાત્મક હોય છે. મેષ રાશિ વાળા લોકો સ્વતંત્ર વિચારસરણી વાળા હોય છે અને સાચા અને ખોટાને લઈને તેમનો પોતાનો દ્રષ્ટિકોણ હોય છે. આ લોકોની નેતૃત્વ કરવાની ક્ષમતા ખુબ જ સારી હોય છે અને આ લોકો જીવનમાં જાતે જ પોતાનો માર્ગ નક્કી કરે છે. આ સિવાય પણ મેષ રાશિ વાળા લોકો માં એવી ઘણી બધી વાતો હોય છે, જે તેમને ખાસ બનાવે છે. તો ચાલો મેષ રાશિ સાથે જોડાયેલી બધી જ ખાસ વાતો જાણી લઈએ.

મેષ રાશિ વાળા લોકો હંમેશા પોતાના પ્રત્યે સાવચેત રહે છે. રાશિ ચક્રની આ પ્રથમ રાશિ હોવાનાં કારણે આ રાશિ વાળા લોકોનું આચરણ નાના બાળકો જેવું હોય છે, જે કોઈપણ ડર રાખ્યા વગર પોતાનામાં જ ખોવાયેલા રહે છે. બીજાની ચિંતા કર્યા વગર આ રાશિ વાળા લોકો પોતાના ઉદ્દેશ્યોની પુર્તિ કરે છે. તે ના તો પોતાના ઘર-પરિવારની ચિંતા કરે છે અને ના તો પાડોશીઓની. આવા લોકો બીજાના કામોમાં વધારે મતલબ નથી રાખતા. તેઓ જન્મથી જ ગુસ્સાવાળા સ્વભાવનાં હોય છે. પરેશાની આવવા પર તે જલ્દી રડવા લાગે છે. તે કોઈપણ સમસ્યામાંથી તરત બહાર નીકળવા માંગે છે. સમસ્યાનું સમાધાન ના મળવા પર તે ચિંતિત રહેવા લાગે છે.

મેષ રાશિ વાળા લોકોને કામ કરવા પસંદ હોય છે. આરામ કરવો તેમને પસંદ હોતો નથી. તે શીખવા પ્રત્યે જાગૃત હોય છે. જ્યારે પણ કોઈ નવા વિચાર કે વ્યક્તિની બાબતમાં તેમને જાણવા મળે છે તો તે તરત જ પ્રભાવશીલ બનવાની કોશિશ કરવા લાગે છે. તેમને પોતાનાં મંતવ્ય બીજાને બતાવવામાં ખુબ જ ખુશી મળે છે. જરૂરિયાત પ્રમાણે તે પોતાના માટે માહોલ તૈયાર કરી લે છે અને દરેક લોકો તેમની વાતો પર ધ્યાન આપે છે.

મેષ રાશિ વાળા લોકો ખુબ જ પરિશ્રમી પણ હોય છે. પોતાની ઈચ્છાને તેઓ કોઈપણ કિંમત પર પ્રાપ્ત કરી લે છે. તે ખુબ જ ઈમાનદાર પ્રવૃત્તિનાં લોકો હોય છે. મેષ રાશિ વાળા “જેવા સાથે તેવા” વાળા સ્વભાવ પર વિશ્વાસ રાખે છે. જે રીતે કોઈ નાના બાળકનાં સ્વભાવથી કોઈને કષ્ટ નથી થતું, ના તો તેને કોઈ સ્વાર્થી કહે છે, એવી જ રીતે આ રાશિ વાળા લોકોનાં સ્વભાવથી બધા લોકો ખુશ રહે છે અને તેમનો ક્યારેય વિરોધ નથી કરતા.

આ રાશિ વાળા લોકો પોતાના સૌમ્ય સ્વભાવનાં લીધે પોતાના બધા જ કામ કરાવી શકે છે અને બધાના હિતેચ્છુ બનીને રહે છે. તેઓ પોતાના કરેલા અહેસાનને ક્યારેય ભુલતા નથી. મદદ કરવાવાળા પ્રત્યે હંમેશા ઈમાનદાર બનીને રહે છે. તેમના ક્રોધને સહન કરવો અને  ક્રોધનાં સમયે તેનો મુકાબલો કરવો દરેક લોકોના ગજાની વાત હોતી નથી. તે દરેક સમયે નીડર રહે છે. તેમનાં વિરોધીઓ પણ જો તેમની સાથે હાથ મિલાવે છે તો તે તેમની બધી જુની ભુલો ભુલીને તેની સાથે હાથ મિલાવી લે છે.

તેમના સ્વભાવની એ વિશેષતા હોય છે કે તે જેટલા જલ્દી ક્રોધમાં આવે છે એટલા જલ્દી શાંત પણ થઈ જાય છે. તે સકારાત્મક વિચાર વાળા લોકો હોય છે. ભવિષ્ય પ્રત્યે તેમનો દ્રષ્ટિકોણ ખુબ જ સારો હોય છે. તે પોતાના પર વિશ્વાસ રાખે છે. ક્યારેય પણ લાભ મેળવવા માટે ખોટા માર્ગનો સહારો નથી લેતા. તેમનો સ્વભાવ હંમેશા એક જેવો રહે છે. તે પોતાનાં દિલમાં કંઈપણ છુપાવીને નથી રાખતા.

જીવનનાં મુશ્કેલ સમયમાં પણ તે પોતાનાં મુળ સ્વભાવમાં જ રહે છે. કોઈ શક્તિશાળી વ્યક્તિ દ્વારા દબાણ કરવા પર પણ તે પોતાનો આપો નથી ગુમાવતા અને પોતાના પર નિયંત્રણ રાખે છે. ગુસ્સાની સ્થિતિમાં પણ તે રાડો પાડતા નથી. તે પોતાનામાં ઘણા ગુણો છુપાવીને રાખે છે. તે અત્યંત ઉર્જાવાન, દ્રઢ વિશ્વાસુ હોય છે. કોઈપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા દ્રઢ સંકલ્પ સાથે સુંદરતાથી કરે છે. બહુમુખી પ્રતિભાનાં ધણી તે બધા ગુણોનાં અગ્રણી હોય છે.

જ્યારે તે કોઈ બીજા મેષ રાશિ વાળા લોકોનાં સંપર્કમાં આવે છે તો તેમની શારીરિક બનાવટ તથા ગુણોથી પ્રભાવિત થઈને તેને પોતાના બનાવાની અને તેને અપનાવવાની કોશિશ કરે છે. મેષ રાશિ વાળા લોકો સ્વભાવથી ચાલાક અને મગજથી તેજ હોય છે. તે કોઈપણ કામ માટે આગળ રહેવાનું પસંદ કરે છે. મુશ્કેલમાં મુશ્કેલ પરિસ્થિતિમાં પણ તે પોતાની ક્ષમતાનાં લીધે વિજયી થાય છે. તેમનાં સ્વભાવમાં લાલચ નામની કોઈપણ વસ્તુ નથી હોતી. જો તે કોઈ કામને કરવાનો સંકલ્પ કરી લે છે તો તે સફળ થઈને જ શાંતિથી બેસે છે. પ્રેમમાં મેષ રાશિ વાળા લોકો પોતાની પ્રેમિકાને ખુબ જ પ્રેમ, ક્યારેક-ક્યારેક વધારે પડતો પ્રેમ પણ કરી શકે છે.

મેષ રાશિ વાળા લોકોને વિશેષ રૂપથી માથાનો દુખાવો, લું લાગવી, નસ નો દુખાવો અને અવસાદ જેવા રોગો જલ્દી પ્રભાવીત કરી શકે છે. મેષ રાશિ વાળા લોકોમાં બિમાર થવા પર ખુબ જ જલ્દી સાજા પણ થઈ જાય છે. તેમનાં ઉર્જાનાં સ્તરમાં ક્યારેક-ક્યારેક વ્યાપક રૂપથી ઉતાર-ચઢાવ આવતા રહે છે અને એટલા માટે તમારે તમારા આહાર પર પુરતું ધ્યાન આપવું જોઈએ. તમારે ઉચ્ચ રક્તચાપ વગેરે જેવા રોગો પ્રત્યે પણ સાવધાન રહેવું જોઈએ.