જે પુરુષ પોતાની પત્નિને મારે છે, જાણો મૃ-ત્યુ બાદ તેની સાથે શું થાય છે, તેનો જવાબ ગરુડપુરાણમાં આપેલ છે, દરેક પુરુષ ભુલ્યા વગર જરૂર વાંચે

Posted by

હિન્દુ માન્યતા છે કે આ દુનિયાનો સૌથી જુનામાં જુનો ધર્મ હિન્દુ સનાતન ધર્મ છે. તેના અનુસાર માનવામાં આવે છે કે બ્રહ્માનું કર્મ છે સૃષ્ટિની રચના કરવી, ભગવાન વિષ્ણુનું કર્મ છે તેનું સંચાલન કરવુ અને ભગવાન શિવજીનું કર્મ છે વિનાશ કરવું. આમ તો હિન્દુ ધર્મમાં દરેક ધાર્મિક ગ્રંથોની પોતાનું એક વિશેષ મહત્વ છે પરંતુ વાત જ્યારે ગરુડ પુરાણની આવે છે તો તેની મહત્તા વધી જાય છે. હકિકતમાં ગરુડ પુરાણ હિંદુ ધર્મનાં પ્રસિદ્ધ ધાર્મિક ગ્રંથોમાંથી એક છે. વૈષ્ણવ સંપ્રદાય સંબંધિત ગરુડ પુરાણ સનાતન ધર્મમાં મૃ-ત્યુ બાદ સદગતિ પ્રદાન કરવા વાળું માનવામાં આવે છે. એટલા માટે સનાતન હિંદુ ધર્મમાં મૃ-ત્યુ બાદ ગરુડ પુરાણને સાંભળવાનું પ્રવચન છે.

કહેવાય છે કે દરેક મનુષ્યને પોતાના કર્મોના ફળ જરૂર મળે છે. ભલે પાપ હોય કે પુણ્ય. સારા કર્મ કરવા પર પુણ્ય મળે છે તો વળી તે રીતે ખરાબ કર્મ કરવા પર કે પછી પાપ કરવા પર નરક પણ ભોગવવું પડે છે. આ સંબંધમાં ગરુડ પુરાણમાં વિસ્તારથી જણાવવામાં આવ્યું છે. તેમાં એવું પણ જણાવવામાં આવ્યું છે કે ખરાબ કર્મ કરવા પર વ્યક્તિને મૃ-ત્યુ બાદ કઈ સજા મળે છે અને કયું નર્ક ભોગવવું પડે છે.  કોઈના વિશ્વાસને દગો આપવો અને કોઈની હ-ત્યા કરવા માટે હથિયારના રૂપમાં ઝેરનો ઉપયોગ કરવો પણ ઘોર પાપ છે અને તેનો રસ્તો સીધો નરકમાં જાય છે.

પવિત્ર સ્થળને ખરાબ દ્રષ્ટિથી જોવું, સારા લોકોને દગો આપવો સાથે જ તેનું અપમાન કરવું અને તેને અપશબ્દો કહેવા કે પછી કોઈ ધર્મ, પુરાણ, વેદ કે પછી કોઈનું અપમાન કરવું વગેરે પણ નરકમાં જવા માટેના જ સંકેત હોય છે. જે અસહાય અને જરૂરિયાત મંદ વ્યક્તિની મદદ નથી કરતો અને કમજોરને સજા આપે છે, હેરાન કરે છે, આવા લોકો સીધા નરકમાં જાય છે. કોઈ મહિલાની હ-ત્યા કરવી, મહિલાને દુ:ખી કરવી, મુંગા લોકોની જેમ પોતાની આંખોની સામે કોઈની ઈજ્જત લુંટતા જોતા રહેવું કે પછી કોઈ ગર્ભવતી મહિલાને મારવી વગેરે તમને નરક માં પહોંચાડવા માટે કાફી હોય છે.

કોઈ જરૂરિયાત મંદને જાણી જોઈને ભોજન અને પાણી ના આપવું અને પોતાના દરવાજા પર આવેલા મહેમાનને ભોજન કે પછી પાણી વગર પરત કરી દેવા પણ ખુબ જ મોટું પાપ માનવામાં આવે છે. જે દારૂ અને માસના વેચાણમાં સામેલ હોય છે કે પછી જે મહિલા કે પુરુષ પોતાના જીવનસાથી સિવાય કોઈ બીજા સાથે રહે છે. તેને ગરુડ પુરાણ અનુસાર નરકની પ્રાપ્તિ થાય છે. કોઈ રાજા કે વિદ્વાનની પત્નિ પર ખરાબ નજર નાખવી કે પછી કોઈ જુવાન છોકરીનાં જ્ઞાન અને ઈચ્છાનો અનાદર કરવો અને તેને અપશબ્દો કહેવા, કોઈ નિર્દોષની નિંદા કરવી વગેરે પણ નરકમાં લઈ જવા માટે પુરતું છે.

ખોટી ગવાહી આપીને કોઈ નિર્દોશને ફસાવવા માટે પોતાની સચ્ચાઈનું પ્રદર્શન કરવુ વગેરે બુરાઈનાં હાથથી સત્ય વેચવા સમાન હોય છે. પત્નિ અને બાળકોની જરૂરિયાતને નજરઅંદાજ કરવી, પુર્વજોની ઉપેક્ષા કરવી, આવી વાતો વ્યક્તિને સીધા નરકમાં લઈ જાય છે. જે વ્યક્તિ ભગવાન શિવજી, ભગવાન શ્રી વિષ્ણુ, સુર્યદેવ, શ્રી ગણેશજી અને દુર્ગાજીનું સન્માન નથી કરતા અને જે દેવી-દેવતાઓની પુજા નથી કરતા, તે પણ સીધા નરકમાં જાય છે.

જે લોકો બીજાના પૈસા લુંટે છે અથવા બીજાના પૈસા પડાવી લે છે, તેમને મોટા પાપી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આવા લોકોનાં મૃત્યુ બાદ યમદુતો તેમને દોરડાથી બાંધીને નરક માં લઈ જાય છે અને તેમને એટલા મારે છે કે માર ખાતા-ખાતા તેઓ બેભાન થઈ જાય છે અને બાદમાં ભાન આવવા પર ફરીથી તેમને મારવામાં આવે છે.

વૃદ્ધો લોકોનું અપમાન કરનારા લોકો જીવનમાં ક્યારેય પણ સુખી થતા નથી. તેમને તેમનાં કર્મોની સજા આ જન્મમાં જ મળે છે. સાથે જ મૃ-ત્યુ બાદ પણ તેમને નરકમાં કષ્ટો સહન કરવા પડે છે. ગરુડ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે જે લોકો વૃદ્ધોનું અપમાન કરે છે, તેમને નીચું દેખાડે છે અથવા તેમની પર અત્યાચાર કરે છે તો આવા પાપી ઓને નરકની અગ્નિમાં ફેંકી દેવામાં આવે છે અને તેમની સાથે આવું ત્યાં સુધી કરવામાં આવે છે જ્યાં સુધી તેમની ચામડી તેનાં શરીરથી અલગ ના થઈ જાય.

કહેવાય છે કે એવા પતિ-પત્નિ કે જેઓ જ્યાં સુધી એકબીજાની જરૂર હોય ત્યાં સુધી જ એકબીજા સાથે રહે છે અથવા તો જ્યાં સુધી એકબીજાનાં પૈસાનો વપરાશ કરી શકે ત્યાં સુધી જ સાથે રહે છે, આવા પતિ-પત્નિને મૃ-ત્યુ બાદ નરકનો ભોગ બનવું પડે છે. ગરુડ પુરાણ અનુસાર આવા લોકોને નરકમાં ગરમ લોખંડના સળિયાથી માર મારવામાં આવે છે.

શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે ગુરુ આપણને સારા-ખરાબનું જ્ઞાન આપે છે તેથી ગુરુને પિતા માનવામાં આવ્યા છે અને ગુરુની પત્નિને માતાનો દરજ્જો આપવામાં આવ્યો છે. જે લોકો ગુરુની પત્નિ પર ખરાબ નજર નાખે છે, તેમને મહાપાપી કહેવામાં આવે છે. આવા લોકોને મૃ-ત્યુ બાદ જયંતી નામનું નરક સહન કરવું પડે છે. સાથે જ જે લોકો બીજાના પતિ કે પત્નિને ખરાબ નજરથી જુએ છે, મૃત્યુ બાદ તેમને નરકમાં તેમનાં અંગો પર પીગળેલું લોખંડ નાખીને માર મારવામાં આવે છે. જે લોકો મહિલાઓને ખોટા વચન આપીને તેની સાથે ખોટું કામ કરે છે અથવા તેનો ફાયદો ઉઠાવીને તેમના પૈસા લુંટી લે છે, શાસ્ત્રોમાં આવા લોકોને પશુ માનવામાં આવ્યા છે.

તેમની સાથે નરકમાં પ્રાણીઓની જેમ વર્તન કરવામાં આવે છે અને મળ અને પેશાબથી ભરેલા ગંદા કુવામાં ફેંકી દેવામાં આવે છે. કોઈ વિધવા સ્ત્રીની પવિત્રતાનો નાશ કરવો કે પછી લગ્નની સીમાને પાર કરીને પરપુરુષ સાથે સંબંધ બાંધવો એ મહાપાપ છે. આવું કરનારને સ્વર્ગમાં નહી પણ નરકમાં સ્થાન મળે છે. જે વ્યક્તિ સ્ત્રીની ઇજ્જત લુંટવાનાં ઇરાદે તેને શરણાર્થી તરીકે આશ્રય આપે છે અને તેની આડમાં ગુનો કરે છે, તે સૌથી મોટો પાપી હોય છે. જે કોઈ વ્યક્તિ પવિત્ર અગ્નિ, પવિત્ર પાણી (દરિયો કે નદી), બગીચા કે ગૌશાળામાં મળમુત્રનો ત્યાગ કરે છે, યમરાજ પોતે તેને સજા આપે છે અને તેને નરકમાં મોકલે છે.