જાણો પૃથ્વી થોડા સમય માટે ફરવાનું બંધ કરી દે તો શું થાય, ધરતી પર કંઈક આવું જોવા મળે દ્રશ્ય, સાંભળીને તમારા રૂંવાડા પણ ઉભા થઈ જશે અને આંખો ફાટી જશે

Posted by

એ તો બધા જ લોકો જાણે છે કે પૃથ્વી સુરજની ચારેય તરફ ચક્કર લગાવે છે. એક ચક્કર લગાવવામાં પૃથ્વીને એક વર્ષનો સમય લાગે છે. તેનાથી પૃથ્વીની ઋતુમાં બદલાવ આવે છે. આ સિવાય પૃથ્વી પોતાની ધરી પર પણ ફરે છે. આ ગતિથી પૃથ્વી પર દિવસ અને રાત થાય છે. પોતાની ધરી પર એક ચક્કર લગાવવામાં પૃથ્વીને લગભગ ૨૪ કલાકનો સમય લાગે છે. તો વિચારો જો પૃથ્વી થોડી સેકન્ડ માટે પણ આવું કરવાનું બંધ કરી દે તો શું થશે?. શું પૃથ્વી પર તેની કંઈ અસર પડશે કે પછી જેવું નોર્મલ ચાલી રહ્યું છે, એવું જ ચાલતું રહેશે.

જો તમને તેની જાણકારી નથી. તો આજે આ આર્ટીકલને વાંચીને કદાચ તમે આશ્ચર્યચકીત થઈ શકો છો. તો ચાલો જાણી લઈએ પૃથ્વી જો ફરવાનું બંધ કરી દે તો શું થાય. આજે અમુક રિસર્ચનાં આધાર પર અમે તમને એ જણાવવાની કોશિશ કરીશું કે જો પૃથ્વી થોડા સમય માટે ફરવાનું બંધ કરી દે તો શું થાય?. પહેલી વાત તો એ કે જો કંઈક આવું થાય તો તેનાથી પૃથ્વી પર તમને એવું ભયાનક દ્રશ્ય જોવા મળશે, જેની તમે કલ્પના પણ ના કરી શકો.

જો પૃથ્વી ફરવાનું બંધ કરી દે તો શું થાય?

પૃથ્વી પોતાની ધરી પર લગભગ ૧૦૦૦ માઈલ પ્રતિ કલાકની ઝડપથી ફરે છે. જોકે આ સ્પીડનો અહેસાસ આપણને નથી થતો કારણ કે આપણે બધા તેની સાથે ફરતા રહીએ છીએ. પૃથ્વી ફરવાને અટકવાને લઇને ઘણા રિસર્ચ થયા છે, જેમાં અલગ અલગ વાતો સામે નીકળીને આવે છે.

વાતાવરણ આવી રીતે બદલા જશે

પૃથ્વી જો અચાનક ફરવાનું બંધ કરી દે તો પૃથ્વીનાં મોટાભાગનાં ભાગમાં પ્રલય આવી જશે. પૃથ્વી ફરતી અટકી જવાથી પૃથ્વીનાં અડધા ભાગને સતત સુર્યની ગરમીનો સામનો કરવો પડશે અને અડધો ભાગ અંતરીક્ષની જેમ ઠંડીનો સામનો કરશે. તેનાથી પૃથ્વીના એ ભાગ પર ખુબ જ વધારે ગરમી થઇ જશે, જે સુર્ય તરફ હશે અને બીજા ભાગ પર હંમેશા માટે અંધારું અને ભાગ ઠંડો થઈ જશે, તેનાથી ઘણા જીવજંતુ પ્રભાવિત થશે.

આવશે પ્રલય

વળી એક રિપોર્ટમાં વૈજ્ઞાનિક Neil de grasse Tyson ના ઇન્ટરવ્યુનાં આધાર પર કહેવામાં આવ્યું છે કે જો આવું થાય તો પૃથ્વી પર દરેક લોકોનાં મૃત્યુ થવાની સંભાવના વધી જાય. Tyson અનુસાર તે ખુબ જ વિનાશકારી છે. આપણે બધા પુર્વની તરફ ૮૦૦ માઈલ પ્રતિ કલાકની ગતિથી પૃથ્વી સાથે ફરીએ છીએ. વળી જો પૃથ્વી અચાનક ફરવાનું બંધ કરી કદે તો બધા ૮૦૦ માઈલની સ્પીડ સાથે આગળ તરફ પડી જશે અને પૃથ્વી પર ભયાનક દ્રશ્ય જોવા મળશે. માનવામાં આવે છે કે આ સ્થિતિમાં પૃથ્વીમાં બધા જીવોનું મૃત્યુ થઈ શકે છે. જો આવું થાય તો લોકો પોતાની બારીમાંથી બહાર ઉડી જશે અને પૃથ્વી પર તે એક સૌથી ખરાબ દિવસ હશે. પૃથ્વી અચાનક ફરતી અટકી જવાથી સાગર મહાસાગરનું પાણી ધરતીને ડુબાવી દેશે. પૃથ્વીનો મોટાભાગનો ભાગ પાણીમાં ડુબી જશે અને બધી જગ્યાએ માત્ર પાણી જ પાણી જોવા મળશે.