WhatsApp માં આવ્યું કમાલનું ફીચર, હવે ઈન્ટરનેટ વગર પણ કરી શકો છો મેસેજ, જાણો નવા ફીચર વિશે

WhatsApp એ ગયા વર્ષે એક ફીચરનું ટેસ્ટિંગ શરુ કર્યું હતું, જેને લઇને કંપનીએ કહ્યું હતું કે WhatsApp નાં ડેક્સ્ટોપ ફોનમાં ઈન્ટરનેટ કનેકશન હોવાની સ્થિતિમાં પણ મેસેજ મોકલી શકો છો અને પ્રાપ્ત કરી શકો છો. તેને સીધા શબ્દોમાં કહીએ તો લેપટોપ કે ડેસ્કટોપ પર WhatsApp નો ઉપયોગ કરવા માટે ફોનમાં ઇન્ટરનેટની જરૂરીયાત હોતી નથી. લગભગ ૮ મહિનાનાં ટેસ્ટિંગ બાદ WhatsApp એ તેનું અપડેટ બીટા વર્ઝન યુઝર્સ માટે રજુ કર્યું છે. WhatsApp યુઝર્સ હવે ફોનને ફ્લાઇટ મોડમાં રાખીને પણ WhatsApp નો ઉપયોગ કરી શકે છે.

નવુ ફીચર કેવી રીતે એક્ટિવેટ કરવું

સૌથી પહેલા તમને જણાવી દઈએ કે નવું ફીચર માત્ર ડેસ્કટોપ યુઝર્સ માટે છે. જો તમે ડેસ્કટોપ પર WhatsApp ઉપયોગ કરો છો તો આ ફીચર તમારા માટે ખુબ જ કામનું છે. સૌથી પહેલા તમારા WhatsApp ને અપડેટ કરો. હવે આ ફીચર એક્ટિવેટ કરવા માટે તમારે ફોનમાં WhatsApp નાં સેટિંગમાં જવું પડશે. ત્યારબાદ લીંક ડિવાઇસનાં વિકલ્પ પર ક્લિક કરો.

હવે તમને Multi-Device Beta નો વિકલ્પ જોવા મળશે. તેના પર ક્લિક કરીને બીટા વર્ઝન જોઈન કરો. હવે ડેસ્કટોપ પર WhatsApp ઓપન કરો. હવે તમારું સેટિંગ પુરી થઈ ગયું છે. હવે તમે ફોનમાં ઇન્ટરનેટ ના હોવાની સ્થિતિમાં પણ લેપટોપ પર WhatsApp નો ઉપયોગ કરી શકશો. હવે WhatsApp તમારા લેપટોપનાં ઇન્ટરનેટનો ઉપયોગ કરશે.

મલ્ટી ડિવાઇસમાં પણ સપોર્ટ મળ્યો છે

ડેસ્કટોપનાં નવા બીટા વર્ઝન સાથે મલ્ટી-ડિવાઇસમાં પણ સપોર્ટ મળે છે, જેનો મતલબ એ છે કે તમે એક જ વોટ્સએપ એકાઉન્ટને ૪ અલગ-અલગ ડિવાઈસમાં ઉપયોગ કરી શકશો. જો કે આ ડિવાઈસ માત્ર વેબવર્ઝન વાળું હશે એટલે કે તમે અલગ અલગ ફોન એપમાં WhatsApp ઉપયોગ કરી શકતા નથી. મલ્ટી ડીવાઈસ ફીચરનો ઉપયોગ કરવા માટે તમારે ઉપર જણાવવામાં આવેલી રીતથી બીટા ને જોઈન કરવું પડશે.