Whatsapp ને પછાડીને Signal સૌથી વધારે Download થનાર એપ બની ગયું, આ કારણથી લોકો Whatsapp થી થઇ રહ્યા છે દૂર

પ્રાઈવેસી ઇસ્યુને લઈને Whatsapp ની દાદાગીરી બાદ ઘણી એવી સોશિયલ મીડિયા એપ છે, જે હાલમાં ચર્ચામાં રહેલી છે. Signal, Telegram, Discord જેવી એપ ઝડપથી સર્ચ થઈ રહી છે. આ બધામાં જ સિગ્નલ એપ ખૂબ જ ટ્રેન્ડ કરી રહી છે. હવે તેમણે એક નવો કીર્તિમાન સ્થાપિત કરી દીધો છે. ક્રોસ પ્લેટફોર્મ Encrypted મેસેજિંગ સર્વિસ Signal એ ભારત સહિત દુનિયાના ઘણા દેશોમાં એપ સ્ટોરનાં ફ્રી એપ્સ કેટેગરીમાં પહેલું સ્થાન પ્રાપ્ત કર્યું છે. શનિવારના દિવસે સિગ્નલનાં ઓફિશીયલી ટ્વીટર પર એક સ્ક્રીનશોટ શેર કર્યો હતો. જેમાં ભારતમાં તેને Whatsapp થી ઉપર પહેલા સ્થાન પર બતાવવામાં આવ્યું છે. તેને ટ્વીટ કરતા લખવામાં આવ્યું છે કે, “જુઓ તમે લોકોએ આ શું કર્યું છે”. ભારત સિવાય જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રિયા, ફિનલેન્ડ, હોંગકોંગ, સ્વિટ્ઝર્લેન્ડમાં પણ સૌથી વધારે Download કરવામાં આવેલી એપ્સમાં તે પહેલા નંબર પર છે.

આ કારણથી વોટસઅપથી દૂર થઇ રહ્યા છે લોકો

હકીકતમાં ફેસબુકના સ્વામિત્વ મલ્ટીમીડિયા મેસેજિંગ એપ Whatsapp ની નવી પ્રાઇવસી પોલિસી ૮ ફેબ્રુઆરી ૨૦૨૦ થી લાગુ થઈ રહી છે. તેમના અનુસાર એવું કહેવામાં આવી રહ્યું છે કે યુઝર્સના ડેટાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને અન્ય ભાગીદારી કંપનીઓની સાથે શેર કરવામાં આવશે. જો કે કંપનીએ તેના પર સ્પષ્ટતા કરતાં જણાવ્યું છે કે તે ફક્ત વ્યવસાય એકાઉન્ટ પર લાગુ થશે અને અંગત ચેટનો તેના પર કોઇ પ્રભાવ પડશે નહી.

Elon Musk એ પણ કર્યું સૂચન

ટેસ્લાનાં સીઈઓ એલન મસ્કએ પણ લોકોને સિગ્નલ એપનો ઉપયોગ કરવાનું જણાવતા તેને સુરક્ષિત જણાવી છે. ત્યારબાદથી જ યુઝર્સ દ્વારા તેને ડાઉનલોડ કરવાનો સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે, જે હજુ પણ ચાલુ છે. તેમણે હાલમાં જ ટ્વિટ કરીને કહ્યું, Use Signal. એટલે કે તે મેસેજિંગ એપ Signal નો ઉપયોગ કરવાની અપીલ કરી રહ્યા છે. Signal એપ પણ Whatsapp ની જેમ જ Instant મેસેજિંગ એપ છે.

Signal એપ ના આવા છે ફિચર્સ

Signal એપ પોતાના યુઝર્સને સુરક્ષિત મેસેજ, ઓડિયો અને વિડીયો કોલ જેવા ફીચર્સ આપે છે. આ એપ પર બધી જ કોમ્યુનિકેશન End to End Encryption હોય છે. તેના સિવાય તમે અહીંયા ગ્રુપ પણ બનાવી શકો છો. જો કે અહીંયા તમે એકસાથે ઘણા લોકોને પોતાનો મેસેજ મોકલી શકતા નથી. Signal એપ એ હાલમાં જ ગ્રુપ કોલિંગની સર્વિસ પણ શરૂ કરી છે. ટેલિગ્રામની જેમ જ આ એપ પણ તમને ચેટિંગ પોતાની રીતે જ ડિલીટ થવાની સુવિધા પણ આપી રહી છે. સિંગલ એપનું સૌથી સારું ફિચર્સ છે Note to Self. અહીયા તમે પોતાને પણ મેસેજ મોકલી શકો છો. તેમના માટે તમારે પોતાનું એકલાનું ગ્રુપ બનાવવું પડશે.