Whatsapp પર “રેડ હાર્ટ ઈમોજી” મોકલવા પર તમને થઇ શકે છે જેલ અને ૨૦ લાખ રૂપિયાનો દંડ, જાણો સંપુર્ણ વિષય

Posted by

Whatsapp પર ઈમોજીનો ઉપયોગ યુઝર્સ પોતાનાં ઇમોશનને એક્સપ્રેસ કરવા માટે કરે છે. ઘણીવાર એક ઈમોજી એવી વાત કહી જાય છે, જે ટેક્સટનાં અંદાજમાં લખી શકાતી નથી પરંતુ શું થાય છે જ્યારે તમારે ઈમોજીનાં કારણે જેલ જવું પડે. એક એવો કાયદો છે, જેમાં ઈમોજીનાં કારણે તમે જેલ પહોંચી શકો છો. સાઉદી અરેબિયામાં રેડ હાર્ટ ઈમોજી Whatsapp પર મોકલવી ક્રાઇમ હોય છે.

રિપોર્ટ પ્રમાણે તો સાઉદી સાયબર ક્રાઇમ એક્સપર્ટે લોકોને “રેડ હાર્ટ ઈમોજી” Whatsapp  પર મોકલવાને લઈને ચેતવ્યા છે. લોકલ ન્યુઝ પેપરને આપેલા એક નિવેદનમાં સાઉદી અરેબિયાની એન્ટી ફ્રોડ એસોસીએશનનાં એક મેમ્બરે જણાવ્યું કે Whatsapp પર “રેડ હાર્ટ ઈમોજી” મોકલવી હેરેસમેન્ટ ક્રાઇમ બની શકે છે. જો રીસીવર તમારી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે છે અને તે તમને જેલ પણ મોકલી શકે છે.

તેમણે જણાવ્યું, “ઓનલાઈન ચેટિંગ દરમિયાન મોકલવામાં આવેલી અમુક તસ્વીરો અને એક્સપ્રેશન હેરેસમેન્ટ ક્રાઇમ બની શકે છે, જો રીસીવર પાર્ટી તેનાં વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરે છે તો”. રિપોર્ટ પ્રમાણે તો “હાર્ટ રેટ ઈમોજી” મોકલવા વાળો વ્યક્તિ જો સાઉદીનાં કાયદાનાં હિસાબથી દોષી સાબિત થાય છે તો તેને ૨ થી ૫ વર્ષની જેલની સજા થઇ શકે છે. સાથે જ અપરાધીને ૧૦૦,૦૦૦ સાઉદી રીયાલ (લગભગ ૧૯,૯૦,૦૦૦ રૂપિયા) દંડ પણ ભરવો પડે છે. જો કોઇ યુઝર ફરી આ ક્રાઇમ કરે છે તો તે વધારે ફસાઈ શકે છે.

ફરી દોષી સાબિત થવા પર યુઝર્સને ૫ વર્ષની જેલ અને ૩૦૦,૦૦૦ સાઉદી રીયાલ દંડ ભરવો પડશે એટલે કે તમારા મોકલેલા મેસેજ પર જો કોઈ યુઝરને પ્રોબ્લેમ છે તો તમે મુસીબતમાં ફસાઈ શકો છો. જણાવી દઇએ કે WhatsApp માં ઘણી બધી ઈમોજી હોય છે પરંતુ “રેડ હાર્ટ ઈમોજી” એનિમેટેડ છે. એક રિપોર્ટ પ્રમાણે Meta પોતાનાં ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ WhatsApp પર જલ્દી જ નવી બીજી એનિમેટેડ ઈમોજી જોડી શકે છે. WhatsApp પર હાલમાં તમને ૯ Heart ઈમોજી મળે છે, જેમાંથી એક એનિમેટેડ છે.