હું સવારે ઓફિસ જતો હતો તો આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી હતી, એ અચાનક જમણી બાજુ વળી અને મારી કાર ને સહેજ અથડાતી ગઈ અને પછી ઉભી રહી. મેં કાર નો કાચ ઉતારીને કહ્યું, “ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે”, છોકરી, હું દરરોજ…

જોક્સ
એક ગ્રાહક દુકાનદારને : ભાઈ કુતરાનાં ગળાનો પટ્ટો બતાવો.
દુકાનદાર : પણ કુતરો ક્યા છે?. તેના ગળામાં તો નાખી જોઉ.
ગ્રાહક : હું મારા ગળામાં જ નાખી જોઉં છુ.
દુકાનદાર : તો કુતરા માટે બીજો બતાવુ?.

જોક્સ
કનુ (પુત્ર મનુને) : બેવકુફ… તારી મમ્મીને ધમકાવવાની તે હિમત કેવી રીતે કરી?.
મનુ : પપ્પા… મારી ઈર્ષ્યા ના કરો કારણ કે તમે એ કરી શકો એમ નથી.

જોક્સ
પતિ-પત્નિનો જોરદાર ઝઘડો થયો.
પતિ ગુસ્સામાં જા જા… તારા જેવી દસ મળશે.
પત્નિ હસીને : હજુ પણ મારા જેવી જ જોઈએ છે?.

જોક્સ
છોકરી : મારા મોઢામાં બળતરા થઇ રહી છે.
ડોક્ટર : તમારા મોઢાનો એક્સ-રે કરવો પડશે.
છોકરી : એક્સ-રે માં શું હોય છે?.
ડોક્ટર : મોઢા નો ફોટો પાડવામાં આવે છે.
છોકરી : પાંચ મિનીટ થોભો… હું મેકઅપ કરી લઉં.

જોક્સ
ટીચરે ગધેડાની સામે પાણીની બાલ્ટી મુકી અને દારૂની બોટલ મુકી, ગધેડાએ પાણી પી લીધું
ટીચર : હવે તમને આમાંથી શું શીખવા મળ્યું ?.
વિદ્યાર્થી : કે જે ગધેડા હોય છે તે દારૂ નથી પીતા.

જોક્સ
વહેવાર સારો રાખો, એ જ ભેગો આવશે. બાકી પૈસાનું તો શું?.
૯:૧૫ વાગ્યે હતાં અને ૩:૩૦ વાગ્યે નહોતા.
અહીંયા કવિ શેરબજારનું કામ કરે છે.

જોક્સ
હું સવારે ઓફિસ જતો હતો તો આગળ એક છોકરી સ્ફુટી લઈને જતી હતી, એ અચાનક જમણી બાજુ વળી અને મારી કાર ને સહેજ અથડાતી ગઈ અને પછી ઉભી રહી. મેં કાર નો કાચ ઉતારીને કહ્યું, “ઇન્ડિકેટર બંધ હોય તો કમ સે કમ હાથ તો બતાવો કે વળવું છે”,
(એનો જવાબ સાંભળીને મારુ મગજ સુન્ન થઈ ગયું).
છોકરી : હું તો દરરોજ અહીંથી જ વળું છું, તમે આ રસ્તા પર નવા લાગો છો.

જોક્સ
ગર્લફ્રેન્ડ : મારો મોબાઈલ મમ્મી પાસે જ હોય છે.
બોયફ્રેન્ડ : જો પકડાઈ ગઈ તો?.
ગર્લફ્રેન્ડ : તારો નંબર (બેટરી લો) નામથી સેવ કર્યો છે.
જયારે પણ તારો ફોન આવે છે તો માં કહે છે લે ચાર્જ કરી લે.
(છોકરો બેભાન છે.)

જોક્સ
બકો નેપાળીને : તું અમેરિકન છે ને.
નેપાળી : ના… હું નેપાળનો છું.
બકો : ના હવે… તું અમેરિકન જ છે.
નેપાળી : અરે ગજબ મજાક છે. કહું છું કે નેપાળી છું.
બકો : ના… ના… તું અમેરિકન જ છે.
નેપાળી (ગુસ્સામાં) : હા… જા… હું અમેરિકન છું. શું કરી લઇશ.
બકો : પણ તું તો નેપાળી જેવો લાગે છે.

જોક્સ ૧૦
ગુજરાતી ભાષાનો વૈભવ
ગુજરાતી ટીચરે પુછ્યું : “પિતા” એટલે શું?.
ભુરો : પોતે “પીતા” હોય તો ચાલે પણ આપણને “પીતા” જોવે એટલે મારી-મારીને ઢીબી નાખે એ “પિતા”.
(આખા ક્લાસે ભુરાને ઢસડી-ઢસડીને ઢીબી નાખ્યો.)

જોક્સ ૧૧
પત્નિ પોતાનાં પતિ સાથે મંદિરમાં ગઈ.
તેણે માનતાનો દોરો બાંધીને માનતા માંગી.
પછી જલ્દી તેણે દોરો ખોલી નાખ્યો.
પતિ : કેમ શુ થયુ?, તે દોરો કેમ ખોલી નાખ્યો.
પત્નિ : મે માનતા માંગી હતી કે તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દુર થઈ જાય…
પણ અચાનક વિચાર આવ્યો કે ક્યાક હુ જ ના ઉકલી જાઉ…

જોક્સ ૧૨
એક પાર્ટીમાં પત્નિ પોતાનાં પતિને કહે છે.
પત્નિ : જુવો ને… તે છોકરો મને ક્યારનો તાકી-તાકીને જોઈ રહ્યો છે.
પતિ એ તે છોકરાની પાસે જઈને તેને બે થપ્પડ મારી દીધી અને કહ્યું.
સાલા ૩ વર્ષ પહેલા તું આવી રીતે તાકીને જોતો હોત તો આજે મારો જીવ બચી જાત.