પહેલા ઘરમાં કંઇક સ્પેશિયલ બનતું તો પહેલો થાળ ભગવાનને ચડાવવામાં આવતો અને અત્યારે કંઇક સ્પેશિયલ બને તો પહેલો થાળ…

Posted by

જોક્સ
પોતાની બંને દિકરીઓનાં લગ્ન પતી ગયા. જાન રવાના થઈ ગઈ.
પતિ-પત્નિ નિરાંતે હિંચકા પર બેઠા.
પતિ એ ધીરેથી પોતાની પત્નિને કહ્યું, “યાદ છે? જ્યારે જ્યારે આપણો ઝઘડો થતો ત્યારે તું કહેતી હતી કે, “આ દિકરીઓને કારણે જ અહીં પડી રહી છું નહીંતર ક્યારની જતી રહી હોત”.

જોક્સ
રાજુ : મને એ સમજાવ કે પતિ હકિકતમાં હોય છે શું?.
શ્યામ : પતિ તે પ્રાણી હોય છે, જે ભુત-પ્રેતથી નહિ ડરે પણ પત્નિનાં મિસકોલ જોઇને તે જરૂર ડરી જાય છે.

જોક્સ
પત્નિ : તમે મારી એક પણ વાત સાથે સહેમત નથી થતા. શું હું મુર્ખ છું?.
પતિ : અરે ગાંડી, તેમાં ખોટું શું લગાડે છે, તારી ખુશી માટે તારી આ વાત જોડે સહેમત થઇ જાઉં છું. ખુશ!!.

જોક્સ
પત્નિ એ પતિનો મોબાઈલ ચેક કર્યો, એમાં કશું મળ્યું નહિં.
તો દિવાલમાં માથું ભટકાડીને બોલી : હે ભગવાન! આને કોઈ ઘાસ નથી નાખતું અને હું આની સાથે ઝીંદગી કાઢી રહી છું.

જોક્સ
છગન અને મગન એક જ બેંકમાં નોકરી કરતા હતાં, એક દિવસ બેંકમાં ચોર ઘુસી ગયા.
તેમણે બેંકના બધા રૂપિયા લઇ લીધા અને કર્મચારીઓને લાઈનમાં ઉભા રાખીને તેમના પાકીટ, ઘડિયાળ અને કિંમતી વસ્તુઓ લેવા લાગ્યા. ત્યારે છગને ચુપચાપ મગનનાં હાથમાં ૨૦૦૦ ની નોટ મુકી દીધી.
મગને પુછ્યું : આ શું છે?.
છગન : મેં તારી પાસેથી ૪ મહિના પહેલા ૨૦૦૦ ઉધાર લીધા હતાં ને, તે ચુકવી દીધા.

જોક્સ
શિક્ષક : તારી એટેન્ડન્સ બહુ ઓછી છે, તું પરીક્ષામાં નહીં બેસી શકે.
વિદ્યાર્થી : કંઇ વાંધો નહી, મને તો એવું કંઇ અભિમાન નથી, હું ઊભો-ઊભો પરીક્ષા આપીશ.

જોક્સ
પતિ એ પોતાની પત્નિને પોતાના વશમાં કરવા માટે બાબા પાસેથી એક તાવીજ લીધું
એક મહિના પછી…
પતિ : બાબા પત્નિ ઉપર તો કોઈ અસર ના થઇ પણ પાડોશણ વશમાં થઈ ગઈ છે.
બાબા : ચાલો અસર ના થઇ પણ આડ અસર તો થઇ.

જોક્સ
ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ ફુટપાથ પર ચાલી રહ્યા હતાં.
બોયફ્રેન્ડે ગર્લફ્રેન્ડનો હાથ પકડીને કહ્યું : તારી આંખો કેટલી સુંદર છે.
ગર્લફ્રેન્ડ (શરમાઈને) : છોડો ને.
બોયફ્રેન્ડ : તારા વાળ કેટલા સુંદર છે.
ગર્લફ્રેન્ડ : છોડો ને.
બોયફ્રેન્ડ : તારા ગાલ કેટલા ગુલાબી છે.
ગર્લફ્રેન્ડ : છોડો ને.
બોયફ્રેન્ડ : અરે ક્યારનો આટલી લાંબી લાંબી છોડી તો રહ્યો છું, હજુ કેટલી છોડું મારી માં.
ગર્લફ્રેન્ડ (ગુસ્સે થઈને) : મારો હાથ છોડો ને એમ કહું છું.

જોક્સ
એક છોકરા અને છોકરીની ફેસબુક પર દોસ્તી થઈ ગઈ.
છોકરી એ છોકરાને ફોન કર્યો અને કહ્યું,
છોકરી : જાનું ક્યાં છે?.
છોકરો : રિક્ષામાં.
છોકરી : જુઠ્ઠું નહિ બોલ.
છોકરો : માં કસમ યાર હું રિક્ષામાં જ છું.
છોકરી : સારું તો રિક્ષા વાળા સાથે વાત કરાવ.
છોકરો : અરે પાગલ, હું જ રિક્ષા વાળો છું.

જોક્સ ૧૦
વકીલે કોર્ટમાં એક સુંદર યુવતીને પુછ્યું,
વકીલ : પરમ દિવસે રાત્રે તું ક્યાં હતી?.
યુવતિ : મારા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.
વકીલ : અને ગઈ કાલે રાત્રે ક્યાં હતી?.
યુવતી : મારા બીજા પાડોશી સાથે રેસ્ટોરેન્ટમાં ગઈ હતી.
વકીલ (ધીરેથી) : આજનો શું પ્લાન છે?.
બીજો વકીલ : ઓબ્જેક્શન મી લોર્ડ, આ સવાલ મેં પહેલા જ પુછી લીધો છે.

જોક્સ ૧૧
ગાર્ડનમાં બધી લેડીઝ શાંતિથી બેઠી હતી,
તો મેં પુછ્યું : કેમ કોઈ વાતો નથી કરી રહી?.
એક બેન બોલ્યા : આજે બધી લેડિઝ હાજર છે.
(સમજાય તો કોમેન્ટ કરજો)

જોક્સ ૧૨
પપ્પુ : મારી પત્નિ એટલી મજાક કરે છે કે શું જણાવું.
ગપ્પુ : એકાદ કિસ્સો તો જણાવ.
પપ્પુ : કાલે મેં પાછળથી જઈને તેની આંખો પર હાથ રાખીને પુછ્યું, હું કોણ?.
તો તે બોલી : દુધ વાળા.

જોક્સ ૧૩
બકો (ડોક્ટરને) : ડોકટર સાહેબ તમે ઘરે આવવાના કેટલા રૂપિયા લો છો?.
ડોક્ટર : ૧૫૦ રૂપિયા.
બકો : સારું ચાલો.
ડોક્ટરે પોતાની ગાડી કાઢી અને બકો સાથે તેના ઘરે ગયા.
ઘરે પહોંચવા પર…
ડોક્ટર : દર્દી ક્યાં છે?.
બકો : દર્દી તો કોઈ નથી સાહેબ. એમાં એવું હતું ને સાહેબ ટેક્સી વાળો ૩૦૦ રૂપિયા કહેતો હતો અને તમે ઘરે ૧૫૦ રૂપિયામાં આવવા તૈયાર થઈ ગયા.

જોક્સ ૧૪
પતિ : તું આટલી બુમો કેમ પાડે છે?.
પત્નિ : કારણ કે દર વખતે ભુલ તમારી જ હોય છે.
પતિ : તું આવું બોલે ત્યારે મનમાં એવું થાય કે તું બકરી હોત તો સારું થાત.
પત્નિ : કેમ, તેનાથી શું ફાયદો થાત?.
પતિ : પછી હું તને પુછત કે સૌથી વધારે ભુલ કોણ કરે છે?. અને તું જવાબ આપત.
મે… મે… મે…

જોક્સ ૧૫
પહેલા ઘરમાં કંઇક સ્પેશિયલ બનતું તો પહેલો થાળ ભગવાનને ચડાવવામાં આવતો
અને અત્યારે કંઇક સ્પેશિયલ બને તો પહેલો થાળ ફેસબુક અને વોટ્સએપમાં ચડાવવામાં આવે છે.