પત્નિ બાથરૂમમાંથી સ્નાન કરીને નીકળી તો પતિ તેને ધારી-ધારીને જોઈ રહ્યો હતો, પત્નિ એ રોમેન્ટિક અંદાજમાં કહ્યું : શું ઈરાદો છે?, પતિ એ તેના કાન પાસે આવીને કહ્યું…

Posted by

જોક્સ-૧

લગ્ન માટે છોકરી વાળા પપ્પુને જોવા આવ્યા.

છોકરી વાળા : સાંભળો અમને છોકરો નથી ગમતો.

ત્યારે પપ્પુનાં પપ્પા બોલ્યા : છોકરો તો અમને પણ નથી ગમતો, તો શું ઘરમાંથી કાઢી મુકીએ.

જોક્સ-૨

છોકરો : કેમ રોવે છે??.

છોકરી : મારે બહુ ઓછા માર્ક આવ્યા છે.

છોકરો : કેટલા??.

છોકરી : ખાલી ૯૦%.

છોકરો : અરે ગાંડી… ભગવાનનો આભાર માન… આટલામાં તો બે છોકરા પાસ થઇ જાય.

જોક્સ-૩

એક ચોર ચોરી કરવા ગયો તો તેને જાડી સ્ત્રીએ પકડી લીધો અને તેની ઉપર બેસી ગઈ.

તેણે તેના પતિને કહ્યું : જલ્દી જાવ અને પોલીસને બોલાવી લાવો.

પતિ : મારા ચપ્પલ નથી મળતા.

ચોર બોલ્યો : ભાઈ મારા ચપ્પલ પહેરીને જા… પણ જલ્દી જા.

જોક્સ-૪

મોનુ : યાર, છોકરીઓને સારુ છે. લગ્ન પહેલા પપ્પાની પરી હોય છે અને લગ્ન પછી ઘરની લક્ષ્મી બની જાય છે.

સોનુ : અને છોકરાઓ?.

મોનુ : છોકરાઓને શું, લગ્ન પહેલા પપ્પા નો માર ખાય છે અને લગ્ન પછી પત્નિનો.

જોક્સ-૫

પત્નિ બાથરૂમમાંથી સ્નાન કરીને નીકળી તો પતિ તેને ધારી-ધારીને જોઈ રહ્યો હતો.

પત્નિ એ રોમાન્ટિક અંદાજ માં કહ્યું : શું ઈરાદો છે?.

પતિ એ તેના કાન પાસે આવીને એક ખેંચીને કહ્યું : મારા ગરમ પાણીથી કેમ સ્નાન કર્યું?.

જોક્સ-૬

ટીચર : ભુલ થાય ત્યારે માફી માંગે એને શું કહેવાય?.

ચિન્ટુ : સમજદાર.

ટીચર : સરસ… અને ભુલ ના હોય તો પણ માફી માંગે એને શું કહેવાય?.

ચિન્કી : બોયફ્રેન્ડ.

જોક્સ-૭

એક માણસ દારૂ પી ને બસમાં ચડ્યો અને સીટ ઉપર બેસી ગયો.

તેની બાજુની સીટ ઉપર એક સાધુ બેસેલા હતાં.

તે માણસને દારૂ ના નશામાં જોઇને સાધુ બાબા બોલ્યા

દિકરા તું નરકના રસ્તે જઈ રહ્યો છે.

વ્યક્તિ : એય ડ્રાયવર… ગાડી ઉભી રાખ. હું ખોટી બસમાં ચડી ગયો છું. મારે તો ક્યાંક બીજે જવું છે.

જોક્સ-૮

પત્નિ બે પ્રકારની હોય છે

એક જે પતિ ની દરેક વાત માને, તેના વિચારોને, તેની ભાવનાને સમજે.

તેની સાથે પ્રેમથી વાત કરે. કોઇ માંગણી ના કરે.

પતિનો ગુસ્સો પણ હસતા મોઢે સહન કરી જાય.

અને બીજી પ્રકારની, જે બધાની પાસે હોય છે.

જોક્સ-૯

પત્નિ : અરે સાંભળો… તમારા માટે શર્ટ લાવી છું.

પતિ : અરે વાહ… સારું કહેવાય, કેટલાનો આવ્યો?.

પત્નિ : ૯ હજારની સાડી સાથે ફ્રી માં આવ્યો.

તમારી પાસે શર્ટ ઓછા છે, એટલા માટે મજબુર થઈને સાડી લેવી પડી.

જોક્સ-૧૦

રામુ : ભાઈ એક છાપું આપને.

છાપા વાળો બોલ્યો : કયુ છાપું?. ગુજરાતી કે ઈંગ્લીશ?.

રામુ : અરે ભાઈ… કોઈપણ આપી દે મારે તો રોટલી વીંટવી છે.

જોક્સ-૧૧

એક સમય હતો કે જ્યારે સવારે-સવારે શ્રી કૃષ્ણ વાંસળી વગાડતા ત્યારે ગોપીઓ બહાર આવતી હતી.

આજે એવો સમય છે કે જ્યારે કાચરાવાળો સાયરન કે સીટી વગાડે છે, ત્યારે મહિ‌લાઓ બહાર આવે છે.

જોક્સ-૧૨

દિકરો : મમ્મી… આજે જમવામાં શું બનાવ્યું છે?.

મમ્મી : કારેલાનું શાક.

દિકરો : મારે નથી ખાવું, હું તો બહાર જાઉં છું કોઈ રેસ્ટોરન્ટમાં.

પપ્પા : મારા ચપ્પલ લઈને આવ.

દિકરો : નહિ પપ્પા… હું તો એમ જ કહેતો હતો. કારેલાનું શાક તો આરોગ્ય માટે સારું હોય છે.

પપ્પા : અરે દિકરા… તું ચપ્પલ લઈને આવ, હું પણ તારી સાથે રેસ્ટોરન્ટમાં આવું છું.