કળયુગમાં ક્યાં ભગવાનની પુજા કરવી જોઈએ?, કળયુગમાં ક્યાં દેવતા જલ્દી પ્રસન્ન થાય છે, જાણો તમારા મનનાં બધા જ પ્રશ્નોનાં જવાબ

Posted by

હાલનાં સમયમાં કળયુગનો સમય ચાલી રહ્યો છે. પહેલાનાં સમયમાં જ્યારે સતયુગ ચાલી રહ્યો હતો તો ત્યારે કોઈપણ માણસ ભગવાનની પુજા કરતો હતો તો ભગવાન તેમને સાક્ષાત દર્શન આપવા આવતા હતાં અને માણસની તમામ મનોકામનાઓ પુર્ણ કરતાં હતાં. પરંતુ હાલનાં સમયમાં એવું થતું નથી કારણકે અત્યારનાં કળયુગના સમયમાં જો કોઇપણ માણસ ભગવાનની પુજા કરે છે તો ભગવાન સાક્ષાત આવીને તેમને દર્શન નથી આપતા અને માણસની ઈચ્છાઓ પણ પુરી થતી નથી. આવી સ્થિતિમાં માણસનાં મનમાં એ પ્રશ્ન ઊભો થાય છે કે આ કળયુગનાં સમયમાં ક્યાં ભગવાનની પુજા કરવી જોઈએ.

જો તમારા મનમાં પણ આવો જ પ્રશ્ન હોય તો અમારી સાથે છેલ્લી લીટી સુધી જોડાયેલા રહેજો. તમારા મનનાં દરેક પ્રશ્નોનો જવાબ તમને મળી જશે. બદલાતા સમયની સાથે સાથે દેવતાઓની પુજાનું રૂપ પણ બદલાતું નજર આવી રહ્યું છે. દેવતાની પુજા ક્યારે કરવી જોઈએ અને ક્યાં સમયમાં ક્યાં દેવતાની પુજા કરવી જોઈએ, તે જાણવું પણ ખુબ જ જરૂરી છે.

કળયુગમાં ક્યાં ભગવાનની પુજા કરવાથી જલ્દી ફળ ની પ્રાપ્તિ થાય શકે છે અથવા તો કળયુગમાં ક્યાં ભગવાનની પુજા કરવી જોઈએ, તે જાણવું આપણા માટે ખુબ જ જરૂરી છે. આમ તો કળયુગમાં પણ ઘણા બધા ભગવાન એવા છે, જેને જલ્દી ફળ પ્રદાન કરવાવાળા માનવામાં આવે છે પરંતુ તેમાંથી અમુક એવા દેવી-દેવતાઓ છે, જેની પુજા કરવાથી કળયુગનાં દરેક પાપ માંથી છુટકારો તથા તમામ પ્રકારની ઈચ્છાઓ જલ્દી પુરી થવા લાગે છે.

કળયુગનાં દેવતા કોણ છે?

આ કળયુગમાં બાબા મહાકાલની ઉપાસનાનું વિશેષ મહત્વ જણાવવામાં આવ્યું છે. વિશેષ રૂપથી દેવતાઓમાં કળયુગમાં શિવજીનું વિશેષ મહત્વ છે. કળયુગમાં દેવતાનાં રૂપમાં શિવજીનાં વિભિન્ન અવતારોની પુજા કરવામાં આવે છે, જેને વિશેષ રૂપથી ફળદાયક માનવામાં આવે છે. કળયુગનાં દેવતાનાં રૂપમાં બાબા મહાકાલનાં વિભિન્ન અવતાર જેમકે બાબા ભૈરવનાથ એકાદશ રુદ્રનાં રૂપમાં શ્રી હનુમાનજી, ભગવાન શંકરનાં અવતાર શ્રી શનિ દેવતા વગેરેને માનવામાં આવે છે. કળયુગમાં સૌથી મોટા દેવતા મહાકાલ છે. મહાકાલનાં વિભિન્ન અવતાર જેમકે હનુમાનજી, ભૈરવદેવ, શનિદેવ વગેરેને કળયુગમાં સૌથી મોટા દેવતા માનવામાં આવે છે.

કળયુગમાં દેવતાઓ ક્યાં રહે છે?

ઘણીવાર લોકોનાં મનમાં એવો સવાલ આવતો હોય છે કે કળયુગમાં દેવતાઓ કઈ જગ્યા પર નિવાસ કરે છે. આમ તો દરેક લોકોનાં હૃદયમાં દેવતાઓ નિવાસ કરે છે પરંતુ શું ભગવાન મંદિરમાં રહે છે? અથવા ભગવાન ક્યાં રહે છે? અને વિશેષ રૂપથી કળયુગમાં દેવતાઓ ક્યાં રહે છે તે જાણવું પણ ખુબ જ જરૂરી છે. તેનો સીધો જવાબ છે કે કળયુગમાં દેવતાઓનો નિવાસ પવિત્ર સ્થાન, તીર્થ નદી અને પવિત્ર હૃદયમાં હોય છે.

કળયુગમાં ક્યાં ભગવાનની પુજા કરવી જોઈએ

વિશેષ પ્રકારની ઈચ્છાઓ પુરી કરવા માટે કળયુગમાં હનુમાનજી ભગવાનની પુજા કરવાનું વિશેષ વિધાન જણાવવામાં આવ્યું છે કારણકે હનુમાનજી આજે પણ વાયુ સાથે વિચરણ કરતા રહે છે. વાયુનાં રૂપમાં સર્વત્ર હનુમાનજીની પુજા કરવાનું વિશેષ ફળ મળે છે. ભગવાન હનુમાનજીની પુજા કરવા માટે અમુક વિશેષ નિયમોનું પાલન કરવું ખુબ જ જરૂરી માનવામાં આવેલ છે.

સ્ત્રીઓએ હનુમાનજીની પુજા કરવા માટે ઘણી બધી વાતોનું વિશેષ ધ્યાન રાખવું જરૂરી હોય છે. ત્યાં સુધી કે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્ત્રીઓ હનુમાનજીની પુજા કરી શકતી નથી. ભગવાન હનુમાનજી પુર્ણ બ્રહ્મચારી છે. હનુમાનજીની પુજા કરવાનું સૌથી પહેલું વિધાન એ છે કે ભક્તોએ બ્રહ્મચર્યનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. માનસિક બ્રહ્મચર્ય, શારીરિક બ્રહ્મચર્ય વગેરે તમામ પ્રકારથી પવિત્ર થઈને આ કળયુગમાં જલ્દી ઈચ્છા પુરી કરવા માટે હનુમાનજીની પુજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે.

હનુમાનજીની પુજા કરવાનું વિધાન

પુરુષ અને સ્ત્રી બન્ને માટે હનુમાનજીની પુજા કરવાનાં અલગ-અલગ નિયમો છે. સ્ત્રીઓએ વિશેષરૂપથી હનુમાનજીની પુજા ના કરવી જોઈએ. વિશેષ પરિસ્થિતિમાં સ્ત્રીઓ પવિત્ર થઈને હનુમાન ચાલીસા, બજરંગ બાણ વગેરેનો પાઠ કરી શકે છે. વળી બીજી તરફ પુરુષો ભગવાન હનુમાનજીની સાધના પણ કરી શકે છે અને સુંદરકાંડનો પાઠ કરવો પણ સિદ્ધિદાયક માનવામાં આવે છે. ભગવાન હનુમાનજીને રામ ગુણગાન કરવા ખુબ જ પસંદ છે તેથી હનુમાનજીની કૃપા પ્રાપ્તિ માટે શ્રી રામ સ્ત્રોતનો પાઠ કરવો પણ ખુબ જ જરૂરી છે.