ચા પીતા-પીતા પતિ ના હાથમાંથી કપ નીચે પડી ગયો. પતિ એ ગભરાઈને ટેબલ નીચે જોયું, કપ ફુટયો નહોતો. પતિ એ પત્નિની સામે જોઈને કહ્યુ, હાશ… કપ બચી ગયો. પત્નિ : કપ નહિ…

Posted by

જોક્સ
પતિ પત્નિ હોરર ફિલ્મ જોતા હતાં, એમાં ભુતનો સીન આવ્યો અને પત્નિ બોલી પડી,
ઓ…માં…
પતિ : લે… તું ઓળખી ગઈ?.

જોક્સ
છગન અને મગન બંને ભાઈઓ એક જ ક્લાસમાં ભણતા હતાં.
ટીચર : તમે બંનેએ તમારા પિતાનું નામ અલગ-અલગ કેમ લખ્યું?.
છગન : મેડમ, પછી તમે જ કહેશો કે તમે કોપી કરી છે.

જોક્સ
ચા પીતા-પીતા પતિ ના હાથમાંથી કપ નીચે પડી ગયો.
પતિએ ગભરાઈને ટેબલ નીચે જોયું, કપ ફુટયો નહોતો.
પતિ એ પત્નિની સામે જોઈને કહ્યુ,
હાશ, કપ બચી ગયો…
પત્નિ : કપ નહી, તમે.

જોક્સ
ગર્લફ્રેન્ડ : ક્યાં છે તું?.
બોયફ્રેન્ડ : બેંકમાં છું.
ગર્લફ્રેન્ડ : તો મને ૮૦૦૦ રૂપિયા નવો ફોન લેવા અને ૨૦૦૦ રૂપિયા નવા કપડા લેવા માટે જોઈએ છીએ.
બોયફ્રેન્ડ : બ્લડ બેંકમાં છું, લોહી પીવું છે?.

જોક્સ
કર્મચારી : સર, ખુબ જ વરસાદ પડી રહ્યો છે, શું આજે ઓફિસ આવવાનું છે?.
બોસ : જાતે જ નક્કી કરી લો, તમારે આખો દિવસ કોની પાસે અપમાન કરાવવું છે, મારી પાસે કે પત્નિ પાસે?.
કર્મચારી : સારું સર, હું થોડીવારમાં આવું છું.

જોક્સ
એરહોસ્ટેસ : સર, જમવામાં શું લેશો?.
બકો : પુરી, શાક, લાડુ અને ખીર.
એરહોસ્ટેસ : સર, તમે કિંગફિશરનાં પ્લેનમાં બેઠા છો, વિજય માલ્યાનાં શ્રાદ્ધમાં નહીં.

જોક્સ
સાહેબે છોકરાઓને પુછ્યું : બોલો છોકરાઓ કાંટાળા રસ્તા પર કોણ સાથ આપશે?. ભાઈ, બહેન, પપ્પા, મમ્મી, કાકા, કાકી, દાદા, દાદી કે મિત્ર?.
પપ્પુ (ઉભો થઈને) : સર… ચપ્પલ.
પછી સાહેબે પણ એને ચપ્પલ થી માર્યો.

જોક્સ
વર્ગમાં એક નવા આવેલા શિક્ષકે પુછ્યું : ભારતનાં કોઈ મહાન વૈજ્ઞાનિકનું નામ જણાવો?.
વિદ્યાર્થી : સર, આલિયા ભટ્ટ.
શિક્ષક (હાથમાં લાકડી લઈને) : આ જ ભણ્યો છે?.
બીજો વિદ્યાર્થી : આ તોતડો છે સાહેબ, આર્યભટ્ટ બોલી રહ્યો છે.

જોક્સ
શિક્ષક : છગન, કેમ આટલા દિવસથી નહોતો આવતો?.
છગન : બર્ડ ફ્લુ થઇ ગયો હતો.
શિક્ષક : અરે એ તો પક્ષીઓને થાય.
છગન : તો તમે મને કદી માણસ સમજ્યો છે. હંમેશા મુર્ગો જ બનાવ્યો છે.

જોક્સ ૧૦
માત્ર એક જ વાક્યની ભુલ અને એક જ દિવસમાં એક બુકની ૧૦ લાખ કોપી વેચાઈ ગઈ.
બુકનું નામ હતું : એક આઈડિયા જો બદલ દે આપકી લાઈફ.
પણ ભુલથી લખાઈ ગયું : એક આઈડિયા જો બદલ દે આપકી વાઇફ.

જોક્સ ૧૧
જ્યારે કોઇ સુંદર યુવતી બિલકુલ બિન્દાસ થઇને તમારી બાજુ વાળી સીટ પર આવીને બેસી જાય તો સમજવું કે,
હવે તમે યુવાન નથી રહ્યા.

જોક્સ ૧૨
એક ડોકટર ઓપરેશન રૂમમાં : રિલેક્સ રમેશ, રિલેક્સ… બધું જ સારું થઇ જશે, ચિંતા ના કર, બિલકુલ પણ ડરીશ નહીં.
દર્દી : પણ સર… મારું નામ તો સુરેશ છે.
ડોક્ટર : મને ખબર છે. રમેશ મારું નામ છે અને આ મારું પહેલું ઓપરેશન છે.

જોક્સ ૧૩
પત્નિ : અરે સાંભળો છો, તમને ફક્ત ઓફિસની જ ચિંતા છે, ઘરની કોઈ ચિંતા જ નથી.
પતિ : કેમ શું થયું?.
પત્નિ : લાગે છે આપણી દિકરીએ બહાર કોઈની સાથે સેટિંગ કરી લીધું છે.
પતિ : તને કેવી રીતે ખબર?.
પત્નિ : આજકાલ તે મોબાઈલ રિચાર્જના પૈસા જ નથી માંગતી.

જોક્સ ૧૪
એક ભાઈ એ ડરતાં ડરતાં એની પત્નિ ને કહ્યું,
આ પનીરનું શાક બનાવ્યું છે પણ આમાં પનીર તો ક્યાંય દેખાતું જ નથી.
પત્નિ ગુસ્સે થઈને : છાનામાના ખાઈ લ્યો, એનું નામ જ “ખોયા પનીર” છે.

જોક્સ ૧૫
ચિંટુ : તું છોકરીને પપ્રોઝ કેવી રીતે કરીશ.
પિંટુ : હું તેને બોટમાં બેસાડીને દરિયાની વચ્ચો-વચ્ચ લઇ જઇશ અને પછી પુછીશ. તે “હા” પાડશે તો ઠીક છે નહિતર કહીં દઇશ. બસ તારો અને મારો સાથ અહીં સુધી જ હતો. ઉતરી જા મારી બોટમાંથી.

જોક્સ ૧૬
શિક્ષક : પપ્પુ વિજળી ક્યાંથી આવે છે?.
પપ્પુ : મામા ના ઘરેથી.
શિક્ષક : હે… કેવી રીતે?.
પપ્પુ : જ્યારે લાઇટ જાય છે ત્યારે મારા પપ્પા કહે છે, “સાલાએ ફરીથી કાપી નાખી”.