પાપા એ વિડીયો બનાવવાનો શરૂ કર્યો તો નાના બાળકે પોતાનાં પિતા ને એવા ધમકાવ્યા કે પિતા ની બોલતી બંધ થઈ ગઈ

આજકાલ સોશિયલ મીડિયા પર અનેક પ્રકારના વીડિયો વાયરલ થતા હોય છે. આવી સ્થિતિમાં લાંબા સમયથી ઇન્ટરનેટ પર એક વીડિયો ખુબ જ વધુ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કંઈ જેવો-તેવો નથી પરંતુ એક નાના બાળકનો છે, જે પોતાનાં પિતાની હરકતોથી ખુબ જ નારાજ થઇ ગયો છે. આ વાયરલ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આ બાળકને દુનિયાભરના બધા જ માતા-પિતા પર ગુસ્સો ઠાલવતું જોઇ શકાય છે.

આ વીડિયો જોયા બાદ જાણવા મળ્યું છે કે આ બાળકનો ગુસ્સો એકદમ સાચો છે. તો ચાલો જોઇ લઈએ આ વાયરલ વીડિયોની સંપુર્ણ કહાની. આપણા માતાપિતાને એ ફરિયાદ રહે છે કે આપણે મોબાઇલનો વધારે પડતો ઉપયોગ કરીએ છીએ. જોકે આપણામાંથી ઘણા ઓછા લોકોએ આપણા માતા-પિતાને આવી ફરિયાદ કરી હશે. હવે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાનું બાળક તેનાં માતા-પિતાને મોબાઈલને લઈને ફરિયાદ કરી રહ્યો છે.

જણાવી દઈએ કે આ નાના બાળકનો વીડિયો સોશિયલ મીડિયા પર સતત વાયરલ થઇ રહ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે એક નાનું બાળક તેના પિતા પર ગુસ્સો ઉતારતું જોવા મળે છે. વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં બાળક સ્પષ્ટ રીતે પોતાના માતા-પિતાને ઠપકો આપતું નજરે પડે છે. જેને જોઈને સોશિયલ મીડિયા પર લોકો કોમેન્ટ કર્યા વગર પોતાને રોકી શકતા નથી.

આ વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કારમાં બેસેલું એક નાનુ બાળક શેરડીનો રસ પીતું જોવા મળી રહ્યું છે. ત્યારે વીડિયોમાં સ્પષ્ટ સાંભળી શકાય છે કે પિતા પોતાનાં બાળકને “હેલ્લો બોસ” કહે છે. આ સાંભળીને નાના બાળકને તરત જ ગુસ્સો આવી જાય છે. આ વીડિયોને સૌથી પહેલા ઇન્સ્ટાગ્રામ પર @molikjainhere નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો.

જેમાં માતા-પિતા દ્વારા વીડિયો બનાવવાથી નારાજ એક બાળક કહી રહ્યું છે કે, “યાર, શું છે તમારે?. મારો કહેવાનો અર્થ એ છે કે હું કંઈક ખાઉં છું, હું કંઈક પીવું છું, ત્યાં પણ તમે કેમેરો ચાલુ કરી દો છો, હું જે પણ કરું છું. મારે કશું જ કરવું નથી અને ફક્ત મારી સાથે આવું થતું નથી, આવું દરેક બાળક સાથે થાય છે. દરેક બાળકના માતા-પિતા ઈચ્છે છે કે તે પ્રભાવી બને. આ કેમેરામાં આખું જીવન ફરી રહ્યું છે. આખો દિવસ, વિડિયો-વિડિયો-વિડિયો.

ત્યારબાદ તેના માતા-પિતા પોતાનાં દિકરાને પુછે છે કે દિકરા શેરડીનો રસ પીવે છે કે કંઈક બીજું. જેના જવાબમાં છોકરાએ કહ્યું કે તે શેરડીનો રસ પી રહ્યો છે અને મહેરબાની કરીને તેનો વીડિયો ના બનાવો. તમને જણાવી દઈએ કે આ વીડિયોને લોકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. લોકો તેનાં વિશે ખુબ જ ક્યુટ અને ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. આ વીડિયોને ઘણા લોકોએ જોયો છે અને તેને અત્યાર સુધીમાં ૧,૫૪,૦૦૦ લાઈફ પણ મળી ચુકી છે. આ વીડિયો મૌલિક જૈને પોતે પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર તેના લગભગ ૧૬ હજાર ફોલોવર્સ છે અને અત્યાર સુધીમાં તેણે ઇન્સ્ટાગ્રામ પર ૧૦૦ પોસ્ટ અપલોડ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Molik Jain (@molikjainhere)