ઘરનાં પાણીયારે દિવો શા માટે કરવામાં આવે છે?, શું હોય છે તેનાં ફાયદાઓ, આજે જ જાણી લો

Posted by

જો કોઈ વ્યક્તિની કુંડળીમાં ગ્રહોનાં દોષ હોય છે તો તે વ્યક્તિને ભાગ્યનો સાથ નથી મળતો અને પરેશાનીઓ રહે છે. જ્યોતિષમાં ગ્રહોનાં દોષ દુર કરવાનાં ચમત્કારી ઉપાયો પણ બતાવવામાં આવ્યા છે. આ ઉપાયો નિયમિત રૂપથી કરતા રહેવાથી ભગવાનની કૃપા મળે છે અને વ્યક્તિનાં દરેક દુઃખ દુર થઈ શકે છે. કાર્યમાં સફળતા મળી શકે છે. આ ઉપાયો અલગ-અલગ વસ્તુથી કરવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ભગવાનને પ્રસન્ન કરવા માટે ઘરનું પુજાસ્થળ, ઘર આંગણાની તુલસી અને ભગવાનનાં મંદિરમાં સવાર-સાંજ દિવો કરવાથી વ્યક્તિને પોતાનાં દરેક કામમાં સફળતા મળે છે.

  • શત્રુઓનો ભય દુર કરવા માટે હનુમાનજીની સામે સરસવનાં તેલનો દિવો લાલ દોરાની વાટથી પ્રગટાવો જોઈએ અને હનુમાનષ્ટક નો પાઠ કરવો જોઈએ.
  • પતિ-પત્નિ વચ્ચે તાલમેલની કમી અને વાદ-વિવાદ થતો હોય તો ભગવાન શિવ-પાર્વતી કે ભગવાન શ્રી વિષ્ણુ-લક્ષ્મીની સામે ગાયનાં ઘી નો દિવો પ્રગટાવો જોઈએ. સાથે જ લગ્નજીવનની પરેશાનીઓ દુર કરવાની તેમની સામે પ્રાર્થના કરો.
  • ખુબ જ મહેનત કરો છો પરંતુ ધન નથી મળતું તો દરરોજ સાંજે દેવી લક્ષ્મીની સામે ઘી નાખીને લાલ વાટ વાળો દિવો પ્રગટાવો. આ દિવો માટી નો હોવો જોઈએ.
  • જો નોકરીમાં લાભ નથી મળી રહ્યો અને પૈસાની કમી છે તો લક્ષ્મીજીની સાથે જ ભગવાન શ્રી વિષ્ણુની પુજા કરો. પુજામાં લાલ વાટ વાળો ઘી નો દિવો પ્રગટાવો અને દિવા માં થોડી હળદર, કુમકુમ અને ચોખા પણ નાખો.
  • જો ઘરમાં કોઈ વ્યક્તિ બિમાર છે અને દવાની અસર નથી થઈ રહી તો ઘરની બહાર દક્ષિણ દિશામાં સરસવનાં તેલનો દિવો પ્રગટાવો જોઈએ. સાથે જ ડોક્ટર દ્વારા જણાવવામાં આવેલી સાવધાનીનું પાલન પણ કરવું જોઈએ.
  • ભગવાન શ્રી ગણેશજીની કૃપા મેળવવા માટે ચાર મો વાળા ગાયનાં ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ. ચાર મો એટલે કે દિવા ને ચારેય તરફથી પ્રગટાવવો.
  • હનુમાનજીને પ્રસન્ન કરવા માટે ચમેલીનાં તેલનો દિવો પ્રગટાવીને હનુમાન ચાલીસાનો પાઠ કરો.
  • ભગવાન શિવજીની સામે માટી નો દિવો ગાયનું ઘી નાખીને પ્રગટાવો. “ઓમ નમઃ શિવાય” મંત્રનો ૧૦૮ વાર જાપ કરો. આ ઉપાય કરવાથી બધી જ પરેશાનીઓ દુર થઈ શકે છે.
  • ભૈરવ ભગવાનને પ્રસન્ન કરવા માટે સરસવના તેલનો ચૌમુખી દિવો પ્રગટાવો. આ ઉપાયથી શત્રુઓનો ભય દુર થઇ શકે છે.
  • ધન લાભ મેળવવા માટે દરરોજ સવાર-સાંજ ઘરનાં ઉંબરા પર ગાયનાં ઘી નો દિવો પ્રગટાવવો જોઈએ.