ચેન્નઈએ ફાઇનલમાં જીત મેળવ્યા બાદ રવિન્દ્ર જાડેજાની પત્નિ રિવાબા મેદાનમાં જ પતિને પગે લાગી, ફેન્સનું જીતી લીધું દિલ, અહિયા જુઓ વિડીયો

Posted by

ચેન્નઇ સુપર કિંગ્સને પાંચમી વખત આઇપીએલમાં ચેમ્પિયન બનાવ્યા બાદ રવિન્દ્ર જાડેજા આઇપીએલનાં હિરો બની ગયા છે. સોમવારે રાત્રે જાડેજાએ છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને માત્ર મેચ જ નહીં પરંતુ ગુજરાત ટાઇટન્સનાં હાથમાંથી ટ્રોફી પણ છીનવી લીધી હતી. રવિન્દ્ર જાડેજાનું મનોબળ વધારવા માટે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં તેમનો આખો પરિવાર પણ હાજર રહ્યો હતો. મેચ પુરી થયા બાદ જાડેજાની ધારાસભ્ય પત્નિએ તેના ક્રિકેટર પતિનાં ચરણસ્પર્શ કર્યા હતાં.

પગને સ્પર્શ કરવો એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિક છે. રવિન્દ્ર જાડેજા તરત જ સાડીમાં સજ્જ રીવાબાને ભેટી પડ્યા હતાં. તે પતિ-પત્નિ માટે ભાવનાત્મક ક્ષણ હતી. બાદમાં આ કપલે ટ્રોફી સાથે પોતાની દિકરી સાથેની ઘણી બધી તસ્વીરો પણ ક્લિક કરાવી હતી. રવિન્દ્ર જાડેજાએ ચેન્નઈ સુપર કિંગ્સને પાંચમું આઇપીએલ ટાઈટલ જીતાડવામાં મહત્વની ભુમિકા ભજવી હતી. જાડેજાએ છેલ્લા ૨ બોલ પર ચોગ્ગો અને એક છગ્ગો ફટકારીને ચેન્નઈને ચેમ્પિયન બનાવ્યું હતું.

જાડેજા એ મોહિત શર્માની ઓવરમાં છેલ્લા બોલ પર બાઉન્ડ્રી ફટકારીને ઇતિહાસમાં પોતાનું નામ રોશન કર્યું હતું. મેચ બાદ જાડેજાની પત્નિ રીવાબાએ આવીને પતિ ના ચરણસ્પર્શ કર્યા ત્યારે એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું હતું. ત્યારબાદ જાડેજાએ પોતાની પત્નિને ગળે લગાવી હતી. આ અદભુત દ્રશ્યનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને બધા લોકો જાડેજાની પત્નિનાં વખાણ કરવા લાગ્યા છે.

અન્ય ખેલાડીઓની પત્નિઓ પણ સ્ટેડિયમમાં આવી હતી પરંતુ જાડેજાની પત્નિ પરંપરાગત સાડી પહેરીને મેચ જોવા આવી હતી. ચાહકોએ પણ તેના પોષાકોની પ્રશંસા કરતાં કહ્યું હતુ કે, જાડેજા અને તેની પત્નિ ભારતીય સંસ્કૃતિને જીવંત રાખવા માટે કામ કરી રહ્યા છે. જાડેજાની પત્નિ રીવાબા હાલમાં જામનગર ઉત્તર વિધાનસભા બેઠક પરથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.

ગુજરાતની ચુંટણીમાં ભાજપની ટિકિટ મેળવનાર રીવાબા આ બેઠક જીતવામાં સફળ રહ્યા હતાં.  તેમનો જન્મ રાજકોટમાં થયો હતો અને તેમણે મિકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પણ કર્યું હતું. ચેન્નઈ સુપર કિંગ્સે રિઝર્વ-ડે ના દિવસે આઈપીએલ ફાઈનલ જીતી હતી. મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીતીને પહેલા બોલિંગ બેટિંગ કરી હતી અને ગુજરાતને રમવા માટે આમંત્રણ આપ્યું હતું.

ત્યારબાદ ગુજરાતનાં બેટ્સમેનોએ જબરદસ્ત સ્કોર કરતાં ૪ વિકેટે ૨૧૪ રન કર્યા હતાં. જેના જવાબમાં ચેન્નઈ રમવા માટે મેદાન પર ઉતર્યું ત્યારે વરસાદ પડયો હતો અને રમત અટકાવવી પડી હતી. ત્યારબાદ ડકવર્થ લુઈસનાં નિયમ અનુસાર ચેન્નઈને ૧૫ ઓવરમાં ૧૭૧ રનનો ટાર્ગેટ મળ્યો હતો. છેલ્લા બોલ પર ચેન્નઈને જીતવા માટે ૪ રનની જરૂર હતી ત્યારે જાડેજાએ ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી હતી.