લગ્ન કરીશ તો બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે જ, MBBS સ્ટુડન્ટ નો દાવો, ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવા બાગેશ્વર ધામ પગપાળા જવા નીકળી પડી MBBS ની વિદ્યાર્થીની

Posted by

બાગેશ્વર ધામના કથાકાર પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના નિવેદનોનાં કારણે ઘણીવાર ચર્ચામાં રહે છે. છેલ્લા કેટલાક સમયથી તેમના ફોલોવર્સની સંખ્યા ઝડપથી વધી રહી છે. તેમના ભક્તોમાં સારી એવી સંખ્યામાં યુવાનો પણ સામેલ છે. બાબા બાગેશ્વરના લગ્નની ચર્ચાઓ અવારનવાર થતી રહે છે. શિવરંજની તિવારી નામની છોકરીનાં કારણે ફરી એકવાર તેમના લગ્નની ખબરોએ જોર પકડ્યું છે.

શિવરંજની તિવારી બાબા બાગેશ્વર સાથે લગ્ન કરવા માંગે છે. તેનાં માટે તે ગંગોત્રી ધામથી બાગેશ્વર ધામ સુધી પદયાત્રા કરી રહી છે. તે ૧૬ જુને બાગેશ્વર ધામ પહોંચવાની છે તેથી તે હાલનાં સમયમાં ચર્ચામાં છે. હાલમાં જ તે યાત્રા દરમિયાન અલ્હાબાદ અને ચિત્રકુટમાં સંતો સાથે જોવા મળી હતી. બાબા બાગેશ્વરની વાત કરીએ તો આજકાલ તેઓ ઉત્તરાખંડમાં છે.

બાબા બાગેશ્વર ધામના વડા ધીરેન્દ્ર શાસ્ત્રી સાથે લગ્ન કરવાની ઈચ્છા રાખનાર શિવરંજની તિવારી મેડિકલનો અભ્યાસ કરી રહી છે. તે એમબીબીએસની વિદ્યાર્થિની છે. તેની સાથે જ તે યુ-ટ્યુબર અને ભજન ગાયિકા પણ છે. તે મધ્યપ્રદેશનાં સિઓનીની રહેવાસી છે. બાબા સાથે તેનો સંબંધ એટલો ગાઢ છે કે તે તેમની સાથે લગ્ન કરવા માટે ગંગોત્રીથી માથે ગંગાજળ લઈને નીકળી છે.

તે હજારો કિલોમીટર ચાલીને ૧૬ જુને બાબા બાગેશ્વર ધામ પહોંચશે. ખાસ વાત એ છે કે તેમના પિતા અને ભાઈ પણ શિવરંજની સાથે પદયાત્રા કરી રહ્યા છે. શિવરંજનીને આશા છે કે તે ધીરેન્દ્ર શાસ્ત્રીને જરૂર મળશે.

શિવરંજની તિવારીની વાત કરીએ તો તે ૪ વર્ષથી ભજન ગાય રહી છે. તેમણે ૮ વર્ષ સુધી ખૈરાગઢથી સંગીતનું શિક્ષણ મેળવ્યું છે. બાબા બાગેશ્વર સાથે લગ્નનાં સવાલ પર તેમણે ગોળગોળ જવાબ આપતા કહ્યું હતું કે બાગેશ્વર ધામ સરકારને મળશે ત્યારે તે પોતાની ઈચ્છા જણાવશે. જે પણ થશે, સમય આવશે ત્યારે જણાવવામાં આવશે”. બાબા બાગેશ્વરની વાત કરીએ તો તેમણે લગ્નની વાત પર પણ કહ્યું છે કે તે પોતાના માતા-પિતાની મરજી મુજબ લગ્ન કરશે.

શિવરંજનીએ આપેલા એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ધીરેન્દ્ર શાસ્ત્રી તેમના પ્રાણનાથ છે. હું ૨૦૨૧ થી બાબા બાગેશ્વરને આ નામથી જ બોલાવું છું જ્યારે હું પહેલીવાર તેમની સાથે જોડાઇ હતી. તેમણે પોતાની પૃષ્ઠભુમિ જણાવતા કહ્યું કે, તેમનો પરિવાર જગતગુરુ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદજી મહારાજના પરિવાર સાથે સંબંધ ધરાવે છે. આ જ કારણે અમારા ઘરમાં શરૂઆતથી જ આધ્યાત્મિક વાતાવરણ રહ્યું છે.