RCB આઇપીએલ જીતશે પછી જ સ્કુલ જઈશ, નાની ફેન્સે કરી અઘરી ડિમાન્ડ, લોકોએ કહ્યું “આ બાળકી અભણ જ રહેશે”, જોઈ લો વિડીયો

ક્રિકેટ ચાહકો જ્યારે પણ સ્ટેડિયમમાં મેચ જોવા જાય છે ત્યારે તેઓ ગમે તેમ કરીને કેમેરામાં આવવાનો પ્રયાસ જરૂર કરતા હોય છે. તેનાં માટે તે ઘણીવાર પોતાની સાથે કેટલાક પોસ્ટર કે બેનર લઇને મેચ જોવા જાય છે. આ દરમિયાન પોસ્ટર પર લખેલી વાતો ક્યારેક એટલી રસપ્રદ હોય છે કે તે વાયરલ થવા લાગે છે. કંઈક આવું જ થયું ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ માં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની એક મેચમાં, જેની તસ્વીર અને વિડીયો હાલનાં સમયમાં સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યાં છે.

હકિકતમાં આ તસ્વીરમાં એક નાનકડી છોકરી જોવા મળી રહી છે. આ છોકરીનાં હાથમાં એક બેનર છે, જેમાં લખ્યું છે કે, “જ્યાં સુધી આરસીબી કપ નહીં જીતે ત્યાં સુધી તે સ્કુલે નહીં જાય”. આ તસ્વીર સોશિયલ મીડિયા પર આવતા જ પ્રતિક્રિયાઓનો ધોધ વહેવા લાગ્યો હતો. ક્રિકેટ ફેન્સ આ છોકરીનાં બેનરને લઈને ઘણી ફની કોમેન્ટ્સ કરી રહ્યા છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત ૨૦૦૮ માં થઈ હતી.

ત્યારથી લઈને હજુ સુધી આરસીબીની ટીમ એકપણ વખત ચેમ્પિયન બની શકી નથી. જોકે આ સમયગાળા દરમિયાન ટીમ ૩ વખત ફાઇનલમાં પણ પહોંચી છે પરંતુ કમનસીબી એ હતી કે તેને દર વખતે રનરઅપ રહીને સંતોષ માનવો પડ્યો હતો. ટ્વિટર પર વાયરલ આ નાનકડી બાળકીની આ ક્યુટ તસ્વીર માત્ર એક તસ્વીર નથી પરંતુ આરસીબીનાં કરોડો ફેન્સની ભાવનાઓ છે, જે પોતાની ટીમને ચેમ્પિયન બનતી જોવા માંગે છે.

જણાવી દઈએ કે આરસીબીના સમર્થનમાં દરરોજ આવી ઘણી બધી પોસ્ટ વાયરલ થાય છે. તેની સાથે જ આ લીગમાં ટીમનાં પ્રદર્શન પર નજર કરવામાં આવે તો તે ત્રણ વાર ફાઇનલ ઉપરાંત ૪ વાત પ્લેઓફમાં પણ પહોંચી ચુકી છે. તેની સાથે જ ૭ વાર એવું પણ બન્યું છે કે ટીમ ગ્રુપ સ્ટેજની બહાર રહી ગઈ હોય. આવી સ્થિતિમાં જો તમે આરસીબીના આ રેકોર્ડને જોશો તો તેને ચોક્કસપણે સારું માનવામાં આવશે નહીં.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી રાહુલ દ્રવિડ, અનિલ કુંબલે, ક્રિસ ગેલ, શેન વોટ્સન, એબી ડી વિલિયર્સ, ઝહીર ખાન પણ રમી ચુક્યા છે. વિરાટ કોહલી ૨૦૦૮ થી આ ટીમનો ભાગ છે, તેમ છતાં પણ આ ટીમ અત્યાર સુધી ટાઇટલ જીતી શકી નથી. આરસીબીનાં અત્યાર સુધીના પ્રદર્શન પર નજર કરવામાં આવે તો આ ટીમ ૨૦૦૯, ૨૦૧૧ અને ૨૦૧૬ માં ફાઇનલમાં પહોંચી હતી. આ વર્ષે આરસીબી અને તેના ફેન્સને ફરી ખિતાબની આશા છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૩ માં પણ આરસીબીની સ્થિતિ ડામાડોળ છે. વિરાટ કોહલી, ફાફ ડુ પ્લેસિસ અને ગ્લેન મેક્સવેલ સતત ટીમ માટે રન બનાવી રહ્યા છે પરંતુ તેમ છતાં પણ આરસીબી પોઇન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. આરસીબીએ આ સિઝનમાં કુલ ૮ મેચ રમી છે, જેમાંથી ૪ માં તેનો વિજય થયો છે જ્યારે ૪ માં તેનો પરાજય થયો છે. તેની સાથે જ બેટિંગમાં ટીમ માટે ટોપ ઓર્ડર સિવાય અન્ય કોઇપણ પોતાની છાપ છોડી શક્યું નથી. આવી સ્થિતિમાં કોહલી, ડુ પ્લેસીસ અને મેક્સવેલ પર આરસીબીની નિર્ભરતા વધી ગઈ છે.