પત્નિ : બારી ના પડદા લગાવવા પડશે, પતિ : કેમ?, પત્નિ : નવો પાડોશી આવ્યો છે, તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે. પતિ : અલી, એકવાર એને સારી રીતે જોઈ લેવા દે પછી…

Posted by

જોક્સ
પત્નિ : બારી ના પડદા લગાવવા પડશે.
પતિ : કેમ?,
પત્નિ : નવો પાડોશી આવ્યો છે, તે મને જોવા માટે વારંવાર પ્રયત્ન કરતો રહે છે.
પતિ : અલી, એકવાર એને સારી રીતે જોઈ લેવા દે પછી એ પોતે જ પડદા લગાવી લેશે.

જોક્સ
શર્માજી : તારી પત્નિ કાલે જોર-જોરથી બુમો કેમ પાડી રહી હતી?. તેનો અવાજ મારા ઘર સુધી આવતો હતો.
વર્માજી : અરે યાર… એવી કોઈ ખાસ વાત નથી. તેનો ફોટો ફેસબુક ઉપર અપલોડ કરવાનાં બદલે OLX ઉપર અપલોડ થઇ ગયો હતો અને હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે એક છોકરાએ કહ્યું, “ભાઈ આ ૧૯૬૦ નો ભંગાર કોણે મુક્યો છે?”.

જોક્સ
એક ઘરમાં પતિ-પત્નિ વચ્ચે લડાઈ થતી હતી. એક મહિલાએ પંડિતજીને ઘરની ખુશહાલીનો ઉપાય પુછ્યો.
પંડિતજી : પુત્રી પહેલી રોટલી ગાયને ખવડાવજે અને છેલ્લી રોટલી કુતરાને.
મહિલાઃ પંડિતજી હું એમ જ કરીશ. પહેલી રોટલી પોતે ખાઈશ અને છેલ્લી રોટલી પોતાના પતિને ખવડાવીશ.
પંડિત બેભાન.

જોક્સ
એક દિવસ હિન્દીનાં શિક્ષકે પોતાના ક્લાસમાં પપ્પુને એક પ્રશ્ન પુછ્યો.
શિક્ષક (પપ્પુને) : પુરુષ અને સ્ત્રીના સ્વભાવમાં શું ફરક હોય છે?.
પપ્પુ (થોડીવાર વિચારીને પછી) : પુરુષ બટાકા જેવા હોય છે, જે કોઈપણ શાક સાથે એડજસ્ટ થઇ જાય છે પરંતુ સ્ત્રીઓ ભીંડા જેવી હોય છે, જે એકલા શેકાવાનું પસંદ કરે છે.

જોક્સ
મોબાઈલ આવ્યો, કેમેરો ગયો.
મોબાઈલ આવ્યો, ઘડિયાળ ગઈ.
મોબાઈલ આવ્યો, ટોર્ચ ગઈ.
મોબાઈલ આવ્યો, રેડિયો ગયો.
મોબાઈલ આવ્યો, એમપીથ્રી ગયું.
મોબાઈલ આવ્યો, ટપાલ ગઈ.
મોબાઈલ આવ્યો, કોમ્પ્યુટર ગયાં.
મોબાઈલ આવ્યો, નિરાંત ગઈ
અને તમારો મોબાઈલ જો તમારી પત્નિનાં હાથમાં આવ્યો તો તમે ગયાં.

જોક્સ
પિતાજી : કેમ રડી રહ્યો છે દિકરા?.
પપ્પુ : શિક્ષકે મને માર્યો.
પિતાજી : તે જરૂર કોઈ ભુલ કરી હશે.
પપ્પુ : નહિ પપ્પા, હું તો બસ આરામથી સુતો હતો.

જોક્સ
એકવાર એક છોકરીને જોવા માટે તેની સાસુ આવી. આવતા જ કહ્યુ કે મારા પુત્ર માટે વહુ જોઈ રહી છું તો હું તારા બધા ટેસ્ટ લઈશ.
સાસુએ કહ્યુ : હું તારું હિન્દી સાંભળીને જ નક્કી કરીશ કે તું મારી વહુ બનવાને લાયક છે કે
નહિ. તારી શૈક્ષણિક યોગ્યતા શું છે?.
છોકરી : જી નેત્ર નેત્ર ચાય.
સાસુ : તેનો શું અર્થ ?.
છોકરી : આઈ આઈ.ટી…
સાસુ કોમામાં છે.

જોક્સ
શિક્ષક : બાળકો જણાવો માં-બાપ વગર ઘર શું છે?.
પીન્ટુ : ગર્લફ્રેન્ડને બોલાવવાની ઉત્તમ જગ્યા.
શિક્ષક : ભાગ અહિયાથી, ફરી વખત દેખાયો તો ટાંટિયા તોડી નાખીશ.

જોક્સ
પત્નિ : તમને યાદ છે, તમે મને પહેલીવાર જોવા આવ્યા ત્યારે મે કઈ સાડી પહેરી હતી?.
પતિ : ના યાદ નથી.
પત્નિ : એનો અર્થ એવો થયો કે તમે મને પ્રેમ નથી કરતા.
પતિ : ના એવુ નથી, માણસ પાટા પર આપઘાત કરવા જાય ત્યારે તે જોતો નથી કે રાજધાની આવે છે કે શતાબ્દી.

જોક્સ ૧૦
પત્નિ : સાંભળો છો, આજે ઓફીસેથી જલ્દી આવી જજો, ફિલ્મ જોવા જઈશું.
પતિ : ના આવ્યો તો?.
પત્નિ : જો સમયસર આવ્યા તો બીજેપીના ચુંટણીનાં ચિન્હથી સ્વાગત કરીશ અને મોડું કરશો તો પછી કોંગ્રેસનાં ચુંટણીનાં ચિન્હથી અને વધારે મોડું કર્યુ તો પછી કેજરીવાલનું ચુંટણીનું ચિન્હ દરવાજા પાછળ મુક્યું જ છે, ખાસ ધ્યાન રાખજો.

જોક્સ ૧૧
પહેલો કેદી : પોલીસે તને કેમ પકડ્યો?.
બીજો કેદી : બેન્ક લુંટ્યા પછી હું ત્યાં બેસીને પૈસા ગણતો હતો અને પોલીસે પકડી લીધો.
પહેલો કેદી : ત્યાં બેસીને તારે પૈસા ગણવાની શું જરૂર હતી ?.
બીજો કેદી : ત્યાં લખેલું હતું કે કાઉન્ટર છોડતા પહેલા પૈસા ગણી લેવા.